આબિદ સુરતી (જન્મ ૫ મે ૧૯૩૫) એ ભારતના ચિત્રકાર, લેખક, કાર્ટૂનિસ્ટ, પત્રકાર, પર્યાવરણવાદી, નાટ્યકાર અને પટકથા લેખક છે. [] [] []

આબિદ સુરતી
જન્મ (1935-05-05) 5 May 1935 (ઉંમર 89)
વાવેરા, ગુજરાત, બ્રિટીશ ભારત
વ્યવસાયલેખક, કાર્ટૂનિસ્ટ, ચિત્રકાર, પર્યાવરણવિદ
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણડિપ્લોમા ઇન આર્ટ્સ
માતૃ શિક્ષણ સંસ્થાજે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સ
નોંધપાત્ર સર્જનોબહાદુર (કોમિક્સ), તીસરી આંખ, ધ બ્લેક બુક, ઇન નેઇમ ઑફ રામા
નોંધપાત્ર પુરસ્કારો
  • હિન્દી સાહિત્ય સંસ્થા પુરસ્કાર
  • ગુજરાત ગૌરવ પુરસ્કાર
જીવનસાથીમાસૂમ બેગમ
સંતાનો

આબિદ સુરતીનો જન્મ ૫ મે ૧૯૩૫ના રોજ ગુજરાતના રાજુલા નજીક વાવેરા ખાતે ગુલામ હુસેન અને સકીના બેગમને ત્યાં ગુજરાતી મુસ્લિમ પરિવારમાં થયો હતો.[] બાળપણમાં ૫ વર્ષની ઉંમરે તેઓ સુરત નજીક તાપી નદીમાં પૂરથી લગભગ તણાઈ ગયા હતા. બાદમાં તેમનો પરિવાર બોમ્બે સ્થળાંતરીત થઈ ગયો અને તેમણે તેમનું બાળપણ મુંબઇના ડોંગરી વિસ્તારમાં પસાર કર્યું. તેમના પિતા સુફીઝમના અનુયાયી હતા. [] તે ૧૯૫૪માં જેજે સ્કૂલ ઑફ આર્ટમાં જોડાયા અને આર્ટ્સમાં ડિપ્લોમા મેળવ્યો. તેઓ ૨૦મી સદીના બંગાળી નવલકથાકાર શરતચંદ્ર ચેટરજીના લખાણથી ખૂબ પ્રભાવિત થયા. હિન્દી અને ગુજરાતીમાં લેખક હોવા ઉપરાંત, તેઓ ઉર્દૂમાં પણ નિષ્ણાત છે. તેમણે પોતાની કારકિર્દી એક ફ્રિલાન્સર તરીકે શરૂ કરી હતી. ૧૯૬૫માં, તેણે માસૂમા બેગમ સાથે લગ્ન કર્યા; આ લગ્નથી તેમને બે પુત્રો છે. []

સુરતીએ ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ, નાટકો, બાળકોનાં પુસ્તકો અને પ્રવાસ પુસ્તકો લખ્યાં છે. તેમના કેટલાક પુસ્તકોનું પ્રાદેશિક ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યું છે. તેઓ ૪૦ વર્ષથી હિંદી અને ગુજરાતી અખબારો અને સામયિકો માટે પણ લખી રહ્યા છે. ૧૯૯૩માં તેમના ટૂંકી વાર્તા સંગ્રહ ત્રીસરી આંખ ને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. []

તેમણે ૮૦ થી વધુ પુસ્તકો લખ્યા છે, જેમાં ૪૫ નવલકથાઓ, ૧૦ ટૂંકી વાર્તા સંગ્રહ અને ૭ નાટકોનો સમાવેશ છે. [] [] []

  1. ૧.૦ ૧.૧ "Abid Surti Video | Interviews". Ovguide.com. મૂળ માંથી 17 March 2012 પર સંગ્રહિત. મેળવેલ 25 August 2013.
  2. "Abid Surti". Harmonyindia.org. મૂળ માંથી 7 March 2012 પર સંગ્રહિત. મેળવેલ 25 August 2013.
  3. [૧]
  4. Abid Surti an Introduction ( Gujarati )
  5. Indian Comics Legend Mr. Abid Surti Excerpts from personal interview published in Hindi magazine AHA ZINDGI
  6. Thoughts of Abid Surti from his thanksgiving lecture on 28 May 2010, where he was honoured and a special issue on him was released in Hindi.
  7. "aabidsurti.com". Aabidsurti.in. મૂળ માંથી 27 July 2013 પર સંગ્રહિત. મેળવેલ 25 August 2013.
  8. [૨] List of some works of Abid Surti.
  9. Hindi Books – Abid Surti

બાહ્ય કડી

ફેરફાર કરો