ઝાર રાંદેરી

ગુજરાતી ભાષાના કવિ અને અનુવાદક

ભરુચા હાસિમબિન યુસુફ જેઓ તેમના ઉપનામ ઝાર રાંદેરી થી વધુ જાણીતા છે, ગુજરાત, ભારતના ગુજરાતી ભાષાના કવિ અને અનુવાદક હતા.[૧] તેમણે ગઝલના ફારસી છંદશાસ્ત્ર વિશે ગુજરાતી ભાષાનું પ્રથમ પુસ્તક[૨] શાયરી ૧ - ૨, ૧૯૩૬માં લખ્યું હતું.

તેમનો જન્મ સુરતના નગર રાંદેરમાં થયો હતો. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાંદેરમાં થયું અને ત્યારબાદ તેઓ વધુ અભ્યાસ માટે દિલ્હીની મદરેસા અમિનિયા અરેબિયામાં ગયા. તેમના અન્ય સર્જનોમાં શમશીરે સદાકત, હિંદુસ્તાન ના હુમલા, આત્મા અને પુર્નજન્મ નો સમાવેશ થાય છે. તેમણે કાસ્દુસ્સબિલ (૧૯૧૩), મહંમદ, ધર્મપ્રચાર, મહાત્મા અને ઇસ્લામ અને હિંદુસ્તાની ભાષા જેવા અનુવાદો પણ કર્યા હતા.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ દવે, રમેશ આર. (૧૯૯૦). "Bharucha Hasimbin Yusuf". માં ટોપીવાળા, ચન્દ્રકાન્ત (સંપાદક). Gujarati Sahityakosh (Encyclopedia of Gujarati Literature). . Ahmedabad: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૪૨૭.
  2. Datta, Amaresh (૨૮ જુલાઇ ૨૦૧૬). "Encyclopaedia of Indian Literature". Google Books. મેળવેલ ૧૧ ઓગસ્ટ ૨૦૧૬.