કલેશ્વરી સ્મારક સમુહ
કલેશ્વરી સ્મારક સમુહ ગુજરાત રાજ્યના મહિસાગર જિલ્લાના લવાણા ગામ (ખાનપુર તાલુકો) નજીક આવેલું પૌરાણિક સ્થળ છે. કલેશ્વરીની નાળ તરીકે પ્રખ્યાત આ સ્થળ જિલ્લા મુખ્યાલય લુણાવાડા નજીક હિડંબા વનમાં ઝરણા નજીક આવેલું છે. આ સ્થાપત્યસમૂહમાં અદ્ભૂત કોતરણીવાળા મંદિરના ખંડેરો, બે વાવ, એક કુંડ, શૃંગારીક શિલ્પો તથા દેવી-દેવતાઓની અસ્તવ્યસ્ત વિખરાયેલી મુર્તિઓનો સમાવેશ થાય છે. ખંડેરો તળેટી અને ટેકરી પર આવેલા છે. તેનું નિર્માણ ૧૦મી અને ૧૬મી સદીની વચ્ચે કરવામાં આવ્યું હતું. ૧૮મી સદી બાદ કેટલાક સ્મારકોનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. આ પૌરાણિક સ્થાપત્યોને રાજ્ય સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યાં છે.[૧][૨][૩]

- મુખ્ય દરવાજો
- વહુની વાવ
- સાસુની વાવ
- ઘુમ્મટવાળું મંદિર
- કલેશ્વરી માતાનું મંદિર
- કુંડ
- કૂવો
- કૂવો
- શિલ્પ ગેલેરી
- શિકાર મઢી
- ડુંગરની ટોચ તરફ દોરી જતી સીડી
- ભીમ ચોરી
- અર્જુન ચોરી
- હેડંબા મંદિર
- ચેક ડેમ
- જળ પ્રવાહ
- સ્મશાન ભૂમિ
ઇતિહાસ
ફેરફાર કરોઆ સ્થળે લવણેશ્વરી તરીકે ઓળખાતી પ્રાચીન વસાહત હતી જે આજે પણ લવાણા તરીકે ઓળખાય છે. આ સ્થળ એક ઝરણાની નજીક આવેલું છે, જે હવે ચેકડેમ અપ સ્ટ્રીમ છે. પરંપરાગત રીતે આ સ્થળો મહાભારતના પાત્રો સાથે સંકળાયેલા છે. શિવ મંદિરની સ્થાપના ૧૦મી સદીમાં 'મુળપ્રાસાદ' અને 'સભામંડપ'થી કરવામાં આવી હતી. બાદમાં મંદિર ખંડેરમાં ફેરવાઈ ગયું હતું. ૧૧મી કે ૧૨મી સદીમાં 'કુંડ' (જળાશય)નું નિર્માણ કરવામાં આવ્યું હતું. વાવનું નિર્માણ ૧૪મીથી ૧૫મી સદીમાં કરવામાં આવ્યું હતું. આજ સમયગાળા દરમિયાન ભીમ ચૌરીનું નિર્માણ થયું. અર્જુન ચૌરી અને હિડિમ્બા મંદિરનું નિર્માણ નજીકની પહાડી પર ૧૫મીથી ૧૬મી સદીમાં કરવામાં આવ્યું હતું. આ બધાં મંદિરો હાલ ખંડેર હાલતમાં છે.[૨][૪][૫][૬]
કહેવાય છે કે લુણાવાડા રાજ્યના રાજકુમાર માલા રાણાએ ૧૫૪૯માં તેનું પુનઃસ્થાપન કર્યું હતું, પરંતુ શિલાલેખ જર્જરિત થઈ ગયો છે. ગર્ભગૃહનું કદ ઘટાડી તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું જે હવે ઘુમ્મટવાળા મંદિર તરીકે ઓળખાય છે. સભામંડપનું પુનઃનિર્માણ કરીને મંદિર બનાવવામાં આવ્યું છે, જે કલેશ્વરી માતાના મંદિર તરીકે ઓળખાય છે. શિકાર મઢીનું નિર્માણ ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં પ્રાચીન ઇમારતોના ખંડેરોમાંથી વખતસિંહે કર્યું હતું.[૨][૪][૫][૬]
આ ખંડેરોને રાજ્યના પુરાતત્વ વિભાગ દ્વારા ૨૦૦૦ના દાયકામાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા અને તેને પ્રવાસન સ્થળ તરીકે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.[૨][૬]
