કાબર

માનવ વસાહતોમાં જોવા મળતું એક પક્ષી

કાબર એ સામાન્ય રીતે માનવ વસાહતોમાં જોવા મળતું એક પક્ષી છે.

કાબર
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordate
Class: bird
Order: Passeriformes
Family: Sturnidae
Genus: 'Acridotheres'
Species: ''A. tristis''
દ્વિનામી નામ
Acridotheres tristis
(Carolus Linnaeus, 1766)

કદ અને દેખાવ ફેરફાર કરો

કાબરનું કદ ૨૫ સે. મી. અને માથું, ગરદન અને ઉપલી છાતી પર કાળો રંગ હોય છે. બાકીના શરીરનો રંગ કથ્થઇ, જે પીઠ પર વધારે ઘેરો અને પેટાળમાં ઝાંખો હોય છે. કાબરની પૂંછડી પાસે પેટાળમાં સફેદ હોય છે. તેની ગોળાકાર પૂંછ્ડી કાળી અને છેડા પાસે સફેદ હોય છે. કાબરની આંખો રાતી કથ્થઇ, ચાંચ અને નરમ બોળીયાં જે આંખ નીચે અને પાછળ આવે છે, તેનો રંગ પીળો અને પગ પણ પીળા હોય છે. નર અને માદાનો દેખાવ એટલો સમાન હોય છે કે તેને અલગ-અલગ વરતવામાં મુશ્કેલી પડે છે.

વિસ્તાર ફેરફાર કરો

આ પક્ષી ગુજરાત તથા ભારતમાં બધાં જ સ્થળો પર ખુલ્લા વગડામાં, ખેતરોમાં તથા માનવ વસાહતોની નજીક જોવા મળે છે. દક્ષિણપૂર્વ એશિયા, મધ્યપૂર્વ, દ.આફ્રીકા, ઇઝરાયેલ, ઉ.અમેરીકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને હવાઇ સહીતના દરીયાઇ ટાપૂઓ પર પણ આ પક્ષી જોવા મળે છે.

માળો ફેરફાર કરો

તેની માળા બાંધવાની ઋતુ એપ્રિલ મહિના થી ઓગસ્ટ મહિના સુધીની હોય છે. તે વૃક્ષો, દીવાલો કે કૂવાની બખોલમાં માળા બાંધે છે. માળામાં તે મૂળ, ડાળખીઓ અને માનવ સર્જીત પદાર્થો જેવા કે દોરા, કાગળ, પ્લાસ્ટિક વગેરેનો ઉપયોગ કરે છે. તે ૪ થી ૬ ચળકતા વાદળી રંગના ઈંડા મૂકે છે. નર અને માદા ઈંડા સેવવાથી લઈ બચ્ચાં ઉછેરવા સુધીની પ્રક્રિયા સાથે મળીને કરે છે.

ખોરાક ફેરફાર કરો

કાબર સર્વભક્ષી પક્ષી છે. તે અનાજ, ફળ, જીવાત તથા માનવ વસાહતો પાસે વધ્યુંઘટ્યું એંઠવાડ પણ ખાય છે. તે ઘાસીયા મેદાનોમાંથી વિણી વિણીને જીવાત તથા ઘાસીયા જીવડાં પણ ખાય છે.

અવાજ ફેરફાર કરો

કાબરનો કર્કશ અવાજ હોય છે, સાપ કે તેવું જોખમ જોતાં ભયસૂચક બોલી બોલે છે, જેને દેશી ભાષામાં ચડાવો કહે છે, જેનાથી અન્ય પક્ષીઓ તથા માણસો પણ સાવધાન થઇ જાય છે. જો કે આ પક્ષી અન્યની બોલીની નકલ બહુ જ સારી રીતે કરી જાણે છે.

ફોટો ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો