જરખ[૧], (અથવા ઝરખ), પશ્ચિમ ભારત, આફ્રિકા, મધ્યપૂર્વ અને પાકિસ્તાનમાં જોવા મળે છે. તે યુરોપમાંથી વિલુપ્ત થઇ ગયેલ છે, જો કે ક્યારેક 'એનાતોલિયા'(Anatolia)માં જોવા મળેલ છે. જરખ આમતો મુડદાલ માંસ ખાનાર પ્રાણી છે, પરંતુ ક્યારેક નાનાં પ્રાણીઓ, ફળ અને જીવડાઓ પણ ખાય છે. તેની મોટી જાતો ક્યારેક જંગલી સુવર જેવા મોટા પ્રાણીનો પણ શિકાર કરે છે. તેઓ ઘુમક્કડ (રખડુ) પ્રકૃતિનાં હોય છે,જે પાણીનાં ઝરાઓ આસપાસ ઘુમે છે.જો કે એકી સાથે ૧૦ કિમી.(૬ માઇલ)થી વધુ ભટકતા નથી. જરખ એકલાપંડે શિકાર કરે છે પરંતુ નાનાં પારિવારીક જુથોમાં રહે છે. અન્ય ગરમ વિસ્તારનાં પ્રાણીઓની માફક તેઓ પણ પોતાનાં કાન દ્વારા ગરમીનું નિષ્કાસન કરે છે.

જરખ
જરખ
સ્થાનિક નામઝરખ, લક્કર બધા, ઘોરખોદિયું
અંગ્રેજી નામSTRIPED HYENA
વૈજ્ઞાનિક નામHyaena hyaena
આયુષ્ય૨૦ વર્ષ
લંબાઇ૧૫૦ સેમી.
ઉંચાઇ૯૦ સેમી.
વજન૩૦ થી ૪૦ કિલો
સંવનનકાળશિયાળો
ગર્ભકાળ૮૫ થી ૯૦ દિવસ
દેખાવવિચિત્ર દેખાવ અને કુતરા કરતાં મોટું કદ, શરીર પર કાળી આડી પટ્ટીઓ, કાળું મોઢું, આગળનાં પગ ઉંચા અને પાછળનાં પગ ટુંકા જેથી પુંઠેથી બેસેલું જણાય છે. ગર્દન પર વાળ અને કાન મોટા, લાંબા, અણીદાર તથા હંમેશા ઉભા.
ખોરાકમુડદાલ માંસ, ક્યારેક ઘેટાં-બકરા અને કુતરા
વ્યાપસમગ્ર ગુજરાત
રહેણાંકસીમ, પાદર, કોતર તથા ટેકરાળ પ્રદેશો
ઉપસ્થિતિ ના ચિન્હોપગનાં નિશાન, હગાર, આ પ્રાણી મુડદાલ માંસ હાડકાં સહીત ખાતું હોય તેની હગાર સુકાયા બાદ સફેદ ગોળા જેવી થઇ જાય છે જેમાં મોટા હાડકાનાં ટુકડાઓ જોવા મળે છે.
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૧૭ ના આધારે અપાયેલ છે.


જરખનો વિસ્તાર.
(નોંધ: વ્યાપ દર્શાવતા અહીનાં નક્શામાં ગુજરાતનો સમાવેશ નથી પણ આ પ્રાણી ગુજરાતમાં જોવા મળે છે.)
ઝરખ, ગભરાટ પ્રદર્શન

વર્તણૂક ફેરફાર કરો

મોટેભાગે એકલું ફરે છે અને નદી કોતર કાંઠે દર બનાવી રહે છે. ક્યારેક શાહુડીનું દર પહોળું બનાવી તેમાં પણ રહે છે. નિશાચર પ્રાણી છે,ગામની બહાર જ્યાં મરેલાં ઢોર વગેરે નાખવામાં આવતાં હોય ત્યાં જોવા મળવાની વધુ સંભાવના હોય છે. આ પ્રાણી ઘોર(એટલે કે કબર) ખોદીને એમાંથી મડદું ખેંચી કાઢી ખાઈ જાય છે તેવી માન્યતાને કારણે એને ઘોરખોદિયું પણ કહે છે[૨][૩]..


સંદર્ભ ફેરફાર કરો

  1. "ભગવદ્ગોમંડલ પર જરખની જોડણી". http://www.bhagvadgomandal.com. 2015-05-23. મેળવેલ 2015-05-23. External link in |website= (મદદ)
  2. "ભગવદ્ગોમંડલ પર જરખની વર્તણુક અને ઘોરખોદિયું તરીકે ઉલ્લેખ". http://www.bhagvadgomandal.com. 2015-05-23. મેળવેલ 2015-05-23. External link in |website= (મદદ)
  3. "ભગવદ્ગોમંડલ પર જરખનો ઘોરખોદિયું તરીકે ઉલ્લેખ". http://www.bhagvadgomandal.com. 2015-05-23. મેળવેલ 2015-05-23. External link in |website= (મદદ)