એકાનંશા (સંસ્કૃત: एकानंशा, Ekānaṁśā) એક હિન્દૂ દેવી છે, આર્ય છે. સંસ્કૃત ભાષામાં એકાનંશાનો અર્થ "અદ્વિતીય, પક્ષપાત રહિત " એવો થાય છે અને તે નામ નવા ચંદ્ર નું પણ છે.[૧] ભારતીય ધર્મશાસ્ત્ર અનુસાર, હરિવંશમાં એકાનંશા ને વિષ્ણુ ની શક્તિ ના રુપમાં દર્શાવવામાં આવી છે, તે નંદ ની પુત્રી તરીકે બાળ કૃષ્ણને કંસથી સુરક્ષિત કરવા માટે ઉતરી હોવાનું કહેવાય છે.[૨] હરિવંશ માં તે ઈન્દ્ર ની બહેન પણ કહેવાય છે, જેના કારણે તેમણે કૌશિકી તરીકે પણ ઓળખવામાં આવે છે. હરિવંશ(II.4.37-41) અનુસાર, વૃષ્ણીઓ દ્વારા તેમની પુજા-ઉપાસના કરાતી હતી.[૩] વાસુદેવ કૃષ્ણ, બલરામ અને તેમની બહેન એકનંશાને દર્શાવતા ઘણા "સગીરોના ત્રિપુટીઓ" મથુરા પ્રદેશમાં જોવા મળે છે, જે સામાન્ય યુગની શરૂઆતની સદીઓ સુધી શૈલીગત રીતે રજૂ કરવામાં આવ્યા છે.[૪]

વર્તમાન દિવસોમાં પશ્ચિમી ભારતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં વૃષ્ણીકુળ ના જાડેજા રાજપૂતો એકાનંશા ની ઉપાસના કરતા જોવા મળે છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. Hawley, John Stratton and Donna Marie Wolf (1986) (ed.) The Divine Consort: Rādhā and the Goddesses of India, Boston: Beacon Press, ISBN 0-8070-1303-X, p.372
  2. Hudson, Dennis (1986) Piņņai, Krishna's Cowherd Wife in John Stratton Hawley and Donna Marie Wolf ed. The Divine Consort: Rādhā and the Goddesses of India, Boston: Beacon Press, ISBN 0-8070-1303-X, p.256
  3. Bhattacharji, Sukumari (2000).The Indian Theogony: Brahmā, Viṣṇu and Śiva, New Delhi: Penguin, ISBN 0-14-029570-4, p.173
  4. Empty citation (મદદ)