ચાવડા વંશ

અગ્નિવંશી રાજપૂત કુળ

ચાવડા વંશહિંદુ ક્ષત્રિય રાજવંશ હતો જેણે હાલના ઉત્તર ગુજરાતમાં ઇસ ૭૪૬થી ૯૪૨ સુધી શાસન કર્યું હતું.

ચાવડા વંશ
c. ૬૯૦–૯૪૨
રાજધાની પંચાસર
અણહિલવાડ પાટણ
ભાષાઓ જૂની ગુજરાતી ભાષા, પાકૃત
ધર્મ હિંદુ, જૈન
સત્તા રાજાશાહી
ઇતિહાસ
 •  સ્થાપના c. ૬૯૦
 •  અંત ૯૪૨
પહેલાનું શાસન
પછીની સત્તા
ગૂર્જર-પ્રતિહાર
સોલંકી વંશ
કચ્છ રાજ્ય

હાલનું પંચાસર સાતમી સદી દરમિયાન ચાવડા શાસક જય શિખરીની રાજધાની હતું. ઈ.સ. ૬૯૭માં પંચાસર પર હુમલો થયો. આક્રમણમાં જય શિખરી માર્યા ગયા પરંતુ તેમના પત્ની રાણી રૂપસુંદરી ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા. જય શિખરીના પુત્ર વનરાજ ચાવડા અણહિલવાડ પાટણ શહેરના સ્થાપક (૭૪૬ અથવા ૭૬૫) બન્યા અને વંશના સૌથી પ્રમુખ શાસક રહ્યા. 'પ્રબંધ ચિંતામણી' અનુસાર, તેમણે ૬૦ વર્ષ સુધી શાસન કર્યું હતું. તેમના સ્થાને યોગરાજ (૩૫ વર્ષ) પછી ક્ષેમરાજ (૨૫ વર્ષ), ભૂયાદ (૨૯ વર્ષ), વિરસિંહ (૨૫ વર્ષ) અને રત્નાદિત્ય (૧૫ વર્ષ) સત્તા મેળવવામાં સફળ રહ્યા. રત્નાદિત્યના સ્થાને સામંતસિંહે સત્તા સંભાળી, જેમણે સાત વર્ષ શાસન કર્યું હતું. સામંતસિંહને કોઈ સંતાન નહોતું તેથી તેમણે પોતાના ભત્રીજા મૂળરાજને દત્તક લીધા, મૂળરાજે ૯૪૨માં સામંતસિંહને પદભ્રષ્ટ કર્યા અને ચાલુક્ય વંશની સ્થાપના કરી.

ઇતિહાસ ફેરફાર કરો

 
ચાવડા વંશનો સિક્કો, આશરે ઇ.સ. ૫૭૦-૭૧૨[૧]
 
ચાવડા વંશનો સિક્કો, અજાણ્યો શાસક. ઇ.સ. ૭૬૦-૮૫૦.

સાતમી સદીમાં, પંચાસર ચાવડા વંશના જય શિખરીની રાજધાની હતું અને એવું કહેવાય છે કે તેના સુશાસનને કારણે લોકોનું જીવન એટલું સુંદર હતું કે કોઇને સ્વર્ગમાં પણ જવાની ઇચ્છા નહોતી. આવા વૈભવને કારણ જય શિખરી (૬૯૭)ની સામે રાજા કલ્યાણ કટક (કદાચ કનૌજના)નો ટકરાવ થયો. પ્રથમ આક્રમણને જયશિખરીના મંત્રીઓને કારણે જય શિખરીએ ખાળી કાઢ્યું પણ બીજા આક્રમણમાં જય શિખરી માર્યો ગયો અને નગરનું પતન થયું. જય શિખરીની પત્નિ બચી ગઇ અને તેનો પુત્ર વનરાજ ચાવડા અણહિલવાડ પાટણનો સ્થાપક (ઇસ ૭૪૬) બન્યો.[૨] તેણે ૬૦ વર્ષ શાસન કર્યું.

ત્યારબાદ તેનો પુત્ર યોગરાજ (૩૫ વર્ષ શાસન), ક્ષેમરાજ (૨૫ વર્ષ શાસન), ભુવડ (૨૯ વર્ષ શાસન), વિરસિંહ (૨૫ વર્ષ શાસન) અને રત્નદિત્ય (૧૫ વર્ષ શાસન) ગાદીએ આવ્યા. રત્નદિત્ય પછી સામંતસિંહ ગાદીએ આવ્યા જેમણે ૭ વર્ષ ગાદી સંભાળી. છેલ્લા રાજા સામંતસિંહ ચાવડા નિ:સંતાન હોવાથી, તેણે તેના ભાણેજ મુળરાજ સોલંકીને દત્તક લીધો હતો, જેણે સામંતસિંહને ૯૪૨માં ઉથલાવીને ગાદી કબ્જે કરી અને સોલંકી વંશની સ્થાપના કરી.[૩]

