ભારતીય ઘુડખર અભયારણ્ય અથવા ઘુડખર અભયારણ્ય એ કચ્છ જિલ્લાના નાના રણમાં આવેલું અભયારણ્ય છે. તે ૪૯૫૪ ચો.કિમી. વિસ્તારમાં ફેલાયેલું ભારતનું સૌથી મોટું અભયારણ્ય છે.[]

ઘુડખર અભયારણ્ય
Map showing the location of ઘુડખર અભયારણ્ય
Map showing the location of ઘુડખર અભયારણ્ય
સ્થળકચ્છનું નાનું રણ, ગુજરાત, ભારત
નજીકનું શહેરઅમદાવાદ
વિસ્તાર૪૯૫૪ કિમી
સ્થાપના૧૯૮૬
વિશ્વ ધરોહર સ્થળUNESCO સૂચિત યાદી
વેબસાઇટગુજરાત પ્રવાસન
કચ્છનું નાનું રણ દર્શાવતો ગુજરાતનો નકશો.

આ અભયારણ્યની સ્થાપના ૧૯૭૨માં વન્યજીવન સુરક્ષા ધારા, ૧૯૭૨ હેઠળ કરવામાં આવી હતી. અહીં ઘુડખરનું એક માત્ર નિવાસસ્થાન આવેલું છે.

કચ્છનું રણ એ ખારું રણ છે. ચોમાસા દરમિયાન એક મહિના માટે તેમાં પૂર આવે છે અને રણ ૭૪ જેટલા નાના ટાપુઓમાં (જેને બેટ કહે છે) ફેરવાઈ જાય છે. આ ટાપુઓ ઘાસ-વનસ્પતિથી ભરપૂર હોય છે, જે ૨૧૦૦ જેટલી જાતિઓનાં પ્રાણીઓનું નિવાસસ્થાન બને છે.[]

અહીં ઘણી જાતિઓનાં પ્રાણીઓ અને પક્ષીઓ વસે છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટર[]ના એક અભ્યાસ અનુસાર અભયારણ્યમાં,

  • ૯૩ જાતિઓનાં જીવ-જંતુઓ - ૨૫ જાતિઓ zooplanktons, ૧ જાતિ annelid, ૪ crustaceans, ૨૪ જંતુઓ, ૧૨ જાતિઓ મૃદુકાય સમુદાયની અને ૨૭ જાતિઓનાં કરોળિયાંઓ.
  • ૪ જાતિઓનાં amphibians
  • ૨૯ જાતિઓનાં સરિસૃપો - કાચબાની ૨ જાતિઓ, ૧૪ જાતિઓની ગરોળીઓ, ૧૨ જાતિઓના સાપ અને ૧ જાતિના મગર
  • Metapenaeus kutchensis - ઝિંગાનો પ્રકાર
  • ૭૦,૦૦૦ - ૭૫,૦૦૦ પક્ષીઓના માળાઓ
  • ૯ સસ્તન પ્રાણીઓ ૩૩ ઉપજાતિઓ સાથે - જેમાં વિશ્વનાં છેલ્લાં ઘુડખર સમુદાયનો સમાવેશ થાય છે

આ અભયારણ્ય સામે મુખ્ય ભય આ વિસ્તારમાં ગેરકાયદેસર મીઠું પકવવાનો છે.[] ભારતના મીઠાંના કુલ ઉત્પાદનમાંથી ૨૫% આ વિસ્તારમાં પકવવામાં આવે છે.[]

વિશ્વ ધરોહર

ફેરફાર કરો

વન વિભાગ દ્વારા આ અભયારણ્યને યુનેસ્કોના મેન એન્ડ બાયોસ્ફિયર (MAB) કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવ્યું છે. તેમાં આ અભયારણ્યમાં જૈવિક વિવિધતા, અભ્યાસ, નિરિક્ષણ વગેરે બાબતોને આવરી લેવામાં આવશે.[][][]

  1. "Wild Ass Wildlife Sanctuary, Gujarat". India Wildlife Resorts (indiawildliferesorts.c. મેળવેલ ૧૩ સપ્ટેમ્બર ૨૦૦૬.
  2. "Indian Wild Ass Sanctuary". Chennai, India: The Hindu. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૬. મૂળ માંથી 2007-01-22 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ સપ્ટેમ્બર ૨૦૦૬.
  3. "Wild Ass Sanctuary, Little Rann of Kutch". UNESCO World Heritage Centre. મેળવેલ ૧૩ સપ્ટેમ્બર ૨૦૦૬.
  4. The salt-panners of the little Rann સંગ્રહિત ૨૦૧૬-૦૯-૨૩ ના રોજ વેબેક મશિન; kuensel online; Nov 16, 2009; asiaone news; Singapore Press Holdings
  5. "Rann of Kutchh Wild Ass Sanctuary, Kutchh". મૂળ માંથી 2006-10-17 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ સપ્ટેમ્બર ૨૦૦૬.
  6. Nomination entry - UNESCO World Heritage Centre
  7. Kutch gets biosphere reserve status - The Greater and Little Rann of Kutch have finally got the much-awaited status of biosphere reserve.
  8. Kutch’s wild ass habitat may soon get heritage label (2 Page article online); by DP Bhattacharya; Jul 26, 2007; Indian Express Newspaper

પૂરક વાચન

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો