ખાંડ, મોરસ (સૌરાષ્ટ્ર બાજુ સાકર) (સંસ્કૃત: शर्करा; અંગ્રેજી: Sugar) એ ગળપણ ધરાવતો એક સ્ફટિકીય ખાદ્ય પદાર્થ છે. તેમાં મુખ્યત્વે સુક્રોઝ, લેક્ટોઝ અને ફ્રુક્ટોઝ હોય છે. ખાંડ મુખ્યત્વે શેરડીમાંથી તૈયાર કરવામાં આવે છે. દરેક વનસ્પતિમાં થોડા ઘણા અંશે શર્કરા હોય છે. શેરડી અને શુગરબીટમાં તેનું પ્રમાણ ખાંડ બનાવી શકાય તેટલું હોય છે. ભારતમાં ખાંડ કે સાકર પ્રાચીનકાળથી બને છે. પાંચમી સદીમાં ભારતમાં સાકર બનતી તે સ્ફટિક કે ગાંગડા સ્વરૂપે હતી તેને શર્કરા કે ખાંડ કહેતાં. જે રીતે શર્કરા ઉપરથી શુગર શબ્દ બન્યો તે જ રીતે ખાંડ ઉપરથી અંગ્રેજી કેન્ડી શબ્દ બન્યો છે. આરબ દેશોમાં પણ ખાંડ બનતી પણ ભારતની સાકર વિશ્વભરમાં સારી ગણાતી યુરોપમાં ખાંડનો ઉપયોગ માત્ર દવા તરીકે થતો.[] ખાંડ નું રાસાયણિક નામ C12H22O11

દાણાદાર ખાંડ
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz)
શક્તિ1,619 kJ (387 kcal)
કાર્બોદિત પદાર્થો
૯૯.૯૮ ગ્રામ
શર્કરા૯૯.૯૧ ગ્રામ
રેષા0 ગ્રામ
0 ગ્રામ
0 ગ્રામ
વિટામિનો
રીબોફ્લેવીન (બી)
(2%)
0.019 mg
મિનરલ
કેલ્શિયમ
(0%)
1 mg
લોહતત્વ
(0%)
0.01 mg
પોટેશિયમ
(0%)
2 mg
અન્ય ઘટકો
પાણી0.03 ગ્રામ
  • એકમો
  • μg = માઇક્રોગ્રામ • mg = મિલિગ્રામ
  • IU = આંતરરાષ્ટ્રિય એકમો
ટકાવારી અમેરિકા‍ ‍(USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે.
સ્ત્રોત: USDA Nutrient Database
દાણાદાર ખાંડ
બ્રાઉન સુગર
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz)
શક્તિ1,576 kJ (377 kcal)
કાર્બોદિત પદાર્થો
૯૭.૩૩ ગ્રામ
શર્કરા૯૬.૨૧ ગ્રામ
રેષા0 ગ્રામ
0 ગ્રામ
0 ગ્રામ
વિટામિનો
થાયામીન (બી)
(1%)
0.008 mg
રીબોફ્લેવીન (બી)
(1%)
0.008 mg
નાયેસીન (બી)
(1%)
0.082 mg
વિટામિન બી
(2%)
0.026 mg
ફૉલેટ (બી)
(0%)
1 μg
મિનરલ
કેલ્શિયમ
(9%)
85 mg
લોહતત્વ
(15%)
1.91 mg
મેગ્નેશિયમ
(8%)
29 mg
ફોસ્ફરસ
(3%)
22 mg
પોટેશિયમ
(7%)
346 mg
સોડિયમ
(3%)
39 mg
જસત
(2%)
0.18 mg
અન્ય ઘટકો
પાણી1.77 ગ્રામ
  • એકમો
  • μg = માઇક્રોગ્રામ • mg = મિલિગ્રામ
  • IU = આંતરરાષ્ટ્રિય એકમો
ટકાવારી અમેરિકા‍ ‍(USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે.
સ્ત્રોત: USDA Nutrient Database
Sucrose: a disaccharide of glucose (left) and fructose (right), important molecules in the body.

છે.

