કોટા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલા કુલ ૩૩ (તેત્રીસ) જિલ્લાઓ[૧] પૈકીનો એક જિલ્લો છે. કોટા જિલ્લાનું મુખ્ય મથક કોટા શહેરમાં આવેલું છે.

કોટા જિલ્લો
રાજસ્થાનનો જિલ્લો
રાજસ્થાન કોટા જિલ્લાનું સ્થાન
રાજસ્થાન કોટા જિલ્લાનું સ્થાન
દેશભારત
રાજ્યરાજસ્થાન
પ્રાંતકોટા વિભાગ
મુખ્ય મથકકોટા
વિસ્તાર
 • કુલ૫,૨૧૭
વસ્તી (૨૦૧૧)
 • શહેરી.
વસ્તી
 • સાક્ષરતા૭૬.૫૬
 • જાતિ પ્રમાણ૯૧૧
સ્થાન25°10′48″N 73°49′48″E / 25.18000°N 73.83000°E / 25.18000; 73.83000
વેબસાઇટઅધિકૃત વેબસાઇટ

ઇતિહાસફેરફાર કરો

ઇ.સ. ૧૪મી સદીમાં હાડા જાતિના બુંદી રાજ્યના યુવરાજ જૈતસિંહે કોટા નગરની સ્થાપના કોટા જાતિના ભીલોને પરાજય આપીને કરી હતી. તેના પરથી કોટા અને તેના પરથી આ જિલ્લાનું નામ પડ્યું છે.[૨]

ભૂગોળફેરફાર કરો

જિલ્લાની ઉત્તરે બુંદી જિલ્લો, પૂર્વમાં બરાન જિલ્લો, દક્ષિણમાં ઝાલાવાડ જિલ્લો અને પશ્ચિમમાં ચિત્તોડગઢ જિલ્લો આવેલો છે.

વસ્તીફેરફાર કરો

કોટા જિલ્લામાં ધર્મો
ધર્મ ટકા
હિંદુ
  
85.15%
ઇસ્લામ
  
12.51%

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે કોટા જિલ્લાની વસ્તી ૧૯,૫૦,૪૯૧ છે,[૩] જે લેસોથ્રો દેશ[૪] અથવા યુ.એસ.એ.ના રાજ્ય ન્યૂ મેક્સિકો જેટલી છે.[૫] વસ્તીની દ્રષ્ટિએ તેનો ભારતના કુલ ૬૪૦ જિલ્લાઓમાંથી ૨૩૯મો ક્રમ છે.[૩] જિલ્લાની વસ્તી ૩૭૪ વ્યક્તિ/ચો.કિમી. છે.[૩] ૨૦૦૧-૨૦૧૧ના દાયકા દરમિયાન તેના વસ્તી વધારાનો દર ૨૪.૩૫% રહ્યો હતો.[૩] કોટામાં જાતિ પ્રમાણ ૯૦૬ છે, જ્યારે સાક્ષરતા દર ૭૭.૪૮% છે.[૩]

ઉદ્યોગોફેરફાર કરો

કોટા જિલ્લો ખાતરના ઉદ્યોગ માટે જાણીતો છે. અહીં. ધાતુકામ, રસાયણ ઉદ્યોગો પણ વિકસ્યા છે. રશિયાના સહકારથી 'પ્રિસિશન ઇનસ્ટ્રુમેન્ટ'નું કારખાનું સ્થાપેયું છે.[૨]

અહીં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જાણીતા શિક્ષણકેન્દ્રો આવેલા છે. ખાસ કરીને IIT JEE તેમજ તબીબી પરીક્ષાઓ માટે કોટા જાણીતું છે.

સંદર્ભોફેરફાર કરો

  1. http://www.hindu.com/2008/01/25/stories/2008012554440500.htm new district
  2. ૨.૦ ૨.૧ હેમંતકુમાર શાહ (November 1993). ગુજરાતી વિશ્વકોશ. . અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. Retrieved ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૧. Check date values in: |accessdate=, |year= (મદદ)
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved ૧ ઓક્ટોબર ૨૦૧૧. Lesotho 1,924,886 Check date values in: |accessdate= (મદદ)
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. the original માંથી ૧૯ ઓક્ટોબર ૨૦૧૩ પર સંગ્રહિત. Retrieved ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. New Mexico - 2,059,179 Check date values in: |accessdate=, |archivedate= (મદદ)