ઉણ (તા. કાંકરેજ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
(ઊન (તા. કાંકરેજ) થી અહીં વાળેલું)

ઉણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કાંકરેજ તાલુકામાં આવેલું એક ગામ છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી તેમજ સાયન્સ-આર્ટસ-કોમર્સ કોલેજ જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઉણ
—  ગામ  —
 ઉણ 
ઉણનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°02′20″N 71°56′29″E / 24.0389°N 71.9415°E / 24.0389; 71.9415
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો કાંકરેજ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી

ઈતિહાસ ફેરફાર કરો

ઇ.સ. ૧૬૩૧ થી ઇ.સ. ૧૯૪૭ સુધી ઉણ સલામી વગરનું એક રજવાડું હતું, જેના શાસકો વાઘેલા વંશના રાજપુત હતા. તેમાં ૨૧ ગામોનો સમાવેશ થતો હતો.

ધાર્મિક સ્થળો ફેરફાર કરો

ગામમાં હિંગળાજ ભવાની મંદિર, ચામુંડા માતાજી મંદિર, બહુચરાજી મંદિર, રામજી મંદિર વગેરે મંદિરો આવેલા છે.