કર્નાલા પક્ષી અભયારણ્ય

કર્નાલા પક્ષી અભયારણ્ય મુંબઈની બહાર, રાયગડ જિલ્લાના પનવેલ તાલુકામાં આવેલું છે અને માથેરાન અને કરજતની નજીક છે. આ અભયારણ્ય ૧૨.૧૧ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું નાનું અભયારણ્ય છે. તુંગારેશ્વર અને સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન સિવાય આ એક મુંબઈમાં આવેલું અભયારણ્ય છે.

કર્નાલા પક્ષી અભયારણ્ય
આઈ.યુ.સી.એન. શ્રેણી ૨ (રાષ્ટ્રીય ઉદ્યાન)
કર્નાલા કિલ્લો, જેની આજુબાજુ અભયારણ્ય આવેલું છે
Map showing the location of કર્નાલા પક્ષી અભયારણ્ય
Map showing the location of કર્નાલા પક્ષી અભયારણ્ય
સ્થળપનવેલ તાલુકો, રાયગડ જિલ્લો, મહારાષ્ટ્ર, ભારત
નજીકનું શહેરમાથેરાન અને કરજત
અક્ષાંશ-રેખાંશ18°54′31″N 73°6′9″E / 18.90861°N 73.10250°E / 18.90861; 73.10250Coordinates: 18°54′31″N 73°6′9″E / 18.90861°N 73.10250°E / 18.90861; 73.10250
વિસ્તાર446 square kilometres (172 sq mi)
નિયામક સંસ્થામહારાષ્ટ્ર રાજ્ય વન વિભાગ

સ્થાન ફેરફાર કરો

આ અભયારણ્ય કર્નાલાના કિલ્લાની બાજુમાં અને મુંબઈ-પૂણે થી ગોઆ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગની નજીક આવેલું છે. નજીકનું રેલ્વે મથક પનવેલ છે, પનવેલથી ૧૨ કિ.મી દુર છે. પનવેલથી સવારે ૫ થી સાંજે ૮ ના સમય સુધી દર અડધો ક્લાકના અંતરે બસ સેવા ઉપલબ્ધ છે. આ અભયારણ્ય સવારથી સાંજ પ્રવાસીઓ માટે ખુલ્લુ હોય છે. અહીં નજીકમાં પ્રવાસીઓ માટે ઘણી હોટેલ છે. બે સરકારી આરામગૃહો અભયારણ્ય વિસ્તારની અંદર આવેલા છે.

માહિતી ફેરફાર કરો

આ પક્ષી અભયારણ્ય, મુંબઈના પક્ષી પ્રેમીઓમાં લોકપ્રિય છે. અહીં ૧૫૦ જાતિઓના પક્ષીઓ નિવાસ કરે છે અને ૩૭ જાતિના પક્ષીઓ સ્થળાંતર કરીને શિયાળામાં અભયારણ્યની મુલાકાત લે છે. ત્રણ દુર્લભ પક્ષીઓ, રાખોડી રાજાલાલ, ત્રણ-અંગુઢાવાળો કલકલીયો અને મલબાર ટ્રોગન અહીં જોવા મળ્યાં છે.

ચિત્રો ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો