ડિસેમ્બર ૧૫

તારીખ

૧૫ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૪૯મો (લિપ વર્ષ દરમ્યાન ૩૫૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓફેરફાર કરો

  • ૧૯૦૩ – ઇટાલિયન અમેરિકન ખાદ્ય વિક્રેતા ઇટાલો માર્ચિઓનીને આઇસ્ક્રીમ કોન બનાવતા મશીનની શોધ માટે યુ.એસ. પેટન્ટ મળી.
  • ૧૯૧૪ – જાપાનના ક્યૂશુમાં મિત્સુબિશી હોજો કોલસાની ખાણમાં ગેસ વિસ્ફોટમાં ૬૮૭ વ્યક્તિઓનાં મોત થયાં.
  • ૧૯૩૯ – ગોન વિથ ધ વિન્ડ (સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ) નું પ્રીમિયર એટલાન્ટા, જ્યોર્જિયા, યુનાઇટેડ સ્ટેટ્સમાં લોવના ગ્રાન્ડ થિયેટરમાં યોજાયું.
  • ૧૯૬૦ – નેપાળના રાજા મહેન્દ્રે દેશનું બંધારણ સ્થગિત કર્યું, સંસદ ભંગ કરી, મંત્રીમંડળને બરતરફ કર્યું અને સીધું શાસન લાદ્યું.
  • ૧૯૭૦ – સોવિયેત અવકાશયાન વેનેરા–૭ સફળતાપૂર્વક શુક્ર પર ઉતર્યું. તે બીજા ગ્રહ પર પ્રથમ સફળ ઉતરાણ છે.
  • ૧૯૮૯ – ફાંસીની સજા નાબૂદ કરવા સંબંધિત નાગરિક અને રાજકીય અધિકારો પરના આંતરરાષ્ટ્રીય કરારનો બીજો વૈકલ્પિક પ્રોટોકોલ અપનાવવામાં આવ્યો.
  • ૧૯૯૭ – તાજિકિસ્તાન એરલાઇન્સ ફ્લાઇટ ૩૧૮૩ સંયુક્ત આરબ અમીરાતના શારજાહ નજીક રણમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં ૮૫ના મોત થયા.
  • ૨૦૦૦ – ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ત્રીજું રિએક્ટર બંધ કરવામાં આવ્યું.
  • ૨૦૦૧ - પીઝાનો ઢળતો મિનારો સમારકામના ૧૧ વર્ષ પછી ફરી ખુલ્લો મૂકાયો. મિનારાના લાક્ષણિક ઝૂકાવને અસર કર્યા વિના તેને સ્થિર કરવા માટે ૨૭,૦૦૦,૦૦૦ ડોલર ખર્ચવામાં આવ્યા.

જન્મફેરફાર કરો

  • ૩૭ – નીરો, રોમન સમ્રાટ (અ. ૬૮)
  • ૧૯૦૮ – સ્વામી રંગનાથાનંદ, ભારતીય સંત, વિદ્વાન અને લેખક (અ. ૨૦૦૫)
  • ૧૯૭૬ – ભાઈચુંગ ભુટિયા, ભારતીય ફૂટબોલ ખેલાડી

અવસાનફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો

બાહ્ય કડીઓફેરફાર કરો