અશોકભાઈ, માફ કરજો, લેખમાંથી મેં અંગ્રેજી શબ્દો અને તેની સાથે જોડાયેલી અંગ્રેજી વિકિની લીંક દૂર કરી હતી તેને પાછી પૂર્વવત કરી છે. મારા મત મુજબ સામાન્ય નામો માટે તેમનો અંગ્રેજી સ્પેલિંગ લખી તેને અંગ્રેજી લેખ સાથે જોડવાની જરૂર નથી. તેમ કરવાથી, એવુ જણાય છે કે આપણી ભાષામાં તેના માટે યોગ્ય શબ્દ નથી. ગુજરાતીની બાજુમાં અંગ્રેજી શબ્દ ત્યારે જ લખવો જ્યારે તે શબ્દ નવો હોય, અથવાતો તેનો આપણે કરેલો અર્થ પ્રચલિત ના હોય, અથવા તે કોઈ તકનિકિ (Technical) પરિભાષા (Terminology) હોય. મેં શબ્દો દૂર કર્યા પછી લાગ્યું કે મારા વિચારો અહીં થોપી બેસાડવાને બદલે તેના પર ચર્ચા કરી જે સર્વ સંમત હોય તે કરીએ તો સારૂં, માટે મેં ફેરફારો પાછા વાળ્યા છે. આપણે જે તે શબ્દ માટે ગુજરાતીમાં તો લેખ બનાવીએ જ છીએ, જેમકે તમે ગંગુબાઇ હંગલ માટે કર્યું છેઝવે જો કોઈને તેના વિષે અંગ્રેજીમાં વાંચવું હોય તો તે મૂળ લેખમાં જઈને ત્યાં સાઇડબારમાં રહેલી અંગ્રેજી લેખની કડી પર ક્લિક કરીને વાંચી શકે છે, અને ફક્ત અંગ્રેજી જ શા માટે? જો કોઈને અંગ્રેજી સિવાયની પણ અન્ય ભાષા આવડતી હોય અને લેખ તે ભાષામાં પણ હોય તો તે મૂળ પાના પરથી જે તે ભાષાનાં વિકિપરનાં લેખમાં જઈને વાંચી શકે છે. આપણે ફક્ત અંગ્રેજી તરફ જ ઝુકાવ શું કામ રાખવો? લેખમાં અંગ્રેજી શબ્દો લખી તેને ત્યાં જોડવાથી તો આપણે તે ભાષા સાથે partiality કરી કહેવાય, કેમકે તે શબ્દ કે નામ માટે લેખતો અન્ય ભાષાઓમાં પન હોઈ શકે છે, અને શક્ય છે કે ત્યાં વધુ સારો અને વિસ્તૃત લેખ હોય.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૪, ૨૨ જુલાઇ ૨૦૦૯ (UTC)

શ્રી ધવલ ભાઇ, અન્ય મિત્રો માટે તો હું નહીં કહી શકું, પરંતુ હું જ્યાં પણ અંગ્રેજી કડીઓ મુકું છું તેનો ઉદ્દેશ અલગ છે. જો કે આપે ધ્યાને લઇ અને ચોખવટ કરી તે બહુ સારૂ કર્યું, કદાચ બધાજ મીત્રોને આ બાબત પણ ધ્યાને આવશે. મુળ વાત, હું જે પણ અંગ્રેજી કડી મુકું છું તે ફક્ત એવા વિષય માટે મુકું છું જે પર હાલમાં અહીં (ગુજરાતી વિકિ પર) લેખ નથી. અને આગળ ઉપર તે વિષય પર હું અથવા અન્ય કોઇ મિત્ર લેખ બનાવી શકે તેવું હોય. જે તે સમયે તત્કાલ સંદર્ભ મળી રહે તેવો મારો ઉદ્દેશ હતો. જે તે લેખ બનાવ્યા પછી તુરંત અંગ્રેજી કડી દુર કરી નાખવી તેવી મારી ઇચ્છા પણ છે. ઘણાં લેખોમાં મેં તેમ કરેલ પણ છે. જો કે ક્યારેક ધ્યાનબાર અમુક લેખ બનાવ્યા પછી તેની અંગ્રેજી કડી દુર કરવાનું રહી જાય તેમ પણ બન્યું છે. તે મારી ભુલ છે. તો પહેલું કે આપને કે આપણાં કોઇપણ મિત્રોને ધ્યાને આવું આવે ત્યારે તુરંત તે દુર કરવા વિનંતી. બીજું કે આ મેથડ મેં મારી સમજ મુજબ (અને મારે લખવામાં સુગમતા માટે) અપનાવેલ. કદાચ આજ કામગીરી માટે અન્ય વધુ સારો રસ્તો પણ હોઇ શકે. તો સર્વ મિત્રોને વિનંતી કે પોતાના સુચનો આપે જેથી આપણું કામ વધુ સારૂં બને.
