ચર્ચા:આયતુલ્લા રઝા હુસૈની

છેલ્લી ટીપ્પણી: આયતુલ્લા રઝા હુસૈની વિષય પર KartikMistry વડે ૧ વર્ષ પહેલાં

આયતુલ્લા રઝા હુસૈની ફેરફાર કરો

વિકિપીડિયામાં 3 સંપાદકો આ લેખને મંજૂરી આપે છે. આ લેખ મુસ્લિમ વિશે છે. પરંતુ 1 એડિટર તેને કાઢી નાખવાનો પ્રયાસ કરે છે. તે કહે છે કે તે હિન્દુ છે. — આ સહી વગરની ટીપ્પણી 2607:9880:2f17:fe8f:cd70:e4ba:7f3e:3704 વડે ઉમેરાઇ હતી. (ચર્ચાયોગદાનો) ૧૦:૧૪, ૧૭ જૂન ૨૦૨૨ (IST)ઉત્તર

આ લેખની ભાષા તદ્ન અસ્પષ્ટ છે. તેમાં હિંદુ-મુસ્લિમનો પ્રશ્ન વચ્ચે લાવવાનો અર્થ જ નથી. @Dsvyas, @Aniket - આ લેખ માટે ઘટતું કરવા વિનંતી છે! -- કાર્તિક ચર્ચા ૧૦:૩૧, ૧૭ જૂન ૨૦૨૨ (IST)ઉત્તર
વધુમાં તેને દૂર કરવાના કારણો સ્પષ્ટ રીતે આપેલા જ છે. વધુમાં Academycanada - જેમણે આ લેખ બનાવેલો છે, તે ખાતું લેખના વિષય સાથે નિકટતા ધરાવતું લાગે છે. અન્ય કોઇ વિકિપીડિયામાં પણ આ પ્રકારના લેખો તરત જ દૂર કરવામાં આવશે. આ જ્ઞાનકોશ છે, પ્રચારનો મંચ નથી. અને હા, કયા ત્રણ સંપાદકોએ મંજૂરી આપી. અલગ-અલગ ખાતાંથી લેખમાં ફેરફાર કરવાથી લેખ યોગ્ય બની જતો નથી! -- કાર્તિક ચર્ચા ૧૦:૩૭, ૧૭ જૂન ૨૦૨૨ (IST)ઉત્તર

આ લેખ એક મુસ્લિમ શિયા વિદ્વાન વિશે છે. તમારે લેખોમાં સુધારો કરવો જોઈએ. તમે ફક્ત લેખ કાઢી નાખો. — આ સહી વગરની ટીપ્પણી Eihsan વડે ઉમેરાઇ હતી. (ચર્ચાયોગદાનો) ૧૧:૦૬, ૧૭ જૂન ૨૦૨૨ (IST)ઉત્તર

ના. તમારે તેમાં સુધારો કરવો જોઇએ, અમારે નહી. ગુજરાતી વિકિપીડિયા આમ પણ અત્યંત ઓછા સંપાદકો વડે ચાલે છે અને કોઇ આવીને ગમે તે ગુણવત્તાનો લેખ બનાવી જાય છે. મુસ્લિમ વિદ્વાન હોય કે હિંદુ વિદ્વાન - તેનો કોઇ પ્રશ્ન જ નથી. દરેક લેખમાં સુધારો કરવો ગુજરાતી વિકિપીડિયાના સક્રિય સંપાદકો માટે શક્ય નથી. તમે સુધારો કરવાના બાકી રહેલા લેખોની સંખ્યા જોઇ શકો છો! -- કાર્તિક ચર્ચા ૧૧:૧૭, ૧૭ જૂન ૨૦૨૨ (IST)ઉત્તર

તેથી, તમારે વપરાશકર્તાઓને લેખ સુધારવા માટે પૂછવું જોઈએ. પરંતુ તમે હંમેશા લેખ કાઢી નાખો છો.(Eihsan (ચર્ચા) ૧૧:૩૦, ૧૭ જૂન ૨૦૨૨ (IST))ઉત્તર

