ધર્મવીર ભારતી આધુનિક હિન્દી કવિ, નાટ્યકાર, અને સામાજિક વિચારક હતા. તેઓ સાપ્તાહિક પત્રિકા “ધર્મયુગ”ના પ્રમુખ સંપાદક પણ રહી ચૂક્યા હતા. ડો.ધર્મવીર ભારતીને ઇ.સ. ૧૯૭૨માં પદ્મશ્રી પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. તેમની નવલકથા ગુનાહો કા દેવતા હિન્દી સાહિત્યની ખૂબ પ્રખ્યાત કૃતિ છે.[૧]

ધર્મવીર ભારતી
જન્મની વિગત૨૫ ડિસેમ્બર ૧૯૨૬
અલ્હાબાદ,ઉત્તરપ્રદેશ
મૃત્યુની વિગત૪ સપ્ટેમ્બર ૧૯૯૭
મુંબઈ
વ્યવસાયવિચારક અને લેખક

બાળપણ ફેરફાર કરો

ધર્મવીર ભારતીનો જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૨૬ના રોજ અલ્હાબાદમાં આવેલા અતરસૂઈવા નામના મહોલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ ચિરંજીવલાલા અને માતાનું નામ ચંદાદેવી હતું. ભારતીના પૂર્વજો પશ્ચિમી ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જિલ્લાના ખુદાગંજ કસ્બાના જમીનદાર હતા. તેઓ વૃક્ષો, છોડવાઓ, ફૂલો, અને પ્રાણીઓ તથા પક્ષીઓને જીવનપર્યંત પ્રેમ કરતાં રહ્યા હતા. તેમની નાની બહેનનું નામ વિરવાલા હતું. તેમની માતા એક ગંભીર બીમારીમાં સપડાયા અને તેમના ઉપચારના ખર્ચમાં ભારતીના પિતા પર દેવું વધી ગયું હતું અને તેઓ પણ બીમાર પડ્યા અને ૧૯૩૯માં તેઓ મૃત્યુ પામ્યા હતા.[૨]

શિક્ષણ ફેરફાર કરો

ભારતી અભ્યાસ દરમિયાન પાઠ્ય પુસ્તકો ઉપરાંત કવિતાની પુસ્તકો અને અંગ્રેજી નવલકથાઓ વાંચવાનો શોખ હતો. તેઓ શાળા છૂટયા પછી ઘેર આવી તરત જ પુસ્તકાલયમાં ચાલ્યા જતાં અને સાંજે મોડા સુધી વાંચન કરતા. તેમણે ભણવાનું છોડી અને આઝાદીની લડાઈમાં ઝંપલાવ્યું. પણ તેમના મામાની સમજાવટથી ફરીથી અલ્હાબાદમાં વિશ્વવિદ્યાલયમાં સ્નાતકના અભ્યાસ માટે દાખલ થયા. તેઓ સુભાષચંદ્ર બોઝના પ્રસંશક હતા.[સંદર્ભ આપો]

અભ્યાસની સાથે સાથે તેઓ શૈલી, કીટ્સ, વર્ડ્સવર્થ, ટેનિસન, એમીલી ડિકન્સન, તથા અન્ય ફ્રાંસીસ, જર્મન, અને સ્પેનના કવિઓના અંગેજી અનુવાદનો અભ્યાસ કર્યો. આ ઉપરાંત શરદચંદ્ર, ગોર્કી, ક્યુપિન, બાલઝાક, ચાર્લ્સ ડિકેન્સ, વિકટર હ્યુગો અને ટોલ્સ્ટોયની નવલકથાઓનો ખૂબ ઊંડાણથી વાંચન કર્યું.[સંદર્ભ આપો]

