ઉના તાલુકો
ઉના તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ઉના નગર આ તાલુકાનું મુખ્ય મથક છે. વિસ્તારની દ્રષ્ટિ એ ઉના ગુજરાતનો સૌથી મોટો તાલુકો છે.[સંદર્ભ આપો]
ઉના તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ગીર સોમનાથ |
મુખ્ય મથક | ઉના |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૩,૮૮,૪૭૭ |
• લિંગ પ્રમાણ | ૯૬૨ |
• સાક્ષરતા | ૬૮.૩૪% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
તાલુકામાંથી મછુન્દ્રી અને સીંગવડા નદીઓ વહે છે.
મહત્વના સ્થળો
ફેરફાર કરોઉના તાલુકામાં દ્રોણેશ્વર મહાદેવ નામનું સ્થળ આવેલું છે, જયા મહાદેવજીના લિંગ પર સતત જલાઘારા વહે છે. દેલવાડા ગામે શ્યામકુંડ તેમજ ગુપ્ત પ્રયાગની જગ્યા આવેલી છે. અહીં આવેલી જુમા મસ્જીદમાં ઝુલતા મીનારા આવેલા છે. તાલુકા મથક ઉનાથી ૧૨ કી.મી. દૂર આવેલા જામવાળા ગામમાં જમદગ્નિ ઋષીનો આશ્રમ આવેલો છે. તુલસીશ્યામ તાલુકા મથકથી ૩૦ કિ.મી.ના અંતરે આવેલું છે જ્યાં પ્રસિદ્ધ ગરમ પાણીના ઝરા આવેલા છે.
ઉના તાલુકાનાં ગામો
ફેરફાર કરોઉના તાલુકામાં વસ્તી વાળા ૧૩૨ ગામો[૨]અને જંગલ વિસ્તાર સહિત ૨૨૦ ગામો તથા નેસડાઓ છે. આ પૈકીના મોટાભાગના ગામોની યાદી નીચે આપેલી છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Una Taluka Population, Religion, Caste Junagadh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2018-01-15 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ જુલાઇ ૨૦૧૭.
- ↑ "ઉના તાલુકા પંચાયત". તાલુકા વિકાસ અધિકારી, ઉના તાલુકો. મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૬.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ઉના તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૭-૦૫-૧૧ ના રોજ વેબેક મશિન