એક પ્રસ્તાવ હું જ રજુ કરૂં કે:દરેક લેખની આવી સંદર્ભ માટેની કડીઓ જેતે લેખનાં ચર્ચાનાં પાના પર "સંદર્ભ કડીઓ" કે તેવા કોઇ નામ હેઠળ રાખી મુકીએ તો કેવું?, જો કે જેમ જેમ તે વિષયના લેખ લખાતા જાય તેમ તેમ ત્યાંથી તે દુર તો કરવીજ. આભાર.--અશોક મોઢવાડીયા ૧૭:૨૬, ૨૨ જુલાઇ ૨૦૦૯ (UTC)
ધવલભાઇ, નમસ્કાર. અંગ્રેજી ભાષાની લિંક ગુજરાતીમાં લેખ બને પછી કાઢી નાખીએ તે વધુ યોગ્ય લાગે છે. વધુમાં અહીંના નવા સભ્યો પણ લિંકનો ઉપયોગ કરશે તો એને લેખ કેવા હોવા જોઇએ, એના વિશે થોડું શીખવા પણ મળશે જ. આપણે બધા પણ અંગ્રેજી વિકિનો ઉપયોગ કરીને જ થોડુઘણું શીખ્યા છીએ. જેથી અત્યારે આ લિંક યથાવત રાખી (ગુજવિકિ વધુ સમૃધ્ધ બને ત્યાં સુધી) ભવિષ્યમાં દૂર કરીએ એવો મારો અભિપ્રાય છે. અંતે તો આપ સૌ મિત્રોને યોગ્ય લાગે તે પ્રમાણે કરીશું. --સતિષચંદ્ર ૦૨:૦૬, ૨૩ જુલાઇ ૨૦૦૯ (UTC)
તમારા બંને મિત્રોની વાત વ્યાજબી લાગે છે, પરંતુ, આમ કરવાથી અન્ય લોકો આ પદ્ધતિને લેખનનો નિયમ બનાવી દે છે. ઉદા. તરિકે તમે એઈડ્સ (એડ્સ) લેખ જોઈ જુઓ, અને તે લેખને સમૃદ્ધ કરનાર સભ્યએ બનાવેલા બધાજ લેખો જોવાથી તમને માલુમ પડશે કે આપણે સરળતા ખાતર કરેલું કામ આગળ જતાં કેવું ભયંકર રૂપ પકડી શકે છે. કોઈ પણ વિષય પર અંગ્રેજી લેખ જોવા માટે, સૌથી સરળ રસ્તો છે લેખની ડાબી બાજુએ રહેલી ભાષાની કડી પર ક્લિક કરીને ત્યાં પહોંચવું. ફક્ત અંગ્રેજી જ નહી, પણ અન્ય ભાષાઓનાં પણ વિકિપિડીયા જોઇ જુઓ, આવી રીતે શબ્દે શબ્દે અંગ્રેજીની શબ્દો અને તેની કડીઓ ક્યાંય જોવા નહી મળે. મને ખોટો ના સમજશો, પરંતુ, ભવિષ્યમાં કરીશું એમ વિચારીને કરેલું કામ એટલું વધતું જાય છે કે એક સમયે તેશક્ય થઈ પડે છે. રહી વાત આપણા વિકિના સમૃદ્ધ થવાની, તો સતિષભાઈ, તમે તેને ૧૦૦૦ લેખ પરથી આજે ૭૨૦૮ લેખ સુધી તો લઈ ગયા છો, બધાએ એ વાત માનવી જ પડશે કે આ ૭૨૦૮માંથી વધુ નહી તો પણ એટલિસ્ટ ૬૦૦૦ લેખો તો તમારા