અર્થ અવર એ વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ ફોર નેચર (WWF) દ્વારા આયોજિત વિશ્વવ્યાપી ચળવળ છે. આપણી પૃથ્વી પ્રત્યેની પ્રતિબદ્ધતાના પ્રતિક સ્વરૂપે, આ કાર્યક્રમ વાર્ષિક ધોરણે યોજવામાં આવે છે, જે વ્યક્તિઓ, સમુદાયો અને વ્યવસાયોને, માર્ચ મહિનાના છેલ્લા શનિવારે સાંજે ૮:૩૦ થી ૯:૩૦ વાગ્યા સુધી એક કલાક માટે બિન-જરૂરી વિજ-ઉપકરણો તથા લાઇટ્સ બંધ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે.[૧] આ કાર્યક્રમની શરૂઆત વર્ષ ૨૦૦૭માં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં લાઇટ્સ-ઓફ ઇવેન્ટ તરીકે કરવામાં આવી હતી.

અર્થ અવર
ઉજવવામાં આવે છેવર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ ફોર નેચર (WWF)
શરૂઆત8:30 pm
અંત9:30 pm
તારીખહવે પછી: 23 March 2024
આવૃત્તિવાર્ષિક
સંબંધિતઆબોહવા પરિવર્તન અને પૃથ્વી સંરક્ષણ

જવલ્લે જ અમુક વર્ષોમાં જ્યારે પવિત્ર શનિવાર માર્ચના છેલ્લા શનિવારે આવતો હોય, ત્યારે અર્થ અવર તેની રાબેતા મુજબ આવતી તારીખને બદલે એક સપ્તાહ વહેલો ખસેડવામાં આવે છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "About Us". Earth Hour. મેળવેલ March 31, 2014.