ઇસ ૯૪૨માં સામંતસિંહની રાણીઓમાંની એક પોતાના એક વર્ષના બાળક સાથે પિતાના ઘરે જેસલમેર નાસી છૂટી. તે બાળક અહિપતે મોટા થઇને અણહિલવાડ પાટણની સત્તા સામે બદલો લેવાનો શરૂ કર્યો. તેણે કચ્છમાં ૯૦૦ કરતાં વધુ ગામો સર કર્યા અને મોરગરને પોતાની રાજધાની બનાવી. તેણે ઘણાં વર્ષો રાજ કર્યું અને તેના પછી તેનો પુત્ર વિક્રમસી સત્તા પર આવ્યો. તેનો વંશ વિભુરાજા, ઠાકુલજી, સેશકરણજી, વાઘજી, અખેરાજ, તેજસી, કરમસિંહ, તખનસિંહ, મોકસિંહ, પુંજાજી વડે આગળ ચાલ્યો. પુંજાજી અલાદ્દિન ખિલજીના સમયમાં ૧૩મી સદીના અંતમાં રાજ કરતા હતા.[૪]

વરસોડાનું નાનું રજવાડું ચાવડા વંશના રાજપુતો વડે ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા સુધી શાસિત હતું.[૫]

સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ફેરફાર કરો

મંદિર ફેરફાર કરો

 
પુંવરેશ્વર મહાદેવ મંદિરના ભગ્નાવશેષો, મંજલ, કચ્છ
 
રાણકદેવી મંદિર, વઢવાણ, ૧૮૯૯

મેરુતુંગાના 'પ્રબંધચિંતામણિ' ગ્રંથમાં વનરાજ દ્વારા અણહિલવાડ પાટણ (વર્તમાન પાટણ) ખાતે વનરાજવિહાર મંદિર તેમજ કાન્તેશ્વરી-પ્રસાદના નિર્માણ વિશે જણાવે છે. કાન્તેશ્વરી, પછીના ચાલુક્ય રાજાઓની પણ કુળદેવી હતા. કુમારપાળે બાદમાં આ મંદિરમાં પશુઓના બલિદાન પર પ્રતિબંધ મૂક્યો હતો. 'પ્રબંધચિંતામણિ'માં ૯મી સદીની શરૂઆતમાં પાટણમાં યોગરાજ દ્વારા ભટ્ટારાક શ્રી યોગીશ્વરીના મંદિરના નિર્માણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપરાંત ૯મી સદીના છેલ્લા ત્રિમાસિક ગાળામાં પાટણમાં ભૂયદા દ્વારા બાંધવામાં આવેલા ભૂયદેશ્વર મંદિરના નિર્માણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હરિભદ્ર સૂરી (૧૨મી સદીના મધ્યમાં) મુજબ, મંત્રી નિહયાના પુત્ર લાહરાએ પાટણ જિલ્લાના સંડેર ખાતે વિંધ્યવાસિની (યોગમાયા)નું મંદિર બનાવ્યું હતું. તેમણે નવરંગપુરા નગરની પણ સ્થાપના કરી હતી અને પોતાની માતાની સ્મૃતિમાં પંચાસરા પાર્શ્વનાથ મંદિરનું નિર્માણ કર્યું હતું. નવમી સદીના ઉત્તરાર્ધમાં રાજા યશોભદ્રે દિનદુઆનપુરા ખાતે જૈન મંદિર નું નિર્માણ કર્યું હતું, જેનો ઉલ્લેખ 'પૂર્ણગચા-પટ્ટાવલી'માં કરવામાં આવ્યો છે. કાંસા પરના શિલાલેખ મુજબ રાજા રઘુસેને ઈ.સ. ૯૨૮માં રામસૈયાનપુરામાં રઘુસેન-વિહારનું નિર્માણ કર્યું હતું.[૬]

આ સમયગાળા (પ્રારંભિક નાગર તબક્કા)ના મંદિરોમાં વિજાપુર તાલુકાના લાકોદ્રા ખાતેના મંદિર, થાનગઢમાં આવેલા પુરાણા સૂર્યમંદિર, વઢવાણના રાણકદેવી મંદિર, કંથકોટના સૂર્યમંદિર તથા કચ્છના મંજલ નજીક પુરાનોગઢના શિવ મંદિરનો સમાવેશ થાય છે. શામળાજી ખાતેનું હરિશ્ચંદ્રની ચોરી, જૂના ભદ્રેશ્વર ખાતે આવેલું પંચાસરા પાર્શ્વનાથ મંદિર (હવે પુનઃનિર્માણ) અને રોડા મંદિર સમૂહનું ત્રીજું મંદિર ૯મી શતાબ્દીના અન્ય કેટલાક હયાત મંદિરો છે.[૬]

સંદર્ભ ફેરફાર કરો

નોંધ ફેરફાર કરો

  1. CNG Coins [૧]
  2. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha 2015, p. ૩૪૫.
  3. Gir Forest and the Saga of the Asiatic Lion By Sudipta Mitra. ૨૦૦૫. પૃષ્ઠ ૧૪.
  4. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૧૩૧.
  5. Gujarat State Gazetteers: Mehsana -1975- Page 127
  6. ૬.૦ ૬.૧ Dhaky, Madhusudan A. (1961). Deva, Krishna (સંપાદક). "The Chronology of the Solanki Temples of Gujarat". Journal of the Madhya Pradesh Itihas Parishad. Bhopal: Madhya Pradesh Itihas Parishad. 3: 3–7, 10–12, 70–73.

ગ્રંથસૂચિ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો

  આ લેખ હવે પબ્લિક ડોમેઇનમાં રહેલા પુસ્તક Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૧૩૧, ૩૪૫. માંથી લખાણના અંશો ધરાવે છે.