ગર્ભાવસ્થા, જેને ગ્રેવિડીટી અથવા ગર્ભાધાનતરીકે પણ ઓળખવામાં આવે છે, તે સમય છે કે જે દરમિયાન એક અથવા વધુ સંતાન સ્ત્રીની અંદર વિકાસ પામે છે.[૧] એક બહુવિધ ગર્ભાવસ્થા એકથી વધુ સંતાન સાથે સંલગ્ન છે જેમ કે જોડકાં.[૨] જાતીય સંભોગ અથવા સહાયિત પ્રજનન ટેકનોલોજીથી ગર્ભાવસ્થા થઇ શકે છે. તેછેલ્લા માસિક સમયગાળા (એલએમપી) થી સામાન્ય રીતે (10 ચંદ્ર મહિના) ચાલે છે અને બાળજન્મમાં સમાપ્ત થાય છે.[૧][૩] આ સમયગાળો ગર્ભધારણબાદ આશરે 38 અઠવાડિયાંનો છે. An embryo is the developing offspring during the first 8 weeks following conception after which the term fetus is used until birth.[૩] પ્રારંભિક સગર્ભાવસ્થાના લક્ષણોમાં માસિક ચૂકાઇ જવું, કોમળ સ્તનો, ઊબકા અને ઉલટી, ભૂખ અને વારંવાર પેશાબનો સમાવેશ થઈ શકે છે.[૪] ગર્ભાવસ્થાની ખાતરી ગર્ભાવસ્થા પરીક્ષણની સાથે થઇ શકે છે.[૫]

ગર્ભાવસ્થા

ગર્ભાવસ્થાને સામાન્ય રીતે ત્રણ ત્રિમાસિકમાં વહેંચવામાં આવે છે. પ્રથમ ત્રિમાસિક એ એકથી બાર સપ્તાહનો છે અને ગર્ભધારણનો સમાવેશ કરે છે. ગર્ભાશયની અંદર ફોલોપિયન ટ્યુબમાં નીચે વહન થઇ ફળદ્રુપ ઇંડા દ્વારા અને ગર્ભાશયની અંદર જોડાઇને ગર્ભાધાન થાય છે જ્યાં તેની ભ્રુણ અને ગર્ભના આવરણના સ્વરૂપમાં શરૂઆત થાય છે.[૧] પ્રથમ ત્રિમાસિક કસુવાવડ (ગર્ભ અથવા ગર્ભ કુદરતી મૃત્યુ) નું સૌથી વધુ જોખમ ધરાવે છે.[૬] બીજો ત્રિમાસિક સમયગાળો 13 થી 28 સપ્તાહ સુધીનો છે. બીજા ત્રિમાસિક સમયગાળાની મધ્યમાં ગર્ભના હલનચલનનો અનુભવ થઇ શકે છે. 28 સપ્તાહ પર 90% થી વધુ ધરાવતા બાળકો ગર્ભની બહાર બચી શકે છે જો ઉચ્ચ ગુણવત્તાની તબીબી સંભાળ પૂરી પાડવામાં આવે. ત્રીજો ત્રિમાસિક સમયગાળો 13 થી 40 સપ્તાહ સુધીનો છે.[૧]

જન્મ પહેલાંની સંભાળ ગર્ભાવસ્થા પરિણામોમાં સુધારો કરે છે.[૭] વધારાની ફોલિક એસિડલેવાનો, દવાઓ અને દારૂ ટાળવાનું, નિયમિત કસરત, લોહી પરીક્ષણો, અને નિયમિત શારીરિક પરીક્ષણોનો સમાવેશ થાય છે.[૭] ગર્ભાવસ્થાની સમસ્યાઓમાં ગર્ભાવસ્થાનું હાઇ બ્લડ પ્રેશર, ગર્ભાસ્થાનું ડાયાબિટીસ, આયર્નની ઉણપના એનિમિયા, અને ગંભીર ઉબકા અને ઊલટી સહિત અન્યનો સમાવેશ થાય છે.[૮] ગર્ભાવસ્થા સમયગાળો 37 સપ્તાહથી 41 સપ્તાહ સુધીનો, પ્રારંભિક સમયગાળા 37 અને 38 સપ્તાહ, પૂર્ણ સમયગાળા 39 અને 40 સપ્તાહ, અને અંતિમ સમગાળા 41 સપ્તાહ સાથે છે. 41 સપ્તાહ બાદ તેને સમય બાદ તરીકે ઓળખવામાં આવે છે. 37 સપ્તાહ પહેલાં જન્મેલ બાળકો વહેલા સમયના છે અને મસ્તિષ્ક પક્ષાઘાતજેવી સ્વાસ્થ્ય સમસ્યાના ગંભીર જોખમ પર હોય છે.[૧] એવી ભલામણ કરવામાં આવે છે કે અન્ય તબીબી કારણોની આવશ્યકતા સિવાય 39 સપ્તાહ પહેલાં પ્રસૂતિની કૃત્રિમ રીતે શરૂઆત પ્રસૂતિવેદના શરૂઆત અથવા સિઝેરિયન સેકશન સાથે ન કરાવવી.[૯]

