કુંભારિયા જૈન મંદિરો ભારત દેશના ગુજરાત બનાસકાંઠા જિલ્લાના કુંભારિયામાં પાંચ શ્વેતાંબર જૈન મંદિરોનો સમૂહ છે. ચાલુક્ય વંશના શાસન દરમિયાન ૧૦૬૨ થી ૧૨૩૧ સુધી તેમનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું, તેઓ તેમના વિસ્તૃત સ્થાપત્ય માટે જાણીતા છે.

કુંભારિયા જૈન મંદિરો
મહાવીર દેરાસરનો અંદરનો ભાગ
મહાવીર દેરાસરનો અંદરનો ભાગ
ધર્મ
જોડાણજૈન ધર્મ
દેવી-દેવતામહાવીર, પાર્શ્વનાથ, શાંતિનાથ, નેમિનાથ & સંભવનાથ
તહેવારોમહાવીર જયંતી
સંચાલન સમિતિઆણંદજી કલ્યાણજી ટ્રસ્ટ
સ્થાન
સ્થાનકુંભારીયા, ગુજરાત
અક્ષાંશ-રેખાંશ24°19′27″N 72°51′46″E / 24.32417°N 72.86278°E / 24.32417; 72.86278Coordinates: 24°19′27″N 72°51′46″E / 24.32417°N 72.86278°E / 24.32417; 72.86278
સ્થાપત્ય
સ્થાપત્ય શૈલીમારુ-ગુર્જર સ્થાપત્ય શૈલિ
નિર્માણકારભીમદેવ સોલંકી, કર્ણદેવ સોલંકી અને સિદ્ધરાજ જયસિંહ
સ્થાપના તારીખ૧૦૬૨–૧૨૩૧
મંદિરો

ઇતિહાસ ફેરફાર કરો

કુંભારિયા, ચૌલુક્ય વંશના સમયગાળા દરમ્યાન સૌથી મહત્વપૂર્ણ જૈન કેન્દ્રોમાંનું એક હતું.[૧] એવું કહેવામાં આવે છે કે આ પ્રદેશમાં એક સમયે ૩૬૦ મંદિરો અસ્તિત્વમાં હતા પરંતુ જ્વાળામુખીને કારણે સૌ નાશ પામ્યા અને હવે ફક્ત પાંચ જ રહ્યા છે.[૨] આ પાંચ જૈન મંદિરોનું નિર્માણ ૧૦૬૨ થી ૧૨૩૧ સુધી કરવામાં આવ્યું: [૩]

  • મહાવીર મંદિર ૧૦૬૨ માં બંધાવવામાં આવ્યું હતું. આ પ્રાચીન જૈન મંદિર છે.
  • શાંતિનાથ મંદિરનું નિર્માણ ૧૦૮૨ માં થયું હતું.
  • પાર્શ્વનાથ મંદિર ૧૦૯૪ માં સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાવવામાં આવ્યું હતું.
  • નેમિનાથ મંદિર જયસિંહ સિદ્ધરાજના શાસન દરમિયાન બંધાવવામાં આવ્યું હતું.
  • સંભવનાથ મંદિર ૧૨૩૧ માં બંધાવવામાં આવ્યું હતું.

અલબત્ જ્વાળામુખી દ્વારા કોઈ પણ મંદિરોનો નાશ થવાની શક્યાતા ઓછી છે કારણ કે ભારતમાં આંદામાન ટાપુઓ સિવાય ૫૦૦ હજાર વર્ષથી સક્રિય જ્વાળામુખીનો કોઈ પુરાવો નથી. ભારતમાં ભૂકંપ પ્રવૃત્તિ જોકે નોંધપાત્ર છે અને તે આવા મંદિરોના વિનાશ માટે જવાબદાર હોઈ શકે છે.

સ્થાપત્ય ફેરફાર કરો

કુંભારિયા જૈન મંદિરો તેમના વિસ્તૃત સ્થાપત્ય માટે પ્રખ્યાત છે.[૪] [૫] દેલવાડા મંદિરો, ગિરનાર જૈન મંદિરો અને તારંગા જૈન મંદિરની સાથે, તેમને ચાલુક્ય સ્થાપત્યના ઉત્તમ ઉદાહરણો માનવામાં આવે છે.[૬] કુંભારિયા જૈન મંદિર સંકુલમાં આવેલા મહાવીર, શાંતિનાથ અને પાર્શ્વનાથ મંદિરો ભારતના કેટલાક પ્રખ્યાત જૈન મંદિરોમાં સ્થાન ધરાવે છે.[૭] આ પાંચ આરસના મંદિરો કદ, છબી કોતરણી અને સ્થાપત્ય વિગતમાં અલગ અલગ છે, દરેકની પોતાની લાક્ષણિકતાઓ છે.[૧] દરેક મંદિર વિસ્તૃત આંગણા સાથે રક્ષણાત્મક દિવાલોથી ઘેરાયેલું છે.[૮]

મહાવીર મંદિર ફેરફાર કરો

 
મહાવીર મંદિરમાં પુષ્પાકારી છત

મહાવીર મંદિર, જેને આરાસણ સમગચ્છિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે જૈન ધર્મનો એક ગચ્છ છે આ શબ્દ આરસ પરથી ઉતરી આવ્યો છે. [૯] [૬] આ મંદિરની આરસની છત બાહુબલીના જીવનના દ્રશ્યો દર્શાવે છે. ઉપલી તક્તીમાં બાહુબલી અને ભરત ચક્રવર્તીન વચ્ચેના યુદ્ધનું ચિત્રણ છે, જેમાં બંને સૈન્યના ઘોડાઓ, હાથીઓ અને સૈનિકો દર્શાવાયા છે. નીચલી તક્તી બે ભાઈઓ વચ્ચે દ્વંદ્વ યુદ્ધ દર્શાવે છે. મધ્ય તક્તીમાં ધ્યાનસ્થ બાહુબલી તરફ આવતા ભરત અને તેની પત્ની દર્શાવાયા છે. [૧૦] એક અન્ય છત તેમના માતાપિતા સાથે ભૂતકાળ અને ભવિષ્યના તીર્થંકર દર્શાવે છે.[૧૧] મંદિરના મંડપની ટોચમાં બહુ સ્તરીય સમવસરણનું ચિત્રણ છે. [૧૨]

