કિબ્બર (હિમાચલ પ્રદેશ)

ભારતનું ગામ

કિબ્બરભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના લાહૌલ અને સ્પીતી જિલ્લામાં આવેલું એક ગામ છે, જે દુર્ગમ શીત રણ વિસ્તારમાં સમુદ્ર સપાટી થી ૪,૮૫૦ મીટર જેટલી ઊંચાઇ પર આવેલું છે. અહિં કેટલાક બૌદ્ધ મઠ આવેલ છે[૧]. આ ઉપરાંત અહીં ૨,૨૨૦ ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવતું કિબ્બર વન્યજીવ અભયારણ્ય પણ આવેલ છે, જેની ઘોષણા ઈ. સ. ૧૯૯૨ના વર્ષમાં કરવામાં આવી હતી.[૨].

કિબ્બર ગામ, હિમાચલ પ્રદેશ

કિબ્બર ગામ પહોંચવા માટે મનાલી થી રોહતાંગ ઘાટ પસાર કરી ગોમ્ફુ જવાય છે. અહીંથી કુંજુમ ઘાટ પસાર કરી સ્પીતી નદીના ખીણપ્રદેશમાં પહોંચી શકાય છે. ત્યાં આવેલા લોસર ગામ થી કાઝા (અંગ્રેજી:Kaza) અને ત્યાંથી ૨૦ કિલોમીટર જેટલા અંતરે આ ગામ આવેલું છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. "The Tibetan Buddhist Monasteries of the Spiti Valley".
  2. http://hpforest.nic.in/files/KibberWildLifeSanctuary_A1b.pdf

બાહ્ય કડીઓ ફેરફાર કરો