ઝારખંડના મુખ્યમંત્રીઓ

ઝારખંડના મુખ્યમંત્રી ભારતના ઝારખંડ રાજ્યના વડા છે. ભારતના બંધારણ અનુસાર રાજ્યના વડા રાજ્યપાલ હોય છે, પરંતુ સત્તા મુખ્યમંત્રી હેઠળ હોય છે. મુખ્યમંત્રીની પદ અવધિ ૫ વર્ષ હોય છે, પરંતુ પદની કોઇ મર્યાદા નથી અને વ્યક્તિ ગમે તેટલી વખત મુખ્યમંત્રી બની શકે છે.[૧]

મુખ્યમંત્રી of ઝારખંડ
Jharkhand Rajakiya Chihna.svg
ઝારખંડનું ચિહ્ન
હેમંત સોરેન
હાલમાં
હેમંત સોરેન

૨૯ ડિસેમ્બર ૨૦૧૯થી
સ્થિતિસરકારના વડા
સભ્યઝારખંડ વિધાનસભા
Reports toઝારખંડના રાજ્યપાલ
નિમણૂકઝારખંડના રાજ્યપાલ
પદ અવધિવિધાનસભાના વિશ્વાસ મુજબ
મુખ્યમંત્રીની એક અવધિ પાંચ વર્ષ હોય છે, જેની કોઇ મર્યાદા હોતી નથી.[૧]
પ્રારંભિક પદધારકબાબુલાલ મરાંડી
સ્થાપના૧૫ નવેમ્બર ૨૦૦૦

૧૫ નવેમ્બર ૨૦૦૦માં ઝારખંડ રાજ્યની સ્થાપના પછી ૬ મુખ્યમંત્રીઓ સત્તા પર આવ્યા છે.[૨] તેમાંથી અડધા, જેમાં પ્રથમ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીનો પણ સમાવેશ થાય છે, ભારતીય જનતા પાર્ટી તરફથી હતા. તેમના પછી મુખ્યમંત્રી બનેલા અર્જુન મુંડા સૌથી વધુ કાર્યકાળ ધરાવતા મુખ્યમંત્રી હતા જેઓ કુલ ૫ વર્ષથી વધુ સમય માટે ૩ વખત મુખ્યમંત્રી રહ્યા હતા, પરંતુ તેમનો એક પણ કાર્યકાળ પૂર્ણ થયો નહોતો. બે મુખ્યમંત્રીઓ, સિબુ સોરેન અને તેમનો પુત્ર હેમંત સોરેન ઝારખંડ મુક્તિ મોર્ચા પક્ષમાંથી હતા. સિબુ સોરેનનો પ્રથમ કાર્યકાળ માત્ર ૧૦ દિવસ રહ્યો હતો, કારણકે તેઓ બહુમત પૂરવાર કરી ન શક્યા હતા અને રાજીનામું આપ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી પદે મધુ કોંડા પણ રહ્યા હતા, તેઓ અપક્ષ તરીકે બનેલા બહુ ઓછા મુખ્યમંત્રીમાંના એક હતા.[૩] રાજ્યમાં ત્રણ વખત રાષ્ટ્રપતિ શાસન પણ લાગુ પાડવામાં આવ્યું હતું. ભા.જ.પ.ના રઘુબર દાસ પૂર્ણ પદ અવધિ પર રહેનારા પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. હેમંત સોરેન હાલના મુખ્યમંત્રી છે.

ઝારખંડના મુખ્યમંત્રીઓફેરફાર કરો

પક્ષ માટેની સંજ્ઞાઓ

      ભારતીય જનતા પાર્ટી       ઝારખંડ મુક્તિ મોર્ચા       અપક્ષ       N/A (રાષ્ટ્રપતિ શાસન)

