ઓરછા (મધ્ય પ્રદેશ)

ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યનું એક શહેર

ઓરછાભારત દેશના મધ્યભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યના ટીકમગઢ જિલ્લામાં આવેલું એક શહેર છે, જે બુંદેલા રાજાઓના ઇતિહાસ સાથે જોડાયેલું છે.[૧] આ નગરની સ્થાપના મહારાજા રૂદ્ર પ્રતાપ સિંહ દ્વારા ઈ.સ. ૧૫૦૧ના વર્ષમાં કરવામાં આવી હતી. આ નગર બેતવા નદીને કિનારે, જિલ્લા મથક તિકમગઢથી ૮૦ કિલોમીટર દૂર, તેમ જ ઉત્તર પ્રદેશમાં આવેલ ઝાંસીથી ૧૫ કિલોમીટર અંતરે આવેલું છે.

જોવાલાયક સ્થળો ફેરફાર કરો

 
ઓરછાની રોયલ છતરીઓ
 
ઓરછાના મંદિરની બહાર એક સાધુ

અહીં આવેલ ઐતિહાસિક રાજમહેલ, ચતુર્ભુજ મંદિર, રાય પ્રવીણ મહેલ, જહાંગીર મહેલ, ફૂલ બાગ, સુન્દર મહેલ, છતરીઓ વગેરે જોવાલાયક સ્થળો છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. http://tikamgarh.nic.in/tour.htm#orcha ઓરછા : તિકમગઢ જિલ્લાના અધિકૃત વેબસાઇટ પર માહિતી