અનેક સમાનાર્થી અર્થો ધરાવતા લેખો ને "REDIRECT" કરવું કેટલું યોગ્ય? ૧૦ લેખોને એક જ લેખ સાથે સાંકળીયે તો કેવું લાગે? આપના મત જણાવશો... સીતારામ... મહર્ષિં --Maharshi675 ૦૯:૩૧, ૨૦ માર્ચ ૨૦૦૯ (UTC)

ઉદાહરાણ તરિકે? દ્રષ્ટાંત આપશો કે આપ કયા લેખોની વાત કરી રહ્યા છો, મહર્ષિભાઈ? જો દસે દસ લેખો એક જ વિષય (શિર્ષક નહી) પર હોય તો અવશ્ય તેમને એક જ લેખમાં વણી લેવા જોઇએ, જેમકે હાથી, હાથી (પ્રાણી), હાથી (સુંઢ વાળો), વિગેરે, પણ, હાથી (પ્રાણી) અને હાથી (અટક) (નાગરોની અટક હોય છે)ને એક ના કરી શકીએ.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૩૧, ૨૦ માર્ચ ૨૦૦૯ (UTC)
માતંગ; સારંગ; વારણ; હસ્તી; કરી ;દંતી; શુંડાલ... વગેરે બધા લેખો ને આ લેખમાં "REDIRECT" કરવા વિશે પુછતો હતો.. કારણ કે દેવી-દેવતા ઓ ના લેખો વિશે પણ આવો જ પ્રશ્ન ઊભો થયો છે... સીતારામ... મહર્ષિં --Maharshi675 ૧૩:૧૯, ૨૦ માર્ચ ૨૦૦૯ (UTC)
માતંગ; સારંગ; વારણ; હસ્તી; કરી ;દંતી; શુંડાલ, વિગેરે નામથી લેખો બનાવવાની મને તો જરૂર નથી લાગતી, કેમકે તે બધા આમતો સંસ્કૃત નામો છે, અથવા ગુજરાતીમાં અપ્રચલિત કે અલ્પ પ્રચલિત નામો છે. એમ છતાં જો લેખો બનાવીએ જ, તો અવશ્ય તેમને હાથી પર "REDIRECT" કરવા જોઇએ. વળી ઉપરના નામોમાંથી માતંગ અને સારંગ એ નામ તરિકે વપરાતા શબ્દો છે, તેમના લેખોને બનાવીને હાથી તરફ વાળીએ તે કદાચ અજુગતુ બને, શક્ય છે કે વહેલા મોડા આપણને મહાભારત, કે અન્ય કોઇ પુરાણમાંથી આ નામના વ્યક્તિ મળી આવે જેના ઉપર લેખ બનાવાનો થાય, ત્યારે આવા રિડાયરેક્ટ નિરર્થક અથવા ગેરમાર્ગે દોરનારા નિવડે. જેમકે, માતંગી નામે ઋષી હતા, કદાચ માતંગ નામનું પણ કોઇક પાત્ર છે. જેમ સંસ્કૃતમાં કાગડાનું એક નામ જયંત પણ છે, પરંતુ, જયંત નામે લેખ બનાવીને તેને કાગડા પર "REDIRECT" કરીએ તે ના ચાલે, કેમકે પુરાણોમાં ઈંદ્રના પુત્રનું નામ જયંત છે, એટલે જો કોઇ એ જયંત પર લેખ શોધે તો તેને કાગડો મળે, આ જ રીતે પોપટનું બીજું નામ શુક છે, પણ શુક નામ, શુક દેવ ગોસ્વામીનું પણ છે જેમણે ભાગવતની કથા ઋષીગણને કહી હતી.
અને દેવી-દેવતાઓના લેખ વિષે પણ કહું તો, મારા મતે હા, જેમકે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભગવાન અને ભગવાન સ્વામિનારાયણ બધાજ એક લેખ તરફ વાળતા હોવા જોઇએ, કદાચ તમે પણ એવું જ કહેવા માંગો છો, જો હું બરાબર ના સમજી શક્યો હોઉં તો જેમ આ ઉદાહરણ આપ્યું તેમ દેવી દેવતાઓનાં કોઇ લેખનું ઉદાહરણ?--ધવલચર્ચા/યોગદાન ૧૪:૫૭, ૨૦ માર્ચ ૨૦૦૯ (UTC)
Return to "હાથી" page.