લખેલા હશે. તો પછી ભલા માણસ હજુ શેની રાહ જોવાની આવી અંગ્રેજી કડીઓ દૂર કરવા માટે? હા, અશોકભાઈ તમે કહો છો તેમ, ભવિષ્યમાં લેખ બનાવવા માટેનો સવાલ છે ત્યાં સુધી, શ્રેષ્ઠ માર્ગ છે, તે વિષયે સબ સ્ટબ બનાવો, અને તે સબસ્ટબમાં જે તે અંગ્રેજી લેખની કડી Interwiki Link તરિકે ઉમેરી દો. પછી જરૂર પડે, ત્યાંથી ક્લિક કરવાથી આપણુ કાર્ય થઈ જશે, અને એ જ વાત સતિષભાઈ તમારા ઉદ્દેશ માટે પણ લાગુ પડશે. તમે, મેં અને અશોકભાઈએ અહીં યોગદાન કરતાં પહેલાં આપણી જાતે જ શિખ્યું ને? અને તમે જ કહો કે જાતે શિખેલા તમે લોકો અન્ય લોકો કે જેને માટે તમે સરળતા કરી આપો છો તેના કરતાં પણ વધુ અને નિયમિત રીતે યોગદાન કરતા આવ્યાં છો. તો પછી, મોંમાં કોળીયા મુકીને શું કામ જમાડવું કોઈને? સામે થાળ પિરસી દીધા પછી, ખાતા તો સામે વાળી વ્યક્તિને આવડવું જોઈએને?
હું તો હજુ આગ્રહ રાખીશ કે, લેખમાં સાહજિક શબ્દો માટે અંગ્રેજી સ્પેલિંગ અને તેની અંગ્રેજી વિકિ પરની કડીઓ ના રાખવી જોઈએ. પરંતુ, આ ચર્ચામાં કશુંક નવું શિખવા મળશે તો સો તકા મારા વિચારો પણ બદલાઈ જશે. માટે, મહેરબાની કરીને ચર્ચાને અટકાવશો નહી, અને તમારી દલીલો રજુ કરશો, હું હંમેશા દરેક વાત પર અડી જઉં છું, તે કદાચ મારો સ્વભાવ છે, પણ, અન્યોનાં મંતવ્યોને પણ માન આપ્યું છે અને આપું છું, તથા આપતો રહીશ, માતે મારા માતે કોઇ પૂર્વાગ્રહ ના બાંધશો એ જ વિનંતિ.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૦૫, ૨૩ જુલાઇ ૨૦૦૯ (UTC)
સીતારામ..વાહ, મુદો ખરેખર વિચારતા કરી દે તેવો છે તેમાં બે મત નથી. તમે બધા મિત્રો એ ખુબજ રસપ્રદ ચર્ચા ચાલુ કરી જેમાં મને પણ ડુબકી મારવાની ઈચ્છા થઈ એટલે અહીં પ્રગટ થયો છું. હવે આ વિષયમાં દરેક મિત્રો પોતપોતાનાં વિચારે યોગ્ય હોય તેવુ લાગે છે છતા પણ ધવલભાઈની વાત સાચી હોય તેવુ આપણે કરી તો, તેમાં કાંઈ ખોટુ નહી હોય. કારણકે દરેક લેખ બીજી ભાષાઓમાં