કાનમેર (તા.રાપર)
કાનમેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામાં આવેલું ગામ અને સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે સબંધિત એક પુરાતત્વીય સ્થળ છે.[૧][૨] કાનમેર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
કાનમેર | |||
— ગામ — | |||
અક્ષાંશ-રેખાંશ | 23°24′35″N 70°51′52″E / 23.409795°N 70.864413°E | ||
દેશ | ![]() | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
તાલુકો | રાપર | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
ઉત્ખનન
ફેરફાર કરો૨૦૦૬ના વર્ષ દરમિયાન કાનમેરમાં ભારત અને જાપાન બંને દેશોએ સંયુક્ત ઉત્ખનન હાથ ધર્યું હતું, જેમાં રાજસ્થાન સ્ટડીઝ, RIHN, JRN રાજસ્થાન વિદ્યાપીઠ, પુરાતત્વ વિભાગ ગુજરાત અને જાપાનના સભ્યોનો સમાવેશ થતો હતો. ૨૦૦૮માં વાય.એ.રાવલે સિંધુ સભ્યતાના કુંભારી કામના ઉત્તમ નમૂનાઓ ની શોધ કરી હતી. [૩]
સ્થાપત્ય
ફેરફાર કરોઆ સ્થળ નાનું હોવા છતાં કિલ્લેબંધ કરેલું હતું, એનું કારણ કદાચ તે સિંધ અને સૌરાષ્ટ્ર વચ્ચેના વેપાર માર્ગની વચ્ચે હોવાનું હોઇ શકે છે.[૩]
તારણો
ફેરફાર કરોઆ સ્થળ પરથી મળેલી ચીનાઇ માટીની વસ્તુઓ વિકસેલી હડપ્પા સંસ્કૃતિનું સૂચન કરે છે.[૩] સિંધુ લિપી ધરાવતી, મધ્યમાં છિદ્ર ધરાવતી હોય એવી ત્રણ મુદ્રાઓ અહીંથી મળી છે.[૪] મોટી સંખ્યામાં મણકા નિર્માણની વસ્તુઓ મળી છે, જેમાં ૧૫૦ પથ્થરની માળાઓ, ૧૬૦ છિદ્ર પાડવાના સાધનો, ૪૩૩ માટીની (faience) માળાઓ અને ૨૦,૦૦૦ સફેદ પત્થરની માળાઓ અહીં મળી છે, જે આ સ્થળનું ઔદ્યોગિક મહત્વ દર્શાવે છે. અહીંથી ૨૦ કિમી દૂર અકીકની ખાણ પણ મળી છે.[૫]
મહત્વ
ફેરફાર કરોમાટીની મુદ્રાઓ પર રહેલી આકૃતિઓ મોહેં-જો-દડો સાથે સમાનતા ધરાવે છે, જે સૂચવે છે કે કાનમેર હડપ્પા અને મોહેં-જો-દડો જેવા મોટા વેપાર કેન્દ્રો સાથે જોડાયેલું હતું.[૫]
ધાર્મિક સ્થળો
ફેરફાર કરોગામમાં જીવણી સતી માનું મંદિર આવેલું છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Pokharia, Anil K.; Kharakwal, Jeewan Singh; Rawat, R. S.; Osada, Toshiki; Nautiyal, C. M.; Srivastava, Alka (૨૫ જૂન ૨૦૧૧). "Archaeobotany and archaeology at Kanmer, a Harappan site in Kachchh, Gujarat: evidence for adaptation in response to climatic variability" (PDF). Current Science, Vol. 100, No. 12. મેળવેલ ૨૫ ઓક્ટોબર ૨૦૧૧.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "Archaeobotany and archaeology at Kanmer, a Harappan site in Kachchh, Gujarat: Evidence for adaptation in response to climatic variability (PDF Download Available)". ResearchGate (અંગ્રેજીમાં). મેળવેલ ૧૭ મે ૨૦૧૭.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ ૩.૦ ૩.૧ ૩.૨ Osada, Toshiki (Ed.) (૨૦૦૬). Indus civilization : Text and Context (Revised and enlarged આવૃત્તિ). New Delhi: Manohar Publisher. pp. ૯–૧૧. ISBN 9788173046827. મેળવેલ ૧૧ જુલાઇ ૨૦૧૨.
{{cite book}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "Ancient Indus Passports?". www.harappa.com (અંગ્રેજીમાં). મેળવેલ ૧૦ જૂન ૨૦૧૭.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ ૫.૦ ૫.૧ Agrawal, D. P.; Kharakwal, J. S.; Rawat, Y. S.; Osada, T.; Goyal, Pankaj. "Redefining the Harappan Hinterland". Antiquity.ac.uk. મેળવેલ ૧૦ જુલાઇ ૨૦૧૨.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ)
પૂરક વાચન
ફેરફાર કરો- KHARAKWAL, J.S., Y.S. RAWAT & T. OSADA.(૨૦૦૮) Preliminary observations on the excavation at Kanmer, Kachchh, India, in T. Osada & A. Uesugi (ed.) Linguistics, Archaeology and the Human past (Research Institute for Humanity and Nature, Occasional Paper 5): ૫-૨૪. Kyoto: Research Institute for Humanity and Nature.