ઈસ્માઈલ વાલેરા

ગુજરાતી લોકગાયક

ઈસ્માઈલ વાલેરા એ એક ગુજરાતી લોકગાયક હતા. એમણે ગાયેલા એચ.એમ.વી.ની લોંગપલે રેકોડો પ્રસિધ્ધ થયેલ,જે રચના ઓ આજે પણ ખુબજ પ્રસિધ્ધ છે. એમણે કંકુ, તેમજ જેસલ તોરલ ‍(૧૯૭૧)[૧] જેવાં કેટલાક ચલચિત્રો મા તેમજ આઈ.એન.ટી.ના નાટક "વહુ એ વગોવ્યા મોટા ખોરડા"તેમજ પાતાળ ના પાણી નાટકો મા સંગીતકાર તેમજ ગાયક કલાકાર તરીકે પણ કામ કર્યુ છે.

ઈસ્માઈલ વાલેરા
જન્મ૯ મે ૧૯૩૩ Edit this on Wikidata
મૃત્યુ૩૦ ઓગસ્ટ ૧૯૭૧ Edit this on Wikidata

પ્રારંભિક જીવન ફેરફાર કરો

ઈસ્માઈલ વાલેરાનું મુળ વતન રાજકોટ તાલુકા નુ કોઠારીયા ગામ હતું.[૨] એમના પિતાજી કરીમભાઈ વાલેરા કોઠારીયા રજવાડા સમયમાં ત્યાં રાજ-ગાયક તરીકે કામ કરતા હતા.[૨] ઈસ્માઈલ વાલેરાનો જન્મ રાજકોટ તાલુકા ના કોઠારીયા ગામ માં તારીખ ૯-મે-૧૯૩૩ ને દિવસે થયો હતો. [૨]

કારકિર્દી અને કૌટુંબીક જીવન ફેરફાર કરો

ઈસ્માઈલ વાલેરાને બહુ નાની ઉમરે અમીરબાઈ કર્ણાટકીને એમનો અવાજ ખૂબ ગમી જવાથી તેમના તરફ થી પપી ઉપનામ મળેલું.[૨] તેમજ સુપ્રસિધ્ધ સિંગર મોહંમદરફી સાહેબે પણ તેમના અવાજ તેમજ ગાયકી ની તારીફ કરેલ,જુની પેઢીના અભિનેતા સ્વ.પૃથવીરાજકપુર પણ તેમની ગાયકી તેમજ અવાજ ના દીવાના હતા.વીસ વરસની ઉમરે એ રાજકોટ ગુજરાત સરકાર ના પીડબલ્યુડી વિભાગમાં હેડ મિકેનીક તરીકે નોકરી કરવા લાગ્યા હતા.[૨] એ પછી ૨૫ વરસની ઉમરે રાજકોટ આકાશવાણી કેન્દ્રની સ્વર પરીક્ષામાં ઉત્તિર્ણ થવાથી એ આકાશવાણીના સુગમ સંગીતના માન્ય કલાકાર બન્યા. [૨] એમણે મોરબીના રાજઘરાના ના વાલેરા-બ્રધર્સ તરીકે જાણીતા ગાયક બંધુઓ પાસે થી પણ ગાયકી વિષેની કેળવણી મેળવી હતી.[૨] એમના ત્રણ પુત્રો - દાઉદ, સલીમ અને નિઝામ - પણ સંગીત સાથે સંકળાયેલા છે.

અવસાન ફેરફાર કરો

૩૦ ઓગષ્ટ ૧૯૭૧ના દિવસે રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં ગણેશોત્સવની ઉજવણી માટે ભજનો ગાવા માટે તત્કાલીન ડીએસપી ઘાટગે સાહેબના આમંત્રણથી એ સ્ટેજ પર કાર્યક્રમ પીરસી રહ્યા હતા ત્યારે જ અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને પછી એમનું મૃત્યુ થયું.[૨]

બાહ્ય કડીઓ ફેરફાર કરો

ભજન ફેરફાર કરો

ગીતો ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. Jesal Toral, http://www.imdb.com/title/tt0213019/, retrieved ૫ એપ્રિલ ૨૦૧૮ 
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ૨.૭ રાજકોટ આકાશવાણી કેન્દ્રએ પ્રસારીત કરેલી લેખમાળા "પ્રસારણની પાંખે: અમારા સુગમ સંગીતના કલાકારો - મણકો ૧૦૯ - ઈસ્માઈલ વાલેરા" ના આધારે