ભારતનો ખાંડ ઉદ્યોગ

ફેરફાર કરો

ખાંડ ઉદ્યોગ એ ગ્રામીણ ભારતમાં સ્થિત સૌથી મોટો કૃષિ આધારિત ઉદ્યોગ છે. લગભગ ૫ કરોડ શેરડીના ખેડૂતો, તેમના આશ્રિતો અને નોંધપાત્ર સંખ્યામાં ખેત મજૂરો શેરડીની ખેતી, કાપણી અને સંબંધિત પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે, જે ગ્રામીણ વસ્તીના ૭.૫% છે. આ ઉપરાંત, લગભગ ૫ લાખ કુશળ અને અર્ધ-કુશળ કામદારો, જે મોટાભાગે ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે તે ખાંડ ઉદ્યોગમાં રોકાયેલા છે. ભારતમાં ખાંડ ઉદ્યોગ ગ્રામીણ સંસાધનોના એકત્રીકરણ, રોજગારીનું સર્જન અને ઉચ્ચ આવક, પરિવહન અને સંદેશાવ્યવહાર સુવિધાઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક-આર્થિક વિકાસનું કેન્દ્ર બિંદુ છે. તેમજ ઘણી ખાંડ ફેક્ટરીઓએ ગ્રામીણ વસ્તીના લાભ માટે શાળાઓ, કોલેજો, તબીબી કેન્દ્રો અને હોસ્પિટલોની સ્થાપના કરી છે. આ ઉદ્યોગ અશ્મિભૂત ઇંધણ પર આધાર રાખ્યા વિના ફરી ભરાઈ શકે તેવા બાયોમાસ બનાવે છે અને તેનો ઉપયોગ કરે છે. તેથી, ભારતીય અર્થતંત્રમાં ખાંડ ઉદ્યોગનો મોટો ફાળો છે.

ભારતમાં ખાંડ ઉદ્યોગ એ ખેતી ઉપર આધારિત ઉદ્યોગો પૈકી સૌથી મોટો ઉદ્યોગ છે. ખાંડ ઉદ્યોગ ભા૨તીય અર્થતંતૂમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અને ભા૨તમાં ખાંડનું ઉત્પાદન વિશ્વમાં બીજા નંબ૨ છે. ૧૯૦ લાખ મિલિયન ટન ઉત્પાદનની ક્ષમતા ધરાવતી ૫૫૪ જેટલી ખાંડ ફેકટરીઓ છે. ખાંડની આ કં૫નીઓ (કા૨ખાનાઓ ) ભા૨તમાં ૧૮ જેટલા રાજયોમાં આવેલી છે. તેમજ તેમાંની લગભગ ૬૦ ટકા સહકારી ક્ષેત્રની છે.

ગુજરાતનો ખાંડ ઉદ્યોગ

ફેરફાર કરો

ગુજરાત રાજયમાં ૬૫,૦૦૦ ટન ની ઉત્પાદન ક્ષમતાં ધરાવતા ૧૭ જેટલા ખાંડ કા૨ખાનાઓ કાર્ય૨ત છે. આ તમામ કા૨ખાનાઓ સહકારી ક્ષેત્રનાજ કા૨ખાનાઓ છે.

ગુજરાતમાં ખેતીલાયક ૧ર૫ લાખ હેકટર જમીનમાંથી ૧.૯૦ લાખ હેકટર જેટલી જમીનમાં શેરડીની ખેતી થાય છે.

૪.૫૦ લાખ કરતાં ૫ણ વધારે ખેડૂતોનો સહકારી ખાંડ મંડળીના સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે છે. ર૦૦૮-૦૯ ના વર્ષમાં ૯૪.૪૪ લાખ મે. ટન શેરડીનું પિલાણ કરી ૧૦.ર૦ લાખ મે. ટન ખાંડનું ઉત્પાદન કરેલ છે અને ૧૦.૪૦ ટકા રીકવરી મેળવેલ છે. આ મંડળીઓનું કુલ ટર્નઓવર રૂા. ર૦૦૦ કરોડ કરતા વધારે છે. શેરડી પિલાણ સિઝન દરમ્યાન આ મંડળીઓ ૩.૧૫ લાખ કરતાં ૫ણ વધારે લોકોને સીધી અથવા તો આડકતરી રીતે રોજગારી પૂરી પાડે છે.[]

  1. https://www.gujaratsamachar.com/news/editorial/sugar-was-invented-in-india
  2. https://gu.vikaspedia.in/agriculture/a85aa8acdaaf-aaeabeab9abfaa4ac0/a95ac3ab7abf-a86aa7abeab0abfaa4-ab5acdaafab5ab8abeaafacb/a96abea82aa1-a89aa6acdaafacba97acb