ગણપતસિંહ વેસ્તાભાઈ વસાવા

ગણપતસિંહ વેસ્તાભાઈ વસાવા (અંગ્રેજી:Ganpatsinh Vestabhai Vasava) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનો વહીવટ સંભાળતી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ (સ્પીકર) છે. તેઓ સુરત જિલ્લામાં આવેલી માંગરોળ વિધાનસભા વિસ્તારમાંથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. તેઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકેનું પદ સંભાળનાર પ્રથમ આદિવાસી નેતા છે. ફેબ્રુઆરી ૨૦૧૧માં તેઓ નવી વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચુંટાયા હતા.[૧].

ગણપતસિંહ વેસ્તાભાઈ વસાવા
જન્મ૧ જૂન ૧૯૭૧ Edit this on Wikidata

સંદર્ભો ફેરફાર કરો