ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ

ગુજરાત રાજ્ય માલિકીની યાત્રી પરિવહન સંસ્થા

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન - GSRTC) એ ગુજરાત સરકારની માલિકીની યાત્રી પરિવહન માટેની બસ સેવા પૂરી પાડતી સંસ્થા છે, તે ગુજરાતમાં તેમજ ગુજરાત અને પડોશી રાજ્યો વચ્ચે બસસેવા પૂરી પાડે છે.

૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યના નિર્માણ સાથે નિગમ અસ્તિત્વમાં આવ્યું. ૭ વિભાગો, ૭૬ ડેપો અને ૭ વિભાગીય કાર્યશાળાથી શરૂઆત કરનારી GSRTC આજે ૧૬ વિભાગો, ૧૨૫ ડેપો, ૨૨૬ બસ સ્ટેશન, ૧૫૫૪ પીકઅપ સ્ટેન્ડ અને ૮૩૨૨ બસો સુધી વિસ્તરી ચૂકી છે.

વિભાગો ફેરફાર કરો

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમને ૧૬ વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે.

  • અમદાવાદ વિભાગ (આશ્રમ)
  • અમરેલી વિભાગ (ગિરનાર)
  • ભરૂચ વિભાગ (નર્મદા)
  • ભાવનગર વિભાગ (શેત્રુંજય)
  • ભુજ વિભાગ (કચ્છ)
  • ગોધરા વિભાગ (પાવાગઢ)
  • હિંમતનગર વિભાગ (સાબર)
  • જામનગર વિભાગ (દ્વારકા)
  • જૂનાગઢ વિભાગ (સોમનાથ)
  • મહેસાણા વિભાગને (મોઢેરા)
  • નડિયાદ વિભાગને (અમૂલ)
  • પાલનપુર વિભાગ (બનાસ)
  • રાજકોટ વિભાગ (સૌરાષ્ટ્ર)
  • સુરત વિભાગ (સૂર્યનગરી)
  • વડોદરા વિભાગ (વિશ્વામિત્રી)
  • વલસાડ વિભાગ (દમણ ગંગા)

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ચાલતી વિશેષ બસને વિકાસ રૂટ તરીકે ઓળખવામાં આવે છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો