એશા કંસારા

ભારતીય ટેલિવિઝન અભિનેત્રી, મોડેલ, ટેલિવિઝન પ્રસ્તુતકર્તા અને નૃત્યકાર

એશા કંસારા (જ. ૨૦ ઓગસ્ટ ૧૯૯૨) એક ભારતીય મોડલ, નૃત્યાંગના, ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી છે. તેણી એ ૨૦૧૧ માં ભારતીય ટેલિવિઝન હિન્દી ધારાવાહિક 'મુક્તિ બંધન' થી તેના અભિનય કારકિર્દી ની શરૂઆત કરી.

એશા કંસારા
જન્મની વિગત૨૦ ઓગષ્ટ ૧૯૯૨
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણ સંસ્થા
સક્રિય વર્ષો૨૦૧૦-હાલ
નોંધપાત્ર કાર્ય
  • મેડમ સર
  • ઝીંદગી મેરે ઘર આના
માતા-પિતારમેશભાઈ કંસારા (પિતા)

તેણી એ ૨૦૧૭ માં દુનિયાદારી[૧] ચિત્રપટ થી ગુજરાતી સિનેમા ક્ષેત્રે પદાર્પણ કર્યુ.

જીવન અને કારકિર્દી ફેરફાર કરો

એશા નો જન્મ અમદાવાદ, (ગુજરાત)માં થયો હતો. તે ૧૮ વર્ષની ઉંમરથી જ અભિનેત્રી બનવા માંગતી હતી. તેણીએ અમદાવાદની હિરામણી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. સાત વર્ષ સુધી તેણીએ ભરતનાટ્યમ ની તાલીમ લીધી હતી. એક મુલાકાતમાં તેણીએ જણાવ્યું હતું કે તે સમયે ઢોલીવુડ (ગુજરાતી સિનેમા)માં મર્યાદિત તકોએ તેણીને મુંબઈ જવા પ્રેરીત કરી. મુંબઈમાં તેણીએ મીઠીબાઈ કોલેજમાં કોમર્સનો અભ્યાસ કર્યો.

૨૦૦૯માં તેણીએ મિસ ગુજરાત બ્યુટી પેજન્ટમાં ભાગ લીધો હતો, અને તેમાં સેકન્ડ રનર અપ જાહેર કરવામાં આવી હતી.

૨૦૧૦માં તેણીએ ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ માં ભાગ લીધો હતો અને તે ભારતના ટોપ ૧૦૦માં ફાઇનલિસ્ટમાંની એક હતી.

તેણીએ ૨૦૧૧માં મુક્તિ બંધન ધારાવાહિકથી ટેલિવિઝન ક્ષેત્રે પદાર્પણ કર્યું. સ્ટાર પ્લસ પર ૨૦૧૩ની ધારાવાહિક એક નણંદ કી ખુશીઓ કી ચાબી... મેરી ભાભી માં કીટ્ટુનું પાત્ર ભજવ્યા પછી તેણી ઘરે-ઘરે જાણીતી થઈ ગઈ.

તેણીએ નાટકોમાં પણ અભિનય કર્યો છે. તેણી અને તેની સથી અભિનેત્રી દિક્ષા જોષી દ્વારા યુટ્યુબ ઉપર પ્રસારીત થયેલી શ્રેણી બેન-ટોક માં તેણી હોસ્ટ હતી.

૨૦૧૮માં તેણીને ટીવી પર અમદાવાદ ટાઈમ્સ ની ડિઝાયરેબલ વુમન તરીકે મત આપવામાં આવ્યો. તેણી હું,મારી વાઈફ ને આનો હસબન્ડ નામના ગુજરાતી ચિત્રપટમાં જોની લીવર અને વત્સલ શેઠ સાથે જોવા મળશે.

ટેલિવિઝન ફેરફાર કરો

વર્ષ ધારાવાહિક પાત્ર ભાષા નોંધ
૨૦૧૦ ડાન્સ ઇન્ડિયા ડાન્સ સ્પર્ધક હિન્દી ટોચના ૧૦૦ ફાઇનલિસ્ટ
૨૦૧૧ મુક્તિ બંધન દેવકી શાહ હિન્દી
૨૦૧૧ કિચન ચેમ્પિયન સ્પર્ધક હિન્દી
૨૦૧૩-૧૪ મેરી ભાભી કૃતિકા આનંદ શેરગીલ (કીટ્ટુ) હિન્દી
૨૦૧૯ માય નેમ ઈજ લખન રાધા હિન્દી
૨૦૨૦ મેડમ સર એસ.આઈ મિશ્રી પાંડે હિન્દી [૨]
૨૦૨૧-૨૨ ઝીંદગી મેરે ઘર આના અમૃતા સખુજા હિન્દી મુખ્ય ભૂમીકા

ચલચિત્રો ફેરફાર કરો

વર્ષ શીર્ષક પાત્ર ભાષા નોંધ
૨૦૧૭ દુનિયાદારી કવિતા ઝવેરી ગુજરાતી ગુજરાતી સિનેમામાં પદાર્પણ
૨૦૧૮ મિજાજ જાહ્નવી ગુજરાતી
૨૦૧૮ વાંઢા વિલાશ શિવાની ગુજરાતી
૨૦૧૮ મિડનાઇટ્સ વિથ મેનકા એશા ગુજરાતી
૨૦૨૨ પ્રેમ પ્રકરણ રીયા ગુજરાતી

સંદર્ભ ફેરફાર કરો

  1. "Duniyadaari Movie Review-Times Of India". The times of India. મેળવેલ ૨૦૧૭-૦૨-૧૭.
  2. "Esha Kansara roped in for SAB TV's Maddam Sir-TELLYCHAKKAR". Telechakkar. મેળવેલ 2020-07-28.

બાહ્ય કડીઓ ફેરફાર કરો