ચંપક

બાળકોનું સામયિક

ચંપક (હિંદી: चंपक) ૧૯૬૮થી દિલ્હી પ્રેસ દ્વારા પ્રકાશિત કરવામાં આવતું બાળકો માટેનું પખવાડિક સામયિક છે.[૧] ચંપક અમર ચિત્ર કથાના ટ્વિંકલ અને જીઓડેસિકના ચંદામામા સાથે સ્પર્ધા કરે છે. ચંપક મહિનામાં બે વખત પ્રકાશિત થાય છે.

ઇતિહાસફેરફાર કરો

ચંપકની સ્થાપના દિનેશ સિંહ દ્વારા કરવામાં આવી હતી. ૧૯૬૮માં પ્રથમ અંક બહાર પડ્યા બાદ તરત જ એ લોકપ્રિય બન્યું. તે સમયે ચંપકની સ્પર્ધા તે સમયના લોકપ્રિય ચાંદામામા સાથે હતી. ૧૯૮૦માં ટ્વિંકલનું પ્રકાશન શરૂ થયું. અત્યાર સુધીમાં, ચંપક બાળકોમાં સૌથી લોકપ્રિય સામયિકનું સ્થાન જાળવી શક્યું છે.[૨]

ભાષાઓફેરફાર કરો

ચંપક હિંદી, ગુજરાતી, અંગ્રેજી, મલયાલમ સહિત દેશની અનેક ભાષાઓમાં પ્રકાશિત થાય છે.

સંદર્ભફેરફાર કરો

  1. "Champak magazine". મેળવેલ 14 February 2011.
  2. "Champak magazine". મેળવેલ 14 February 2011.

બાહ્ય કડીઓફેરફાર કરો