હંમેશા? કોઇ અન્ય ઉદાહરણો? -- કાર્તિક ચર્ચા ૧૧:૪૧, ૧૭ જૂન ૨૦૨૨ (IST)ઉત્તર

ઉદાહરણ? ઘણા ઉદાહરણો છે. ગુજરાતી વિકિપીડિયા જુઓ. તેની શ્રેણી = 111. 30000 થી ઓછા લેખો. ઓડુ ભાષા પછી. લગભગ 50 મિલિયન લોકો ગુજરાતી ભાષામાં વાત કરે છે. 3000 થી ઓછા લોકો ઓડુ ભાષામાં વાત કરે છે. આ લેખો કાઢી નાખવાનું પરિણામ છે.(Eihsan (ચર્ચા) ૧૨:૨૭, ૧૭ જૂન ૨૦૨૨ (IST))ઉત્તર

શું નિષ્કર્ષ કાઢ્યો છે, તમે! મારા મતે આ ૩૦,૦૦૦ માંથી પણ ઘણાં લેખો દૂર કરવાની જરુર છે. અહીં ગુણવત્તા મહત્વની છે, સંખ્યા નહી. -- કાર્તિક ચર્ચા ૧૩:૧૪, ૧૭ જૂન ૨૦૨૨ (IST)ઉત્તર

તમે અધિકૃત સંદર્ભો સાથેનો લેખ કાઢી નાખવાનો પ્રયાસ કરો છો:

1. યુ.એસ.માં પ્રખ્યાત યુનિવર્સિટીની વેબસાઇટ. (હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ઇસ્લામોપીડિયા). 2. ઇસ્લામ જર્મની જ્ઞાનકોશ. 3. સત્તાવાર વેબસાઇટ. વધુ સંદર્ભો છે. તમે તમને ગમે તે ધર્મને અનુસરી શકો છો. પરંતુ તમારે અધિકૃત સંદર્ભો સાથે ઇસ્લામિક લેખોની વિરુદ્ધ ન હોવું જોઈએ.(Eihsan (ચર્ચા) ૧૪:૩૮, ૧૭ જૂન ૨૦૨૨ (IST))ઉત્તર

Eihsan જો તમારા લેખની ગુણવત્તા યોગ્ય નહી હોય તો એને જરુર કુર કરવામાં આવશે. એ માટે કોઈ ધર્મને વચ્ચે લાવશો નહી. અહી સહયોગકર્તાઓની સંખ્યા બહુ જ ઓછી હોવાથી કોઈ પણ વ્યક્તિ આ રીતે નાના નાના લેખ બનાવી જાય અને એની ગુણવત્તા વિકીને યોગ્ય ન હોય તો એને ન છુટકે દુર કરવા સિવાય અમારી પાસે અન્ય કોઈ વિકલ્પ હોતો નથી માટે એ બાબતે વધુ ચર્ચાને કોઈ અવકાશ નથી. સહકાર આપશો. આભાર --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૬:૦૬, ૧૭ જૂન ૨૦૨૨ (IST)ઉત્તર
આ અને અન્ય IP સભ્યનું વર્તન જોતા લેખ તાત્કાલિક ધોરણે દૂર કરવો જોઇએ. @Dsvyas તમે પણ અહીં નજર નાખજો. -- કાર્તિક ચર્ચા ૧૧:૦૪, ૧૮ જૂન ૨૦૨૨ (IST)ઉત્તર
Eihsan , તમે સુચવેલા સુધારા વધારા કરવા માંગતા હો તો ઝડપથી કરો. વધારે દિવસ હું આ પાનું આ જ હાલતમાં રહેવા નહી દઈ શકું. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૧૬:૪૩, ૧૮ જૂન ૨૦૨૨ (IST)ઉત્તર
હજુ પણ આ સભ્ય દૂર કરવાની વિનંતી દૂર કરે રાખે છે!! -- કાર્તિક ચર્ચા ૧૯:૨૩, ૧૯ જૂન ૨૦૨૨ (IST)ઉત્તર
તમને એવું લાગતું હોય કે ખાલી ચોક્કસ ધર્મના લેખો જ દૂર કરવામાં આવે છે તો [[શ્રેણી:રદ કરવા માટેના પાના]] જુઓ! -- કાર્તિક ચર્ચા ૨૦:૦૫, ૧૭ જૂન ૨૦૨૨ (IST)ઉત્તર
Return to "આયતુલ્લા રઝા હુસૈની" page.