ગાંધીધામ

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

ગાંધીધામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાનું મહત્વનું શહેર અને તાલુકા મથક છે. ભારતના પ્રમુખ બંદરો પૈકીનું કંડલા બંદર અહીં આવેલ હોવાથી ગાંધીધામ ચોવીસ કલાક ધમધમતું રહે છે. ગાંધીધામ દેશના અન્ય ભાગ સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમ જ બ્રોડગેજ રેલ્વેમાર્ગ વડે જોડાયેલ છે.

ગાંધીધામ
—  શહેર  —

ગાંધીધામ જંકશન રેલ્વે સ્ટેશન

ગાંધીધામનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°04′48″N 70°07′48″E / 23.080000°N 70.13°E / 23.080000; 70.13
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
નગર નિગમ ગાંધીધામ નગરપાલિકા
વસ્તી ૨,૪૮,૭૦૫ (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૦.૮૯૪ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 27 metres (89 ft)

અંતર
કોડ
  • • પીન કોડ • ૩૭૦૨૦૧
    • ફોન કોડ • +૨૮૩૬
    વાહન • GJ ૧૨

ઇતિહાસ ફેરફાર કરો

૧૯૪૭માં આઝાદી પછી સિંધથી આવેલા સિંધી નિર્વાસીતોને થાળે પાડવાના ઉદેશ્યથી ભાઇ પ્રતાપ દિઅલદાસે આ શહેરનો પાયો નાખ્યો હતો.[૧] શરુઆતના તબક્કે આ શહેરનું નામ સરદારગંજ નક્કી કરવામાં આવ્યું હતું. શહેરનુ઼ કામ આગળ વધી રહ્યું હતુ઼ં એ જ દરમ્યાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા થતાં, શહેરનું નામ સરદાર ગંજથી બદલીને ગાંધીધામ રાખવાનું નક્કી થયું. મહાત્માજીના અસ્થીઓ સાચવવા માટે જોડીયા શહેર આદિપુરનું એક સ્થાન નક્કી કરવામાં આવ્યું. આજે રાજધાની નવી દિલ્હીના રાજઘાટ ઉપરાંત મહાત્માજીની બીજી સમાધી ગાંધીધામના જોડીયા શહેર આદિપુરમાં બાપુની યાદ અપાવતી ઉભી છે.

ઉદ્યોગ ફેરફાર કરો

ગાંધીધામને કચ્છનું આૈદ્યોગીક કે આર્થિક પાટનગર કહેવાય છે. વસતી અને વિસ્તારની દ્રષ્ટિએ ગાંધીધામ કચ્છનું સૌથી મોટું શહેર છે. શહેરની સ્થાપના બાદ જ અહીંના કંડલા બંદરનો વિકાસ એટલા માટે કરવામાં આવ્યો હતો કે મહત્વનું એવું કરાચી બંદર પાકિસ્તાનમાં ચાલ્યું ગયું હતું અને દેશને વિદેશથી આયાત-નિકાસમાં કોઇ જાતનો ફરક ન પડે અને કરાચી બંદરની ખોટ પુરી શકાય એ હેતુથી કંડલાનો વિકાસ સાથોસાથ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે કંડલા ભારતનું પ્રથમ હરોળનું કાર્ગો હેન્ડીલીંગ કરતું વૈશ્વિક બંદર બની ગયું છે. કંડલાના બંદરનો મહતમ ઉપયોગ થઇ શકે એ હેતુથી જ અહીં દેશનું સર્વપ્રથમ એવુ મુક્ત વ્યાપાર કેન્દ્ર (ફ્રિ ટ્રેડ ઝોન) પણ સ્થાપવામાં આવ્યું હતું જે છેક ૯૦ના દાયકા સુધી રોજગારીનું મહત્વનુ઼ કેન્દ્ર રહ્યું હતું. પરંતુ, યુ.એસ.એસ.આર. (રશિયા) ના પતન પછી અહીં રોજગારીને માઠી અસર પહોંચી હોવાનું જણાવાય છે.

આજે ગાંધીધામ ટ્રાન્સપોર્ટ, લાકડા ઉદ્યોગ, મેરી ટાઇમ, શિપિંગ વગેરે વ્યવસાયના કારણે રોજગારીનું મહત્વનું કેન્દ્ર છે. વર્ષ ૨૦૧૫માં કેન્દ્ર સરકાર તરફથી ૧૦૦ સ્માર્ટ સીટી બનાવવાની મહત્વકાંક્ષી યોજના લાગુ કરવામાં આવી છે તેમાં સૌથી પ્રથમ સ્માર્ટ સીટી ગાંધીધામને બનાવવાનું આયોજન છે.[સંદર્ભ આપો]

ભૂગોળ ફેરફાર કરો

ગાંધીધીમનો ઉનાળો ગરમ અને સૂકો હોય છે. તાપમાન વારંવારે 45 °C (113 °F) પહોંચે છે. શિયાળામાં તાપમાન ઘણી વખત ઠંડા પવનોની સાથે 3 °C (37 °F) જેટલું નીચું જાય છે.

હવામાન માહિતી ગાંધીધામ
મહિનો જાન ફેબ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઓક્ટ નવે ડિસે વર્ષ
સરેરાશ મહત્તમ °C (°F) 26.8
(80.2)
30
(86)
34.8
(94.6)
38.5
(101.3)
39.8
(103.6)
38
(100)
33.9
(93.0)
32.6
(90.7)
33.8
(92.8)
36.1
(97.0)
33.1
(91.6)
28.6
(83.5)
33.8
(92.9)
દૈનિક સરેરાશ °C (°F) 18.2
(64.8)
21.2
(70.2)
26.1
(79.0)
30.2
(86.4)
32.7
(90.9)
32.7
(90.9)
30.1
(86.2)
29
(84)
29
(84)
28.7
(83.7)
24.2
(75.6)
19.8
(67.6)
26.8
(80.3)
સરેરાશ ન્યૂનતમ °C (°F) 9.7
(49.5)
12.4
(54.3)
17.5
(63.5)
21.9
(71.4)
25.6
(78.1)
27.5
(81.5)
26.4
(79.5)
25.5
(77.9)
24.2
(75.6)
21.3
(70.3)
15.3
(59.5)
11
(52)
19.9
(67.8)
સરેરાશ precipitation મીમી (ઈંચ) 2
(0.1)
1
(0.0)
0
(0)
0
(0)
0
(0)
41
(1.6)
184
(7.2)
86
(3.4)
49
(1.9)
7
(0.3)
4
(0.2)
1
(0.0)
375
(14.7)
સ્ત્રોત: Climate-Data.org (altitude: 19m)[૨]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Bhai Pratap". The Sindhu Resettlement Corporation, Gandhidham, India. મેળવેલ ૧૦ એપ્રિલ ૨૦૧૬.
  2. "Climate: Gandhidham - Climate graph, Temperature graph, Climate table". Climate-Data.org. મેળવેલ ૪ ડિસેમ્બર ૨૦૧૩.