આલ્બર્ટ એક્કા
લાન્સ નાયક આલ્બર્ટ એક્કા (૧૯૪૨-૭૧) ભારતીય ભૂમિસેના માં સૈનિક હતા. ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં હિલ્લિની લડાઈમાં તેઓ શહીદ થયા હતા. દુશ્મનનો સામનો કરતાં સર્વોચ્ચ વીરતા દાખવવા માટે તેમને પરમવીર ચક્રથી મરણોપરાંત સન્માનિત કરાયા હતા.
લાન્સ નાયક આલ્બર્ટ એક્કા પરમવીર ચક્ર | |
---|---|
![]() આલ્બર્ટ એક્કા, ૨૦૦૦ની ભારતીય ટપાલ ટિકિટ. | |
જન્મ | જરી ગામ, ચૈનપુર તાલુકો, ગુમલા, ભારત | December 27, 1942
મૃત્યુ | December 3, 1971 ગંગાસાગર, બાંગ્લાદેશ | (ઉંમર 28)
દેશ/જોડાણ | ![]() |
સેવા/શાખા | ![]() |
સેવાના વર્ષો | ૧૯૬૨-૧૯૭૧ |
હોદ્દો | ![]() |
દળ | ૧૪ ગાર્ડસ્ |
યુદ્ધો | હિલ્લિની લડાઇ ભારત-પાકિસ્તાન યુદ્ધ ૧૯૭૧ |
પુરસ્કારો | ![]() |
પત્નિ | બાલામદિન એક્કા |
પુરસ્કાર અને સન્માન ફેરફાર કરો
લાન્સ નાયક આલ્બર્ટ એક્કાને મરણોપરાંત ભારતના યુદ્ધ સમયના સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર પરમવીર ચક્રથી સન્માનિત કરાયા હતા. ૫૦મા ગણતંત્ર દિવસના અવસરે ઈ.સ. ૨૦૦૦ની સાલમાં ભારત સરકારે તેમની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. રાંચી ના આ પુત્રને શહેરના મુખ્ય ચાર રસ્તાને તેમનું નામ આપીને સન્માનિત કરાયા હતા. ગુમલામાં તેમના નામના એક તાલુકાની પણ રચના કરવામાં આવી હતી.