ચોબારી (તા. ચોટીલા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ચોબારી (તા. ચોટીલા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા ચોટીલા તાલુકામાં આવેલું એક ગામ છે. ચોબારી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ચોબારી
—  ગામ  —
ચોબારીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°25′25″N 71°11′42″E / 22.423611°N 71.195°E / 22.423611; 71.195
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
તાલુકો ચોટીલા
વસ્તી ૨,૨૫૪ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી,
કપાસ, દિવેલા, રજકો, શાકભાજી

ઇતિહાસ ફેરફાર કરો

ચોબારી એ પૂર્વ કાઠિવાડ એજન્સીના ઝાલાવાડ પ્રાંતનો સ્વતંત્ર તાલુકો હતો. તે ભીમોરાના ખાચર (અટકના) કાઠીઓના શાસન હેઠળ હતું. ગાદીના વારસ વગર શાસક મૃત્યુ પામતા તે ભીમોરા હેઠળ આવ્યું હતું અને ચોટીલા થાણામાં આવતું હતું. ચોબારીના છેલ્લા ગરાસિયાઓ ઓઘડ અને જુઠા ખાચર હતા.[૧]

વસ્તી ફેરફાર કરો

ઇ.સ. ૧૯૦૧માં ગામની વસ્તી ૨૮૬ હતી અને આવક ૪૫૫૬ રૂપિયા હતી (૧૯૦૩-૪, લગભગ બધી જ આવક મહેસુલમાંથી) જેમાંથી બ્રિટિશરો અને સુખડી રાજ્યને ૧૯૯ રૂપિયાનો કર ચૂકવાતો હતો. ૧૮૭૨ અને ૧૮૮૧માં વસ્તી અનુક્રમે ૨૯૬ અને ૨૬૦ વ્યક્તિઓની હતી.[૧]

જોવાલાયક સ્થળો ફેરફાર કરો

આ ગામમાં લોકમુખે ઓળખાતી પંચમુખી વાવ આવેલી છે. જો કે આ વાવ જોતાં એને ચાર મુખ જ છે. એટલે કે એમાં નીચે ઉતરવા માટે ચાર રસ્તા (ચોબારી) જ છે. [૨]અહીં ભાદરવા વદ ૬ના રોજ મેળો ભરાય છે.[૩] અહીં તળાવના કાંઠે એક મંદિર તેમજ અન્ય એક વાવ પણ આવેલી છે.[૧] આ વાવ (S-GJ-203) અને તળાવ (S-GJ-204) રાજ્ય સંરક્ષિત સ્મારકો છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૪૦૫.
  2. સુરેન્દ્રનગર જીલ્લાના સ્મારકો[હંમેશ માટે મૃત કડી]
  3. સફાઈ અને મરામત ઝંખતી ચોબારીની પંચમુખી વાવ[હંમેશ માટે મૃત કડી]

  આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા પ્રકાશન Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૪૦૪–૪૦૫. માંથી લખાણ ધરાવે છે.