એ. એન. જાની

ભારતીય વિદ્વાન અને ઇન્ડોલોજીસ્ટ

અરુણોદય નટવરલાલ જાની (૨૦ નવેમ્બર ૧૯૨૧ - ૧૬ મે ૨૦૦૩), જેઓ એ. એન. જાની તરીકે જાણીતા હતા, ગુજરાતી અને સંસ્કૃત વિદ્વાન ભારતીય ઈતિહાસકાર હતા.

એ. એન. જાની
જન્મઅરુણોદય નટવરલાલ જાની
(1921-11-20)20 November 1921
બરોડા, બ્રિટિશ ભારત
મૃત્યુ16 May 2003(2003-05-16) (ઉંમર 81)
વ્યવસાયવિદ્વાન અને ભારતીય ઇતિહાસકાર
ભાષાગુજરાતી, અંગ્રેજી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એ., પીએચ.ડી.
નોંધપાત્ર સર્જનોઅ ક્રિટિકલ સ્ટડી ઓફ શ્રીહર્ષ નૈષધીયચરિતમ (૧૯૫૭)
નોંધપાત્ર પુરસ્કારોમહામહોપ્ધાયાય (૧૯૮૨)

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ૨૦ નવેમ્બર ૧૯૨૧ના રોજ બરોડામાં થયો હતો.[૧][૨] તેમણે ૧૯૪૬માં એમ.એ. પૂર્ણ કર્યું અને ૧૯૫૪માં બોમ્બે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. મેળવી. તેમણે નૈષધીયચરિત પર પોતાનો મહાનિબંધ લખ્યો હતો, જે ૧૨મી સદીના સંસ્કૃત કવિ શ્રીહર્ષ દ્વારા લખાયેલ મહાકાવ્ય છે. ૧૯૬૨માં, તેમણે એમ.એસ. યુનિવર્સિટીમાંથી જર્મનમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો, અને તે જ યુનિવર્સિટીમાંથી ૧૯૬૪માં ફ્રેન્ચમાં પ્રમાણપત્ર મેળવ્યું. તેમણે ૧૯૬૭–૧૯૮૦ દરમિયાન એમ.એસ. યુનિવર્સિટીમાં પ્રોફેસર અને પાછળથી સંસ્કૃત વિભાગના વડા તરીકે કામ કર્યું હતું. તેઓ ૧૯૭૫–૧૯૮૧ દરમિયાન ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, બરોડાના ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા. [૩]

તેમણે તેમના પ્રોફેસર જી. એચ. ભટ્ટ પાસેથી ભારતીય દર્શનની વિવિધ શાખાઓમાં રસ કેળવ્યો. તેમના નોંધપાત્ર વિદ્યાર્થીઓમાં એસ. એન. પેન્ડસેનો સમાવેશ થાય છે, જેમણે એ. એન. જાનીના માર્ગદર્શનમાં બી.એ.નો અભ્યાસ કર્યો હતો.[૩]

૧૬ મે ૨૦૦૩ના રોજ તેમનું અવસાન થયું.[૧] તેમના પુત્ર જયદેવ જાની કવિ હતા, જેમને રસરાજા તરીકે ઓળખવામાં આવે છે.[૪]

સર્જન ફેરફાર કરો

એ. એન. જાનીના પ્રકાશનોની પસંદિત સૂચિ: [૨][૩]

  • અ ક્રિટિકલ સ્ટડી ઓફ શ્રીહર્ષ નૈષધીયચરિતમ (૧૯૫૭)
  • કાલિકપુરાણ (૧૯૭૨) ( ગુજરાતી અનુવાદ સાથે સંપાદિત)
  • શ્રીહર્ષ (૧૯૯૬) (સંસ્કૃત કવિ શ્રીહર્ષના જીવન અને સર્જન પર)
  • સપ્તસતી (ગુજરાતી અનુવાદ સાથે સંપાદિત)

પુરસ્કારો ફેરફાર કરો

૧૯૮૨માં તેમને ભારત સરકાર દ્વારા મહામહોપધ્યાયના બિરુદથી નવાજવામાં આવ્યા હતા.[૨]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "Mm. Pro. Dr. Arunoday Natvarlal Jani". Journal of the Oriental Institute. Baroda: Oriental Institute. 50: 367. 2001. OCLC 1774243.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Dutt, Kartik Chandra, સંપાદક (1999). Who's who of Indian Writers, 1999: A-M. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 495. ISBN 978-81-260-0873-5.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Datta, B.; Sharma, U. C.; Vyas, Nitin J. (1983). Aruṇa-bhāratī: Professor A.N. Jani Felicitation Volume : Essays in Contemporary Indological Research. Baroda: Professor A.N. Jani Felicitation Volume Committee, Oriental Institute. પૃષ્ઠ xvii–xxviii. OCLC 13369078.
  4. Panda, Ravindra Kumar (2000). Studies in Sanskrit Śāstras. Delhi: Paramamitra Prakashan. પૃષ્ઠ 177. ISBN 978-81-85970-23-3.