આદિત્યરામ વ્યાસ

ભારતીય સંગીતકાર

આદિત્યરામ વૈકુંઠરામ વ્યાસ (૧૭૬૩ - ૧૮૨૪), જેઓ આદિત્યરામ વૈકુંઠરામ તરીકે વધુ જાણીતા હતા, જૂનાગઢ રજવાડાના અને જામનગરના ભારતીય સંગીતકાર હતા. તેઓ ધ્રુપદ ગાયન અને મૃદંગવાદનમાં નિપુણ હતા.[૧]

આદિત્યરામ વ્યાસ
જન્મ૧૭૬૩ Edit this on Wikidata
જુનાગઢ Edit this on Wikidata
મૃત્યુ૧૮૨૪ Edit this on Wikidata

તેમનો જન્મ જુનાગઢ ખાતે થયો હતો. તેમણે સંગીતનો અભ્યાસ તેમના પિતા પાસે કર્યો અને ખયાલ તથા ગાયનની તાલીમ લખનૌના ગાયક ખાનસાહેબ નન્નુમિયાં પાસે લીધી હતી. ઇ.સ. ૧૮૪૧માં તેઓ જામનગરના દરબારના ગાયક તરીકે નીમાયા હતા. તેમણે સંગીતાદિત્ય નામનો ગ્રંથ રચ્યો હતો.[૧][૨] તેમણે અનેક ધ્રુપદ અને ધમારોની રચના કરી હતી. તેઓ સંસ્કૃત, હિંદી, ફારસી ભાષાઓના જાણકાર હતા. તેમની ગાયનકલા સાદી પણ શાંત અને સમતોલ હતી અને તાલશાસ્ત્રમાં તેમની પૂરી નિપુણતા હતી.

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "વલસાડમાં કલાયતન દ્વારા શાસ્ત્રીય સંગીત મહોત્સવ". દિવ્ય ભાસ્કર. મેળવેલ ૨ ઓગસ્ટ ૨૦૨૧.
  2. દેરાસરી, ડાહ્યાભાઈ. સાઠીના સાહિત્યનું દિગ્દર્શન. gu.wikisource.org. પૃષ્ઠ ૨૬૪. મેળવેલ 2021-08-02.

બાહ્ય કડીઓ ફેરફાર કરો