ત્યાંથી જોઈ શકાય છે. આમ પણ જો ગુજરાતીવિકિમાં જે લેખ હોય તેમાં ગુજરાતી શબ્દ પ્રયોગ કરી તો યોગ્ય ન્યાય ગણાશે. બાકીતો વિકિની નીતિનો ધવલભાઈને વધારે ખ્યાલ હોય. જેથી યોગ્ય ન્યાય કરશો. (ધવલભાઈ, એડોલ્ફ હિટલર લેખમાં તેને ભારતનાં રાષ્ટ્રપતિ લખેલુ છે જેનું કાંઈક કરશો)
ધવલભાઈ,અશોકભાઈ,સતિષચંદ્રજી તેમજ અન્ય મિત્રો સમક્ષ એક પ્રશ્ન કરવો હતો કે મને એક વિચાર આવ્યો કે, આપણુ કોમ્પ્યુટર અંગ્રેજી ભાષામાં ચાલે છે બરોબરને. દા.ત. આપણે sitaram સર્ચ કરીશું તેથી અંગ્રેજીમાં જયા પણ sitaram શબ્દ હશે તે દેખાડશે. પણ સિતારામ શબ્દ ગુજરાતીમાં જયા પણ હશે તે નહીં પકડે. પણ જો કોઈપણ ગુજરાતી લેખમાં sitaram લખેલુ હશે તો તે સર્ચ કરીશુ તો તે ગુજરાતી લેખ સુધી પહોચી શકાય છે. હવે કોઈ ગુજરાતી વ્યક્તિ સર્ચ કરતો હોય અને કાંઈ શોધતો હોય તો તેને ગુજરાતીનાં લેખની ખબર જ નહી પડે. જેથી આપણે આનાં માટે શુ કરવું. જો કે મેં તો ઘણા લેખમાં આનાં માટે લેખની પહેલી જ લીટીમાં લેખનું નામ અંગ્રેજીમાં લખેલ છે. જેથી અંગ્રેજીમાં સર્ચ કરવાથી પણ ગુજરાતીવિકિમાં તે લેખ સુધી પહોંચી શકાય છે. જો મેં આવુ ન લખ્યુ હોતતો સર્ચ દરમિયાન આ લેખ ન દેખાત. (દા.ત. lapasari, Shri Shamlabapa Ashram - Rupavati). જેથી આવુ કરી શકાય કે નહી? યોગ્ય કરશોજી. જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૧૧:૨૭, ૨૩ જુલાઇ ૨૦૦૯ (UTC)
જીતેન્દ્રભાઈ, તમારા ચર્ચાનાં પાના પર મેં તમારી ઉપરની બંને સમસ્યાઓનો જવાબ આપ્યો છે, ખાસતો પેલા હિટલરભાઈને ભારતનાં રાષ્ટ્રપતિ પદેથી હટાવી દીધા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૫૮, ૨૪ જુલાઇ ૨૦૦૯ (UTC)
  • નમસ્કાર મિત્રો, પ્રથમતો એક મજાક : આ ચર્ચાનાં પાના પર કેમ બધાનું લખાણ નીચેથી જમણી બાજુ ખેંચાતું જાય છે? આને આપણી ભાષામાં "તણાવવું" (ખેંચાવું,રિસાવું,વગેરે અર્થમાં) કહેવાય. આ સારૂં લાગતું નથી.

