જાંબુવનની ગુફા સૌરાષ્ટ્રના બરડા ડુંગરની તળેટીમાં આવેલી એક ગુફા છે.[૧]

સ્થાન ફેરફાર કરો

આ ગુફા પોરબંદર જિલ્‍લાના રાણાવાવથી પાંચ કિલોમીટરના અંતરે આદિત્યાણા નજીક બરડા ડુંગરની તળેટીમાં આવેલી છે.[૨] અહીં જમીન પર અવેડા જેવી કુંડી જેવડી જગ્‍યા નીચે વ્‍યવસ્‍થિત પથ્‍થરની સીડી અને અંદર ઉતરતાં એક પછી એક વિશાળ ઓરડો જોવા મળે છે.

નામ ફેરફાર કરો

જાંબુવન નામના રીંછ પરથી આ ગુફાનું નામ પડયું છે. જાંબુવન ભગવાન શિવનો અનન્‍ય ઉપાસક હતો. આ ગુફામાં જાંબુવને અનેક શિવલીંગની સ્‍થાપના કરી હતી, તેમાં પાતાળેશ્વર મહાદેવનું શિવલીંગ મુખ્‍ય છે તેના પર કુદરતી રીતે જલાભિષેક થાય છે.[૩][૪]

પાણીના ટીપાં ટપકવાથી આપોઆપ શિવલીંગ બંધાય છે તેના પાછળની દંતકથા એવી છે કે જાંબુવનનને ૧૦૮ શિવલીંગની પૂજા કરવી હતી એક રાતમાં આટલી સંખ્‍યામાં શિવલીંગ ન થતાં જાંબુવન એક ધ્‍યાને બેઠા. ભગવાન શિવજી પ્રસન્‍ન થયા અને વચન આપ્‍યું કે ઉપરથી ગુફા અંદર ટપકતાં પાણીના ટીપાંથી શિવલીંગ બની જશે.[૩]

સંદર્ભ ફેરફાર કરો

  1. "બરડા ડુંગરની 93 કિલોમીટરની પરિક્રમામાં 250 શ્રદ્ધાળુઓ જોડાયા". divyabhaskar. 2017-10-23. મેળવેલ 2020-05-21.
  2. "જાંબુવનની ગુફા". મૂળ માંથી 2013-06-05 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ જુલાઇ ૨૦૧૬.
  3. ૩.૦ ૩.૧ Gohel, Dr Nilesh. Gulal - TB. New Saraswati House India Pvt Ltd. ISBN 978-93-5199-832-7.
  4. "ગુફામાં રેતી ઉપર ટપકતા પાણીનાં ટીપામાંથી સ્વયંભૂ શિવલીંગનું નિર્માણ". www.gujaratsamachar.com. મેળવેલ 2020-05-21.