કેલ્વિન
તાપમાનનો SI એકમ
કેલ્વિન (સંજ્ઞા: K) એ તાપમાનનો SI એકમ છે. આ એકમ પ્રથમ લોર્ડ કેલ્વિન ભૌતિકશાસ્ત્રી વિલિયમ થોમસનના (૧૮૨૪–૧૯૦૭) માનમાં કેલ્વિન કહેવાય છે.
વ્યાખ્યા
ફેરફાર કરોકેલ્વિન માપ વાયુના દબાણ અને તાપમાન વચ્ચેના ચોક્કસ સંબંધ પરથી વ્યાખ્યાયિત થાય છે. વ્યાખ્યા મુજબ "વાયુનું દબાણ એ કેલ્વિન તાપમાન સાથે સીધા સંબંધમાં હોય છે". એટલે કે કેલ્વિન એ નિરપેક્ષ તાપમાન માપ છે અને વૈજ્ઞાનિકો તેને બીજા માપ કરતા વધુ ઉપયોગમાં લે છે.
કેલ્વિન તાપમાન એ પાણીના ઠાર બિંદુ કરતાં ૧/૨૭૩.૧૬ ભાગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ તાપમાને પાણી ઘન, પાણી અને વરાળ સ્વરૂપમાં એક સાથે અસ્તિત્વમાં ધરાવે છે.
- સેલ્સિયસ તાપમાનને કેલ્વિનમાં ફેરવવા માટે તેમાં ૨૭૩.૧૫ ઉમેરો. દાખલા તરીકે ૦ ડિગ્રી સેલ્સિયસ, ૨૭૩.૧૫ કેલ્વિન્સ (૨૭૩.૧૫ K) થાય છે.
- કેલ્વિન્સને ડિગ્રી સેલ્સિયમાં ફેરવવા માટે એમાંથી ૨૭૩.૧૫ બાદ કરો. દાખલા તરીકે ૩૧૦ કેલ્વિન્સ એ ૩૬.૮૫ ડિગ્રી સેલ્સિયસ થાય છે.
કેલ્વિન એ ફક્ત કેલ્વિન તરીકે જ લખાય છે, નહિ કે ડિગ્રી કેલ્વિન. અંગ્રેજીમાં એ બહુવચનમાં કેલ્વિન્સ તરીકે લખાય છે.
આ પણ જુઓ
ફેરફાર કરોઆ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |