કેરેબિયન સાગર

ઉત્તર. દક્ષિણ અને મધ્ય અમેરિકા દ્વારા ઘેરાયેલ એટલાન્ટિક મહાસાગરનો એક સમુદ્ર

કેરેબિયન સાગર (અંગ્રેજી: Caribbean Sea) એટલાન્ટિક મહાસાગરના મધ્ય-પશ્ચિમી ભાગ સાથે જોડાયેલો સમુદ્ર છે. આ સમુદ્ર ઉષ્ણ કટિબંધીય ક્ષેત્રના પશ્ચિમી ગોળાર્ધમાં આવે છે. તેના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ભાગમાં મેક્સિકો અને મધ્ય-અમેરિકા આવેલ છે.[૧]. આ સાગરનું કુલ ક્ષેત્રફળ ૨૭,૫૪,૦૦૦ ચોરસ કિલોમીટર જેટલું છે[૨]. આ સાગરમાં સૌથી વધુ ઊંડાઈ કેમન ખાઈ (Cayman Trough) ખાતે છે, જે આશરે સમુદ્ર સપાટીથી ૭,૬૮૬ મીટર નીચે આવેલ છે. કેરેબિયન સાગર યુ.એસ.એ., મેક્સિકો, પનામા, નિકારાગુઆ, વેનેઝુએલા, હોન્ડુરાસ, ગયાના અને કોલમ્બીયાના ભૂભાગથી ઘેરાયેલ છે. પનામા દેશમાંથી પસાર થતી પનામા નહેર આ સાગરને પશ્ચિમ દિશામાં પ્રશાંત મહાસાગરને જોડે છે. કેરેબિયન સાગરમાં આવેલ જમૈકા, બાર્બાડોઝ, ડોમિનિકન રિપ્બ્લિક, ક્યુબા, બહામા અને કેયમેન ટાપુઓ તેના સમઘાત આબોહવા અને સુંદરતાને કારણે ત્યાં પ્રવાસ ઉદ્યોગ ખુબજ વિક્સેલ છે. આ વિસ્તારમાં જુન થી નવેમ્બર મહિનામા આવતા ઉષ્ણકટીબંધીય ચક્રવાતોને કારણે પાસેના દેશોમાં માલસામાન અને જીવસૃષ્ટીને ભારે નુક્શાન કરે છે. આ સાગરમાં હવાના, કિંગસ્ટન, પોર્ટ ઓફ સ્પેન, બ્રિજટાઉન, સાન્ટો ડોમિંગો, કેન્કુન અને સાન હુઆન જેવા બંદરીય શહેરો આવેલા છે.

કેરેબિયન સાગર
ડોમિનિકન ગણતંત્રના ઈસ્લા સાઓના ટાપુ પરનું એક તટીય ક્ષેત્ર.

સંદર્ભોફેરફાર કરો