2012 માં લગભગ 213 મિલિયન ગર્ભાવસ્થા થઇ હતી, જેમાંથી 190 મિલિયન વિકાસશીલ દેશોમાં અને 23 મિલિયન વિકસિત દેશમાં થઇ હતી. 15 અને 44 વર્ષની વય વચ્ચે દર 1,000 મહિલા દીઠ 133 ગર્ભાવસ્થામાં છે.[૧૦] આશરે 10% થી 15% માન્ય ગર્ભાવસ્થાનો અંત કસુવાવડમાં આવે છે.[૬] વર્ષ 2013 માં ગર્ભાવસ્થાની જટિલતાના પરિણામે 293,000 મૃત્યુ થયા હતા જેમાં 1999 માં 377,000 મૃત્યુની સરખામણીએ ઘટાડો થયો છે. સામાન્ય કારણોમાં માતૃત્વ રક્તસ્ત્રાવ, ગર્ભપાતની જટિલતા, ગર્ભાવસ્થાનું હાઇ બ્લડ પ્રેશર, માતાને સડો, અને અવરોધિત પ્રસૂતિવેદનાનો સમાવેશ થાય છે.[૧૧] ગ્લોબલી 40% બિનઆયોજિતછે. બિનઆયોજિત ગર્ભાવસ્થામાંથી અડધાં ગર્ભપાતછે.[૧૦] યુનાઈટેડ સ્ટેટ્સમાં અનિચ્છનીય ગર્ભાવસ્થામાં, 60% સ્ત્રીઓએ ગર્ભાવસ્થા થઇ હોય તે મહિના દરમિયાન અમુક અંશે જન્મ નિયંત્રણનો ઉપયોગ કર્યો હતો.[૧૨]

સંદર્ભોફેરફાર કરો

 1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "Pregnancy: Condition Information". http://www.nichd.nih.gov/. 2013-12-19. 14 March 2015 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ); External link in |website= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 2. Essential anatomy and physiology in maternity care (Second Edition આવૃતિ). Edinburgh: Churchill Livingstone. 2005. પાનું 172. ISBN 9780443100413. Unknown parameter |last૧= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ); |edition= has extra text (મદદ)
 3. ૩.૦ ૩.૧ Fetal and neonatal physiology (4th ed. આવૃતિ). Philadelphia: Elsevier/Saunders. 2011. પાનાઓ 46–47. ISBN 9781416034797. Unknown parameter |last૧= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ); |edition= has extra text (મદદ)
 4. "What are some common signs of pregnancy?". http://www.nichd.nih.gov/. 07/12/2013. 14 March 2015 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ); External link in |website= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 5. "How do I know if I'm pregnant?". http://www.nichd.nih.gov/. 2012-11-30. 14 March 2015 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ); External link in |website= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 6. ૬.૦ ૬.૧ The Johns Hopkins Manual of Gynecology and Obstetrics (4 આવૃતિ). Lippincott Williams & Wilkins. 2012. પાનું 438. ISBN 9781451148015.
 7. ૭.૦ ૭.૧ "What is prenatal care and why is it important?". http://www.nichd.nih.gov/. 07/12/2013. 14 March 2015 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ); External link in |website= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 8. "What are some common complications of pregnancy?". http://www.nichd.nih.gov/. 07/12/2013. 14 March 2015 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ); External link in |website= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 9. World Health Organization (November 2014). "Preterm birth Fact sheet N°363". who.int. 6 Mar 2015 મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 10. ૧૦.૦ ૧૦.૧ "Intended and unintended pregnancies worldwide in 2012 and recent trends". Studies in family planning. 45 (3): 301–14. September 2014. PMID 25207494. Unknown parameter |last૩= ignored (મદદ); Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |last૧= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ); Unknown parameter |first૩= ignored (મદદ)
 11. "Global, regional, and national age-sex specific all-cause and cause-specific mortality for 240 causes of death, 1990-2013: a systematic analysis for the Global Burden of Disease Study 2013". Lancet. 17 December 2014. doi:10.1016/S0140-6736(14)61682-2. PMID 25530442. Unknown parameter |first૧= ignored (મદદ); Unknown parameter |last૧= ignored (મદદ); Check date values in: |date= (મદદ)
 12. K. Joseph Hurt, Matthew W. Guile, Jessica L. Bienstock, Harold E. Fox, Edward E. Wallach (eds.). The Johns Hopkins manual of gynecology and obstetrics (4th આવૃતિ). Philadelphia: Wolters Kluwer Health / Lippincott Williams & Wilkins. પાનું 382. ISBN 9781605474335.CS1 maint: uses authors parameter (link)