ટીટીકાકા સરોવર દક્ષિણ અમેરિકામાં આવેલા પેરુ અને બોલીવિયા દેશોની સીમા પર આવેલું એક સરોવર છે. આ સરોવરની સમુદ્ર તળથી ઊંચાઈ ૩,૮૧૨ મીટર (૧૨,૫૦૦ ફીટ) જેટલી છે. [૧], જેને કારણે તે વ્યાવસાયીક રીતે યાતાયાત કરવાના ઉપયોગમાં આવતું હોય તેવું વિશ્વનું સૌથી વધુ ઉંચાઈ પર આવેલું સરોવર છે. સરોવરમાં સંચય થયેલા પાણીની માત્રા અનુસાર આ સરોવર દક્ષિણ અમેરીકાનું સૌથી મોટું સરોવર છે. [૨][૩]

અંતરિક્ષમાંથી દૃશ્ય, મે ૧૯૮૫ (ઉત્તર દિશા ડાબી બાજુ છે.)


આ સરોવરમાં બે ઉપ-ક્ષેત્ર આવેલાં છે, જે તિકીનાની સામુદ્રધુની સાથે જોડાયેલાં છે. સૌથી સાંકડા બિંદુ પર આ સામુદ્રધુનીની પહોળાઇ ૮૦૦ મી. (૨,૬૨૦ ફીટ) છે. મોટું ઉપ-ક્ષેત્ર લાગો ગ્રાંડે છે (લાગો ચુક્વિટો તરિકે પણ ઓળખાય છે), જેની સરેરાશ ઊંડાઈ ૧૩૫ મી (૪૪૩ ફીટ) છે અને મહત્તમ ઊંડાઈ છે ૨૮૪ મી (૯૩૨ ફીટ). નાનું ઉપ-ક્ષેત્ર વિનેમાર્કા છે (લાગો પેકેનો તરિકે પણ ઓળખાય છે), જેની સરેરાશ ઊંડાઈ ૯ મી. (૩૦ ફીટ) તથા મહત્તમ ઊંડાઈ ૪૦ મી (૧૩૧ ફીટ) છે.[૪] સરોવરની એકંદર સરેરાશ ઊંડાઈ ૧૦૭ મી (૩૫૧ ફીટ) છે.[૫]

ચિત્રદર્શનફેરફાર કરો

સંદર્ભોફેરફાર કરો

  1. Drews, Carl (13 September 2005). "The Highest Lake in the World". Retrieved 2006-12-02. Check date values in: |accessdate=, |date= (મદદ)
  2. Grove, M. J., P. A. Baker, S. L. Cross, C. A. Rigsby and G. O. Seltzer 2003 Application of Strontium Isotopes to Understanding the Hydrology and Paleohydrology of the Altiplano, Bolivia-Peru. Palaeogeography, Palaeoclimatology, Palaeoecology 194:281-297.
  3. Rigsby, C., P. A. Baker and M. S. Aldenderfer 2003 Fluvial History of the Rio Ilave Valley, Peru, and Its Relationship to Climate and Human History. Palaeogeography, Palaeoclimatology, Palaeoecology 194:165-185.
  4. Dejoux, C. and A. Iltis (editors) 1992 Lake Titicaca: A Synthesis of Limnological Knowledge. 68. Kluwer Academic Publishers, Boston.
  5. "Data Summary: Lago Titicaca (Lake Titicaca)". International Lake Environment Committee Foundation - ILEC. Retrieved 2009-01-03. Check date values in: |accessdate= (મદદ)


બાહ્ય કડીઓફેરફાર કરો