ઇન્દોર દુરંતો એક્સપ્રેસ

ઇન્દોર દુરંતો એક્સપ્રેસ એ ભારતીય રેલ્વેની એક સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન છે. જે ટ્રેન મુંબઈ સેન્ટ્રલ (બી-ટી-એસ) ને ઇન્દોર (આઈ-એન-ડી-બી) ની સાથે જોડતી ટ્રેન છે. આ ટ્રેનનું સંચાલન ૧૨૨૨૭ તથા ૧૨૨૨૮ ક્રમાંક સાથે થાય છે. મુંબઈ અને ઇન્દોરને જોડતી અન્ય ટ્રેનોમાં ટ્રેન સંખ્યા ૧૨૯૬૧ અને ૧૨૯૬૨ અવંતિકા એક્સપ્રેસનો સમાવેશ પણ થાય છે.

ઇન્દોર દુરંતો એક્સપ્રેસ

સામાન્ય જાણકારી ફેરફાર કરો

આ ટ્રેનની શરૂઆત ૨૮ જાન્યુઆરી ૨૦૧૧ની પ્રથમ યુક્તિ સાથે કરવામાં આવી હતી. એ સમયની જેમ આજે પણ આ ટ્રેન અઠવાડિયામાં બે દિવસ પોતાની સેવા પ્રદાન કરે છે. આ સંપૂર્ણ રૂપે વાતાનુકુલીન ટ્રેન છે તથા એલ-એચ–બી નંબરોનો પ્રયોગ કરવાનો હતો. આ ટ્રેનના રેકને વહેંચવામાં પણ આવે છે. આ ટ્રેન પોતાના રેક ૧૨૨૩૯ અને ૧૨૨૪૦ જયપુર દુરંતો એક્સપ્રેસની સાથે વહેંચે કરે છે. આ એક પ્રકારની બ્રોડ ગેજ ટ્રેન છે. જેનું માપ ૧,૬૭૬ મિમી એટલે કે ૫ ફૂટ ૬ ઇંચ છે. આ ટ્રેનની સરેરાસ ઝડપ ૬૫.૬૬ કિમી પ્રતિ કલાકની છે.[૧][૨]

કર્ષણ (ટ્રેક્શન) ફેરફાર કરો

બી આર સી ડબલ્યુ એ પી ૫ લોકો એન્જિન આ ટ્રેનને મુંબઈ સેન્ટ્રલથી લઈને ઇન્દોર અને ફરી પાછું ઇન્દોર થી લઈને મુંબઈ સેન્ટ્રલ સુધી ખેંચી જાય છે.

કોચ સંગઠન ફેરફાર કરો

આ ટ્રેનમાં નીચે મુજબના કોચ રાખવામાં આવેલાં છે:

  • ૮ વાતાનુકૂલિત ૩ ટીયર કોચ
  • ૨ વાતાનુકૂલિત ૨ ટીયર કોચ
  • ૧ વાતાનુકૂલિત પ્રથમ શ્રેણી
  • ૧ પેન્ટ્રી કાર સાથે સાથે
  • ૨ ઈ ઓ જઈ જી કાર

આ પ્રમાણે આ ટ્રેનમાં કુલ ૧૪ કોચ ફાળવવામાં આવ્યા છે. ભારતીય રેલ્વેના અધિકારોના અહેવાલ પ્રમાણે ટ્રેનમાં વર્તમાનમાં રહેલાં કોચોની સંખ્યામાં યાત્રીઓની માંગ પ્રમાણે વધારો અથવા ઘટાડો થઇ શકે છે.[૩]

પરિપથ ફેરફાર કરો

આ ટ્રેનનાં ટેક્નિકલ સ્ટોપ્સ વડોદરા જંકશન, રતલામ જંકશન તથા ઉજ્જૈન જંકશન છે. અમુક પરિસ્થિતિના આધારે પણ આના સ્ટોપ્સ નક્કી કરવામાં આવેલાં છે જ્યાં ટ્રેન ઉભી પણ રહે છે. પરંતુ આ સ્ટેશનથી અન્ય બીજા સ્ટેશન સુધી અથવા અન્ય સ્ટેશન થી આ સ્ટેશન સુધીની ટીકીટ બુક કરી શકાય નહીં. આ સ્ટેશન પર ફક્ત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રેનને રોકવામાં આવતી હોય છે.[૪]

સ્ટેશન સ્ટેશનનું નામ આગમન પ્રસ્થાન અંતર દિવસ આવર્તન
બી સી ટી મુંબઈ સેન્ટ્રલ પ્રારંભ ૨૩ : ૧૫ ગુરુવાર, શનિવાર
આઈ એન ડી બી ઇન્દોર ૧૧ સમાપન ૮૨૧ કિમી (૫૧૫ મી) -
આઈ એન ડી બી ઇન્દોર પ્રારંભ ૨૩ : ૦૦ શુક્રવાર, રવિવાર
બી સી ટી મુંબઈ સેન્ટ્રલ ૧૧ : ૪૦ સમાપન ૮૨૧ કિમી (૫૧૫ મી) -

સેવાઓ ફેરફાર કરો

મુંબઈ થી ઇન્દોર માટેની સૌથી ઝડપી ટ્રેનની સેવા છે. ૧૨૨૨૭ દુરંતો એક્સપ્રેસના રૂપમાં આ ટ્રેનની સરેરાશ ઝડપ ૬૫.૮૮ કિમી પ્રતિ કલાકની રાખવામાં આવેલી છે. સાથે સાથે આ ટ્રેન ૮૨૯ કિમીનું અંતર ૧૨ કલાક અને ૩૫ મિનિટમાં નક્કી કરે છે, અને ત્યાં જ વિપરીત ૧૨૨૨૮ દુરંતો એક્સપ્રેસના રૂપમાં આ ટ્રેનની સરેરાશ ઝડપ ૬૫.૬૬ કિમી પ્રતિ કલાકની રાખવામાં આવેલી છે તથા આ સાથે જ પોતાનું ૮૨૯ કિમીનું અંતર ૧૨ કલાક અને ૪૦ મિનિટમાં પૂર્ણ કરે છે.

આ ટ્રેન અઠવાડિયામાં બે દિવસ પોતાની સેવા બજાવે છે. ટ્રેન ક્રમાંક ૧૨૨૨૭ ગુરુવાર અને શનિવારના રોજ સેવા પૂરી પાડે છે અને તે જ ટ્રેન સંખ્યા ૧૨૨૨૮ શુક્રવાર અને રવિવારના રોજ પાછી ફરે છે. આ ટ્રેનની સાથે સાથે એક પેન્ટ્રી કારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી કરીને યાત્રીઓની ખાન-પાનને લગતી જરૂરીયાતને પૂરી પાડી શકાય.

સંદર્ભ ફેરફાર કરો

  1. "ટ્રેનની શરૂઆત". indianrailways.gov. ૨૭ જાન્યુઆરી ૨૦૧૧. મેળવેલ ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૪.
  2. "ઇન્દોર - મુંબઈ સેન્ટ્રલ ૧૨૨૨૮ દુરંતો એક્સપ્રેસ". indianrailways.com.
  3. "દુરંતો રેલ્વેની યાદી".
  4. "મુંબઈ સેન્ટ્રલ - ઇન્દોર ૧૨૨૨૭ દુરંતો એક્સપ્રેસ". cleartrip.com. મૂળ માંથી 2014-10-10 પર સંગ્રહિત. મેળવેલ 2014-10-18.