હવે ગંભીર ચર્ચા: ધવલ ભાઇ, અને જીતુબાપુની વાતમાં વજન તો છે. મને પણ આપનો મુદ્દો સમજાય છે, કદાચ સતિષભાઇ પણ સમજી ગયા હશે. મુળ તો વચ્ચે અંગ્રેજી લખવાનો કોઇ આગ્રહ ન હતો પરંતુ એક સગવડતા ખાતર આ રીતે અંગ્રેજી કડીઓ હું આપે જતો હતો. (ઉપર વધુ ખુલાસો કર્યો છે તેમ) પરંતુ ધવલ ભાઇનો એ પ્રસ્તાવ વધુ યોગ્ય લાગે છે કે એ પ્રકારના લેખ માટે તુરંત એક 'સબસ્ટબ' બનાવી અને ત્યાં અંગ્રેજીની કડી આપી દેવી. મેં આજે થોડા લેખ તે રીતે કરી અને પ્રયોગ કરી જોયો છે. લાગે છે કે જામશે. આપ સૌ પણ જરા જોઇ અને કશો ફેરફાર કરવાનું સુચન હોય તો આપશો. હવેથી નવા બનાવાતા તમામ લેખોમાં આ પધ્ધતિ વાપરવી કે કેમ તે વિશે પણ સુચન આપશો, (અને ધવલ ભાઇને વિનંતી કે આપણા તમામ (હાલમાં સક્રિય તેવા) મિત્રોનાં ચર્ચાનાં પાના પર આ બાબત જણાવે તો વધુ ઉત્તમ કામ થશે.) હવે બધા મિત્રોને તેમના બનાવેલા લેખો પરથી ક્રમશઃ અંગ્રેજી કડીઓ કાઢી અને તેનાં સબસ્ટબ લેખો બનાવવા માટેનો થોડો સમય આપવો જોઇએ તેવું મારૂં નમ્ર સુચન છે. (મેં તો શરૂઆત કરી દીધીજ છે!!) બસ આમજ સારા સારા સુચનો અને ચર્ચાઓ કરતા રહીશું તેવી અભ્યર્થના.--અશોક મોઢવાડીયા ૧૧:૩૦, ૨૪ જુલાઇ ૨૦૦૯ (UTC)

હાશ, ચાલો ગાડી પાટે ચઢતી હોય તેમ લાગે છે. અશોકભાઈ, તમારા સુચન મુજબ હું બધાજ સક્રિય મિત્રોને આ સંદેશો પાઠવી દઈશ. ખરેખર સુંદર સુચન છે, નહિતર શક્ય છે કે ાઅ ચર્ચામાં ભાગ ના લેનારા મિત્રોને આ વાતની જાણ જ ના હોય અને તેઓ તેમ કરવાનું ચાલુ રાખે.
અને હા, અશોકભાઈ, તમારી પેલી મજાક બાબતે, આ જમણી બાજુએ જે તણાતું લેખાણ છે, તે જવાબ આપવાની પદ્ધતિ છે, આમ કરવાથી, દરેક સભ્યએ આપેલા જવાબ અલગ તરી આવે છે, એટલે કે ચર્ચાની દલિલો સ્પષ્ટ પણે જાણી શકાય છે. દરેક સભ્ય જ્યારે જવાબ લખે ત્યારે તેના ફકરાની શરૂઆતમાં ઉપરનાં જવાબ કરતા એક વધુ કોલોન (:) ઉમેરી દેવાથી આપોઆપ 'ટેબ' વાગી જશે અને લખાણ અલગ તારી આવશે. તમે વાપરો છો તેમ, ટુંકી એકાદ-બે દલીલો વાળી ચર્ચાઓમાં ફુદડી (*) પણ વાપરવામાં વાંધો નથી, પરંતુ, ઉપરોક્ત ચર્ચાની જેમ જ્યારે ચર્ચા વધુ લાંબી ચાલે ત્યારે આ રીતે ટેબ ઇન્ડેન્ટ કરેલા મુદ્દા વધુ સારા રહે છે, આ એક લેખન પ્રણાલી છે જે વિકિમાં સુસ્થાપિત થયેલી છે.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૪૯, ૨૪ જુલાઇ ૨૦૦૯ (UTC)

જુલાઇ ૨૧ વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો
Return to "જુલાઇ ૨૧" page.