ક્રમ[lower-alpha ૧] છબી બેઠક પદ અવધિ વિધાનસભા પક્ષ[lower-alpha ૨] નોંધ
બાબુલાલ મરાંડી રામગઢ ૧૫ નવેમ્બર ૨૦૦૦ ૧૮ માર્ચ ૨૦૦૩ 2 વર્ષો, 123 દિવસો ૧લી/કામચલાઉ વિધાનસભા[lower-alpha ૩]
(૨૦૦૦)
ભારતીય જનતા પાર્ટી
  અર્જુન મુંડા ખારસવાન ૧૮ માર્ચ ૨૦૦૩ ૨ માર્ચ ૨૦૦૫ 1 વર્ષો, 349 દિવસો
  સિબુ સોરેન ચૂંટણી લડી નહી ૨ માર્ચ ૨૦૦૫ ૧૨ માર્ચ ૨૦૦૫ 10 દિવસો ૨જી વિધાનસભા
(૨૦૦૫)
ઝારખંડ મુક્તિ મોર્ચા
(૨)   અર્જુન મુંડા ખારસવાન ૧૨ માર્ચ ૨૦૦૫ ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૬ 1 વર્ષો, 191 દિવસો ભારતીય જનતા પાર્ટી
  મધુ કોંડા જગન્નાથપુર ૧૯ સપ્ટેમ્બર ૨૦૦૬ ૨૭ ઓગસ્ટ ૨૦૦૮ 1 વર્ષો, 343 દિવસો અપક્ષ
(૩)   સિબુ સોરેન ચૂંટણી લડી નહી[૪] ૨૭ ઓગસ્ટ ૨૦૦૮ ૧૯ જાન્યુઆરી ૨૦૦૯ 145 દિવસો ઝારખંડ મુક્તિ મોર્ચા
  Vacant[lower-alpha ૪]
(રાષ્ટ્રપતિ શાસન)
N/A ૧૯ જાન્યુઆરી ૨૦૦૯ ૩૦ ડિસેમ્બર ૨૦૦૯ 345 દિવસો N/A
(૩)   સિબુ સોરેન જમતારા ૩૦ ડિસેમ્બર ૨૦૦૯ ૧ જૂન ૨૦૧૦ 153 દિવસો ૩જી વિધાનસભા
(૨૦૦૯)
ઝારખંડ મુક્તિ મોર્ચા
  ખાલી[lower-alpha ૪]
(રાષ્ટ્રપતિ શાસન)
N/A ૧ જૂન ૨૦૧૦ ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૦ 102 દિવસો N/A
(૨)   અર્જુન મુંડા ખારસવાન ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૦ ૧૮ જાન્યુઆરી ૨૦૧૩ 2 વર્ષો, 129 દિવસો ભારતીય જનતા પાર્ટી
  ખાલી[lower-alpha ૪]
(રાષ્ટ્રપતિ શાસન)
N/A ૧૮ જાન્યુઆરી ૨૦૧૩ ૧૩ જુલાઇ ૨૦૧૩ 176 દિવસો N/A
  હેમંત સોરેન દુમકા ૧૩ જુલાઇ ૨૦૧૩ ૨૮ ડિસેમ્બર ૨૦૧૪ 1 વર્ષો, 168 દિવસો ૨૮ ડિસેમ્બર ૨૦૧૪
  રઘુબર દાસ જમસેદપુર પૂર્વ ૨૮ ડિસેમ્બર ૨૦૧૪ ૨૯ ડિસેમ્બર ૨૦૧૯ 5 વર્ષો, 1 દિવસો ૪થી વિધાનસભા
(૨૦૧૪)
ભારતીય જનતા પાર્ટી
(૫)   હેમંત સોરેન બરહૈત ૨૯ ડિસેમ્બર ૨૦૧૯ હાલમાં 2 વર્ષો, 324 દિવસો ૫મી વિધાનસભા
(૨૦૧૯)
ઝારખંડ મુક્તિ મોર્ચા

નોંધફેરફાર કરો

  1. કૌંસમાં આપેલા ક્રમ પહેલા બનેલા મુખ્યમંત્રી પદનો ક્રમ દર્શાવે છે.
  2. આ સ્થંભ માત્ર મુખ્યમંત્રીના પક્ષનું જ નામ ધરાવે છે. રાજ્ય સરકાર ઘણી વખત જટિલ મોરચા અને ગઠબંધન તેમજ અપક્ષો વડે બનેલી હોય છે, જેની માહિતી અહીં મૂકેલી નથી.
  3. The first Legislative Assembly of Jharkhand was constituted by the MLAs elected in the 2000 Bihar Legislative Assembly election, whose constituencies were in the newly formed Jharkhand.[૨]
  4. ૪.૦ ૪.૧ ૪.૨ જો રાજ્ય સરકાર કાર્ય કરવા માટે બંધારણ અનુસાર સક્ષમ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવે છે. જે મોટાભાગે કોઇ પક્ષ અથવા ગઠબંધનને સંપૂર્ણ બહુમત ન મળે ત્યારે લાગુ પડી શકે છે. આ સ્થિતિમાં રાજ્યનું મંત્રીમંડળ વિખેરી નખાય છે અને મુખ્યમંત્રી પદ ખાલી રહે છે અને રાજ્યનું સંચાલન રાજ્યપાલ હેઠળ આવે છે, જે કેન્દ્ર સરકારની દેખરેખ નીચે કાર્ય કરે છે.[૫]

આ પણ જુઓફેરફાર કરો

સંદર્ભફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Durga Das Basu. Introduction to the Constitution of India. 1960. 20th Edition, 2011 Reprint. pp. 241, 245. LexisNexis Butterworths Wadhwa Nagpur. ISBN 978-81-8038-559-9. Note: although the text talks about Indian state governments in general, it applies for the specific case of Jharkhand as well. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "term1" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  2. ૨.૦ ૨.૧ Chaudhuri, Kalyan (1 September 2000). "Jharkhand, at last". Frontline. મૂળ સંગ્રહિત માંથી 24 July 2019 પર સંગ્રહિત. મેળવેલ 4 August 2019.
  3. Ramanujam, P.V. (14 September 2006). "Madhu Koda to be next Jharkhand CM". Rediff.com. મૂળ સંગ્રહિત માંથી 3 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 7 August 2019.
  4. Shibu Soren lost the Tamar assembly by-election to Gopal Krishna Patar of the Jharkhand Party.
  5. Diwanji, Amberish K. (15 March 2005). "A dummy's guide to President's rule". Rediff.com. મૂળ સંગ્રહિત માંથી 19 May 2013 પર સંગ્રહિત. મેળવેલ 3 August 2019.