સ્મારકો
ફેરફાર કરોઆ સ્થાપત્યસમૂહમાં અદ્ભૂત કોતરણીવાળા મંદિરના ખંડેરો, બે વાવ, એક કુંડ, શૃંગારિક શિલ્પો તથા દેવી-દેવતાઓની અસ્તવ્યસ્ત વિખરાયેલી મુર્તિઓનો સમાવેશ થાય છે.[૨][૩][૬][૭]
મંદિરો
ફેરફાર કરોઘુમ્મટવાળું મંદિર ૧૦મી સદીના મૂળ મંદિરની મૂર્તિઓ અને સ્તંભોમાંથી પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે.[૨] મૂળ મંદિરનું નિર્માણ ઉત્તર ભારતીય મંદિર સ્થાપત્યની મહા-ગુર્જરા શૈલીમાં કરવામાં આવ્યું હતું, જેના શિલ્પોમાં દ્રવિડ શૈલીનો પ્રભાવ જોવા મળતો હતો. પુનઃસ્થાપિત થયેલું મંદિર મૂળ મંદિરના ગર્ભગૃહનું પુનઃનિર્માણ કરીને ઓછા કદમાં બાંધવામાં આવ્યું છે, જેને આંશિક રીતે 'આધારશિલા' ઓળખી શકાય છે.[૫]
કુંડ
ફેરફાર કરોહેડંબા કુંડ તરીકે ઓળખાતો કુંડ ૨૨ મીટરના સમચોરસ ઘેરાવામાં આવેલો છે. આ કુંડ લગભગ ૧૧મી કે ૧૨મી સદીમાં લેટ્રેઈટ પ્રકારના રેતીના પથ્થરો દ્વારા બાંધવામાં આવ્યો હોવાનું મનાય છે. આ કુંડની પ્રત્યેક બાજુની ધાર પર કાટખુણે ઉતરતા ક્રમમાં પાંચ પગથીયાં છે જે કુંડના નીચલા સ્તર તરફ લઈ જાય છે. કુંડની અંદરની તરફ દરેક દિવાલની મધ્યમાં વિશિષ્ટ પ્રકારની એક જ પથ્થરમાંથી કોતરાયેલી તથા વિશિષ્ઠ અંગભંગીમાઓ ધરાવતી મુર્તિઓ છે. આ બધામાં શેષશયી વિષ્ણુ, ભગવાન શિવની અને સ્થાનિક લોકનૃત્ય સમુહની પ્રતિમાઓ ખાસ ધ્યાન દોરે છે. પરંપરાગત રીતે આ કુંડનું પાણી ધાર્મિક વિધિવિધાન અને તેને લગતા સ્નાન માટે જ વપરાતું, પીવા નહીં.
વાવ
ફેરફાર કરોઅહીં પ્રાંગણમાં પ્રવેશતા જ થોડાં અંતરે બે વાવ છે જે સાસુની વાવ અને વહુની વાવ તરીકે જાણીતી છે. આ વાવની બાંધકામ શૈલી રાણકી વાવની બાંધકામ શૈલીને મળતી આવે છે. સરસ બાંધકામ સાથે આ વાવના દરેક માળ પર ડાબી અને જમણી બાજુએ પૌરાણિક તથા શૃંગારિક પ્રકારનાં શિલ્પો જોવા મળે છે.
સંસ્કૃતિ
ફેરફાર કરોમહાશિવરાત્રી અને જન્માષ્ટમી પર વાર્ષિક આદિવાસી મેળાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં ઘણા લોકો અને કલાકારો ભાગ લે છે. ગુજરાત અને અન્ય સ્થળોથી કલાકારો દ્વારા પરંપરાગત અને આદિવાસી નૃત્યો તથા લોકસંગીત રજૂ કરવામાં આવે છે.[૧][૬][૮][૯][૧૦]
આ મેળાનો ઉલ્લેખ પન્નાલાલ પટેલની નવલકથા મળેલા જીવમાં કરવામાં આવ્યો છે. ગુજરાતી ફિલ્મ માનવીની ભવાઇના કેટલાક દ્રશ્યો અહીં શૂટ કરવામાં આવ્યા હતા.[૩]
ઐતિહાસિક મહત્વ
ફેરફાર કરોકલેશ્વરી સ્મારક સમુહમાં કુલ નવ સ્મારકો રાજ્ય પુરાતત્વ વિભાગ દ્વારા રાજ્ય સંરક્ષિત સ્મારક તરીકે જાહેર કરાયાં છે જેની જાળવણી અને સંભાળ ગુજરાત રાજ્યનો પુરાતત્વ વિભાગ કરે છે.
