કુડા

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

કુડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાનાં મહત્વનાં તાલુકા ઘોઘા તાલુકામાં આવેલું એક ગામ છે[૧].

કુડા
—  ગામ  —
કુડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°37′48″N 72°17′49″E / 21.630064°N 72.297063°E / 21.630064; 72.297063
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].

ભુગોળ ફેરફાર કરો

ખંભાતના અખાત પર આવેલું આ ગામ સુંદર સમુદ્ર તટ તેમ જ રમણીય સ્થળ તરીકે વિખ્યાત પર્યટન સ્થળ છે. ભાવનગર શહેરથી કુડાનું અંતર ત્રીસ કિ.મી. જેટલું છે. સહેલાણીઓનું આ માનીતું સ્થળ હોઇ અહીં મુલાકાતીઓની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે. ભાવનગરથી કોળીયાક જતા વચ્ચે, કોળીયાકમાં વહેતી માલેશ્રી નદીના સામા કાઠે ગુંદી નામનું ગામ છે ત્યાંથી કુડા જવા માટેનો રસ્તો ફંટાય છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, ભાવનગર (૦૭-ઓકટોબર-૨૦૧૩). "ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ઘોઘા તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી 2013-07-23 પર સંગ્રહિત. મેળવેલ ૦૭-ઓકટોબર-૨૦૧૩. Check date values in: |access-date= and |date= (મદદ)
ઘોઘા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન