કોબા તીર્થ ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ ગાંધીનગર જિલ્લાના કોબા ગામમાં આવેલ એક પ્રસિદ્ધ જૈન તીર્થસ્થળ છે. તીર્થંકર મહાવીર ભગવાનને સમર્પિત દેરાસર સાબરમતી નદીના કિનારા પર આવેલ છે, જેમાં પદ્માસન મુદ્રામાં મહાવીર ભગવાનની સફેદ રંગની મૂર્તિ છે.

આ પવિત્ર જૈન તીર્થ સ્થળનું નિર્માણ આચાર્ય શ્રી સાગરસુરીજા મહારજ સાહેબ દ્વારા ૧૯૮૦ના વર્ષમાં કરાવવામાં આવ્યું હતું. આ તીર્થની વિશેષતા એ છે કે દર વર્ષે ૨૨ માર્ચના દિવસે ઊગતા સૂર્યનાં પ્રથમ કિરણો તેના શિખર પરથી પસાર થાય છે અને મહાવીર સ્વામીના મસ્તક પર પડે છે.[૧]

સંદર્ભો ફેરફાર કરો

  1. "कोबा तीर्थ - भारतकोश, ज्ञान का हिन्दी महासागर". bharatdiscovery.org (હિન્દીમાં). મેળવેલ ૫ એપ્રિલ ૨૦૧૭.

બાહ્ય કડીઓ ફેરફાર કરો