શાંતિનાથ મંદિર ફેરફાર કરો

શાંતિનાથ મંદિર મહાવીર મંદિર જેવું જ છે. [૩] શિલાલેખો અનુસાર, શાંતિનાથ મંદિર મૂળ ઋષાભનાથને સમર્પિત હતું. [૧૩] આ મંદિરમાં અષ્ટાપદનું ૧૨૧૦ની તારીખનું એક મહત્વપૂર્ણ ચિહ્ન છે. અષ્ટાપદની મૂર્તિ એક હીરાની આકારની વેદી છે જે ૨૪ તીર્થંકરોની મૂર્તિઓ સાથેના પર્વતને દર્શાવે છે જેમનું બે સ્તરો પર, ચારેય મુખ્ય દિશાઓ તરફ મુખ કરેલું છે. ચિહ્નની ટોચ પર ઋષભનાથની સમવશરણી ચૌમુખી મૂર્તિ દર્શાવવામાં આવી છે. [૧૪]

પાર્શ્વનાથ મંદિર ફેરફાર કરો

પાર્શ્વનાથ મંદિરની છત કોતરણી ધરાવે છે જેમાં વિમલ વસહી મંદિરની જેમ પાર્શ્વનાથ નાગેશ્રની ફેણ નીચે બેઠેલા છે. [૬] અજિતનાથ મંદિરની પથ્થરની બેઠક પર હાથીનું પ્રતીક છે. મંદિરમાં ઉચ્ચ સ્થાને નવ દેવ-કુલિકાની કૃતિઓ છે. તોરણ - સ્તંભની કોતરણીમાં વિદ્યાદેવી, અપરૈચક્ર, પુરુષદત્ત , મહાકાલિ, વજ્રશંખ, વજ્રંકુષ, અને રોહીણી ની મૂર્તિઓ છે. [૩] [૧૧] મંદિરમાં સર્વનાહ અને અંબિકાની મૂર્તિઓની સાશન-દેવતા તરીકે સ્થાપના કરવામાં આવી છે. [૧૧]

નેમિનાથ મંદિર ફેરફાર કરો

નેમિનાથ મંદિરના સ્તંભો વિમલ વસાહીની જેમ સુશોભિત રીતે કોતરવામાં આવ્યા છે. [૩] આ મંદિરમાં હિન્દુ દેવ ગણેશની એક મૂર્તિ છે જે લુણા વસાહી અને રણકપુર જૈન મંદિર સમાન છે. [૬] મંદિરમાં અપરાચક્ર, વજ્રશૃંખલા, સર્વસ્ત્ર-મહાજ્વલા, રોહિણી અને વૈરોત્ય, જેવી વિદ્યા-દેવીઓની લઘુ કોતરણી કરવામાં આવી છે, પશ્ચિમ ભારતમાં ૧૧ મી અને ૧૨ મી સદી દરમિયાન આ મૂર્તિઓ પ્રખ્યાત હતી. [૧૧] એક શિલાલેખ મુજબ, મુનિસુવ્રત બિમ્બની સ્થાપના ઈ. સ. ૧૨૮૧ ( વી. સં. ૧૩૩૮) માં થઈ હતી. [૧૧]

સંભવનાથ મંદિર ફેરફાર કરો

સંભવનાથ મંદિર એક નાનું મંદિર છે જે ચાલુક્ય સ્થાપત્યનું વિશિષ્ટ ઉદાહરણ છે. [૩] મહાવીર મંદિરમાં એક શિલાલેખ મુજબ, આ મૂર્તિને "પાહિની" દ્વારા ૧૦૮૫ માં ભેટ આપવામાં આવી હતી અને આ મંદિર મૂળ શાંતિનાથને સમર્પિત હતું.[૧૩] મંદિરની મૂળ મૂર્તિ પછીથી વિકૃત થઈ અને તેને નવી મૂર્તિથી બદલવામાં આવી. [૧૧] મંદિરની છત પર દેવી સરસ્વતીની મૂર્તિ છે.[૬]

સંરક્ષણ ફેરફાર કરો

આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ દ્વારા આ મંદિરોનું સમારકામ, નવીનીકરણ, ફેરફાર અને સંચાલન કરવામાં આવે છે.[૧૩][૧૫]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

નોંધ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Desai 2007.
  2. Burgess 1885.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ Tandon 1986.
  4. Neubauer 1981.
  5. SOAS & South Asia newsletter.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ ૬.૪ Kumar 2001.
  7. Jain 2009.
  8. Ward 1998.
  9. shodhganga & Kumbhariya.
  10. Jain & Fischer 1978.
  11. ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ ૧૧.૩ ૧૧.૪ ૧૧.૫ Shah 1987.
  12. Hegewald & Jain cosmology.
  13. ૧૩.૦ ૧૩.૧ ૧૩.૨ shodhganga & Kumbhariya Temples.
  14. Cort 2010.
  15. Yagnik 2013.

ગ્રંથસૂચિ ફેરફાર કરો