ચર્ચા:સૌરાષ્ટ્ર

છેલ્લી ટીપ્પણી: બોટાદ જીલ્લા માટેની મૂંઝવણ વિષય પર Ashok modhvadia વડે ૧૦ વર્ષ પહેલાં

શ્રી ધવલભાઈ (પ્રબંધકશ્રી), આ લેખમાં ખરેખર તો સૌરાષ્ટ્રને વિશે જાણવા લાયક માહીતિઓ હોવી જોઈએ તેને બદલે પેટાશિર્ષક "સૌરાષ્ટ્રમાં આવેલાં શહેરો" હેઠળ જાણે સૌને પોતપોતાના ગામનું નામ ચોંટાડી દેવાનું માધ્યમ બની ગયું હોય તેમ લાગે છે ! તો આમાં જરૂરી માહીતિઓ ઉમેરીશું જ પરંતુ આ માત્ર શહેરોનાં નામની યાદી જેવું બનવા માંડ્યું છે તે દૂર કરવા પેટાશિર્ષક "સૌરાષ્ટ્રમાં આવેલાં શહેરો" અને તે હેઠળની તમામ માહીતિ દૂર કરીએ તો કેમ ? (કેમ કે એ માહીતિ તો શ્રેણી:સૌરાષ્ટ્ર કે શ્રેણી:ગુજરાતનાં શહેરો અને નગરો હેઠળ પણ મળશે.) આપનાં સૂચન માટે વિનંતી. આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૧૨:૩૨, ૭ મે ૨૦૧૨ (IST)ઉત્તર

કરવા જેવુ છે. સહમત. --Tekina (talk) ૧૩:૪૯, ૭ મે ૨૦૧૨ (IST)ઉત્તર

બોટાદ જીલ્લા માટેની મૂંઝવણ ફેરફાર કરો

બોટાદ જીલ્લો, આખો સૌરાષ્ટ્રમાં છે કે તેનો અમુક જ ભાગ છે? જો આખો જીલ્લો હોય, તો સૌરાષ્ટ્રમાં 11 જીલ્લાઓ ગણાય અન્યથા 10 ગણાય. કદાચ અમદાવાદ જીલ્લામાં આવતા સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો બોટાદ જીલ્લામાં લઇ લીધા હોય, એમ પણ બને! -પથિક

સંદેહાત્મક વિગતોને ચોક્કસ સંખ્યા આપવાનું ટાળવું. સરકારી વેબ કે અન્ય સંદર્ભો ન મળે ત્યાં સુધી આપણે પણ વાચનારને જે તે બાબત ચોક્કસ કે ખાત્રીબંધ લાગે તેમ ન લખવી. લેખમાંનો એ જ ફકરો સુધાર્યો છે જે હવે જોઈ જશો. આપનાં યોગદાન બદલ આભાર. આપતા રહેશો. (કૃપયા ચર્ચાના પાને સહી જરૂર કરશોજી. કેમ કરવી તે આપના "સ્વાગત સંદેશ"માંથી જાણવા મળશે.) ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૨૧, ૨૭ માર્ચ ૨૦૧૪ (IST)ઉત્તર
Return to "સૌરાષ્ટ્ર" page.