સંરક્ષિત સ્મારક ક્રમાંક. | નામ | અન્ય નામ | ભૌગોલિક સ્થાન |
---|---|---|---|
S-GJ-૨૩૪ | અર્જુન ચોરી | શિવ મંદિર | 23°19′20″N 73°35′07″E / 23.322187°N 73.585347°E |
S-GJ-૨૩૫ | કુંડ | હેડંબા કુંડ | 23°19′16″N 73°34′57″E / 23.321049°N 73.582539°E |
S-GJ-૨૩૬ | ત્રણ દરવાજાવાળું મંદિર | હેડંબા મંદિર | 23°19′20″N 73°35′08″E / 23.322295°N 73.585460°E |
S-GJ-૨૩૭ | પૌરાણિક શિવ મંદિર | ઘુંમટવાળું મંદિર | 23°19′17″N 73°34′57″E / 23.321372°N 73.582523°E |
S-GJ-૨૩૮ | ભીમ ચોરી | શિવ મંદિર | 23°19′18″N 73°35′06″E / 23.321639°N 73.585071°E |
S-GJ-૨૩૯ | વહુની વાવ | 23°19′18″N 73°34′55″E / 23.321792°N 73.581871°E | |
S-GJ-૨૪૦ | શિકાર મઢી | 23°19′17″N 73°34′59″E / 23.321269°N 73.583031°E | |
S-GJ-૨૪૧ | શિલાલેખ વાળું મંદિર | કલેશ્વરી માતાનું મંદિર | 23°19′17″N 73°34′57″E / 23.321500°N 73.582467°E |
S-GJ-૨૪૨ | સાસુની વાવ | 23°19′16″N 73°34′55″E / 23.321235°N 73.581879°E |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "ખાનપુરમાં પરંપરાગત કલેશ્વરી મહા શિવરાત્રીનો મેળો ભરાયો". divyabhaskar. 19 February 2015. મેળવેલ 25 September 2016.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ Bose, Raja (19 December 2001). "Kaleswari sites set to be next tourist hot spot in state". The Times of India. મેળવેલ 24 September 2016.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ ૩.૦ ૩.૧ ૩.૨ "ખાનપુરના કલેશ્વરી ખાતે ગોકુળ આઠમનો ભવ્ય મેળો". divyabhaskar. 24 August 2016. મેળવેલ 25 September 2016.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ ૪.૦ ૪.૧ Vyas, Khushboo (25 April 2015). "Kaleshwari Stepwells Analysis". Coroflot. મેળવેલ 25 September 2016.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ ૫.૦ ૫.૧ ૫.૨ ઢાંકી, મધુસૂદન; ગૌદાની, એચ. આર. (June 1969). "Sculptures from Kaleshwari-Ni Nal". Journal of the Oriental Institute. XVIII. મેળવેલ 24 September 2016.
{{cite journal}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ ૬.૪ "પ્રાચીન શિલ્પ સ્થાપત્ય શૈલીની ઝાંખી કરાવતું કલેશ્વરી ધામ- ગુર્જરી.નેટ". gurjari.net. મેળવેલ 25 September 2016.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ Government of Gujarat (1972). Gujarat State Gazetteers: Panchmahals. Directorate of Government Print., Stationery and Publications, Gujarat State. pp. 92, 789.
- ↑ "ખાનપુર તાલુકાના કલેશ્વરી ખાતે ગોકુળ આઠમનો મેળો ભરાશે". Sandesh. 23 August 2016. મેળવેલ 25 September 2016.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ Nandita Bhardwaj; Tirna Ray; Smita Mishra Chaturvedi (1 January 2004). Storytellers @ Work. Katha. p. 45. ISBN 978-81-89020-01-9.
{{cite book}}
: Check date values in:|date=
(મદદ) - ↑ Johnston, Caleb; Bajrange, Dakxin (2014-03-01). "Street Theatre as Democratic Politics in Ahmedabad" (PDF). Antipode (અંગ્રેજીમાં). 46 (2): 455–476. doi:10.1111/anti.12053. ISSN 1467-8330.
{{cite journal}}
: Check date values in:|date=
(મદદ)