ઊંડ નદી
ભારતની નદી
ઊંડ નદી (અથવા ઉન્ડ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલી એક મહત્વની નદી છે.
ઊંડ ઉન્ડ | |
---|---|
મકાજી મેઘપર ખાતે ઊંડ નદી | |
સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
વિસ્તાર | સૌરાષ્ટ્ર |
ભૌગોલિક લક્ષણો | |
નદીનું મુખ | |
• સ્થાન | કચ્છનો અખાત |
લંબાઇ | 80 km (50 mi) |
વિસ્તાર | ૧,૬૧૫ ચો.કિમી. |
સ્રાવ | |
⁃ સ્થાન | કચ્છનો અખાત |
⁃ મહત્તમ | ૧૪૧૦.૦૦ મી.ક્યુબિક/સેકન્ડ |
આ નદીનું ઉદ્ગમ સ્થાન કાલાવડ નજીક લોધિકા ટેકરીઓ પર આવેલું છે. ઊંડ નદી જોડિયા નજીક કચ્છના અખાતમાં દરિયાને મળી જાય છે. આ નદી લગભગ ૮૦ કિલોમીટર જેટલી લાંબી છે. આ નદી પર ઊંડ-૧ અને ઊંડ-૨ એમ બે સિંચાઇ યોજનાઓ બનાવવામાં આવેલી છે. બાવની નદી, ફુલઝર નદી અને માનવર નદી ઊંડ નદીની ઉપનદીઓ છે.[૧] આ નદીના કાંઠા ઉપરનાં ગામોમાં ચેકડેમો પણ બાંધવામાં આવ્યા છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "ઉન્ડ નદી". મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ 2017-05-14.
આ ગુજરાતની ભૂગોળ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |