કલન શાસ્ત્ર સતત થતા ફેરફારોની ગણના કરવા માટેની ગણિતની એક શાખા છે.

આઇઝેક ન્યૂટને ગતિના નિયમો અને ગુરુત્વાકર્ષણમાં કલન શાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો.
ગોટ્ટફ્રાઇડ વિલ્હેમ લાઇબ્નિત્ઝે સૌપ્રથમ કલનના સ્પષ્ટ નિયમો ઘડ્યા હતા.

આધુનિક કલન શાસ્ત્રની શોધ ૧૭મી સદીના પાછલા ભાગમાં સ્વતંત્ર રીતે આઇઝેક ન્યૂટન અને લાઇબ્નિત્ઝે કરી હતી.[][]

કલન શાસ્ત્રનો ઉપયોગ અત્યારે વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને ઇજનેરીની વિવિધ શાખાઓમાં થાય છે.

  1. Boyer, Carl B. (1959). The History of the Calculus and its Conceptual Development. New York: Dover. OCLC 643872.
  2. Bardi, Jason Socrates (2006). The Calculus Wars : Newton, Leibniz, and the Greatest Mathematical Clash of All Time. New York: Thunder's Mouth Press. ISBN 1-56025-706-7.