ભારતી કેટલાક સમય માટે પદ્મકાંત મલવીયની સાથે અભ્યુદયમાં કામ કર્યું, ઇલિયન જોશી સાથે સંગમમાં કામ કર્યું. આ સમયમાં જ તેમણે પત્રકારિતામાં રસ દાખવવાનું શરૂ કર્યું. તેમણે હિંદુસ્તાની અકેડેમીમાં કામ શરૂ કર્યું. તેમણે ખૂબ વાર્તાઓ લખી. મુર્દા કા ગાંવ અને સ્વર્ગ અને પૃથ્વી નામના બે વાર્તા સંગ્રહો પ્રકાશિત થયા. વિદ્યાર્થીકાળમાં તેમના પર સરદચંદ્ર ચટ્ટોપદ્ધ્યાય, જયશંકર પ્રસાદ અને ઓસ્કાર વાઇલ્ડનો પ્રભાવ હતો. આ સમયે તેઓ માખન લાલ ચાતુર્વેદીના સંપર્કમાં આવ્યા હતા જેમણે તેમને ખૂબ પ્રોત્સાહન પૂરું પડ્યું હતું.[સંદર્ભ આપો]

સ્નાતકમાં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરવા બદલ તેમને ચિંતામણી ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.[૨] અનુસ્નાતકનો અભ્યાસ તેઓ અંગ્રેજીમાં કરવા ઇચ્છતા હતા પણ મેડલના કારણે ડો. ધિરેન્દ્ર વર્માના કહેવાથી તેમણે હિન્દીમાં નામ લખાવ્યું હતું. આ અભ્યાસ દરમિયાન તેમણે “માર્ક્સવાદ”નું અધય્યન કર્યું. 'પ્રગતિશીલ લેખક સંઘ'ના મંત્રી પણ રહ્યા.[સંદર્ભ આપો]

શોધ કાર્ય ફેરફાર કરો

ધર્મવીર ભારતીએ ધિરેન્દ્ર વર્માના માર્ગદર્શન હેઠળ “સિદ્ધ સાહિત્ય”પર શોધ કાર્ય શરૂ કર્યું.તે સમયે સાથે સાથે કેટલીક કવિતાઓ લખી જે પાછળથી ઠંડા લોહા નામના પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ. અને આ સમયે નવલકથા ગુનાહો કા દેવતા પણ લખી. સામ્યવાદના મોહભંગ પછી પ્રગતિવાદ:એક સમીક્ષા પુસ્તક પણ લખ્યું. અને ત્યારબાદ સૂરજ કા સાતવા ઘોડા' જેવી અનોખી નવલકથા લખી.[૨]

શોધ કાર્ય પૂર્ણ થયા પછી તેઓની વિશ્વવિદ્યાલયમાં પ્રધ્યાપકના રૂપમાં વરણી થઈ. આ દરમિયાન તેમણે નદી પ્યાસી થી નામનો નાટ્યવાર્તા સંગ્રહ અને ચાંદ ઓર ટુટે હુએ લોગ નામનો વાર્તા સંગ્રહ લખ્યા.[૨] આ સમયગાળામાં અસ્તિત્વવાદ તથા પશ્ચિમના અન્ય નવા દર્શનનું અધ્યયન પણ કર્યું.[૧]

પુનઃલગ્ન ફેરફાર કરો

ઇ.સ ૧૯૫૪માં કાંતા કોહલી સાથે તેમના લગ્ન થયા પણ લગ્ન અસફળ રહયા હતા. ત્યાબાદ ભારતીએ ‘ધર્મયુગ’ના સંપાદનમાં ધ્યાન કેન્દ્રિત કર્યું. આ દરમિયાન એક શિક્ષિત પરિવારમાં જન્મેલી અલ્હાબાદની છાત્રા પુષ્પલત્તા શર્મા જે કલકત્તામાં હિન્દી પ્રાધ્યાપક તરીકે જોડાયા હતા તેમની સાથે ભારતીનો પુનઃવિવાહ થયો હતો જે પાછળથી પુષ્પા ભારતી નામે પ્રખ્યાત બન્યા હતા.[સંદર્ભ આપો]

સાહિત્યિક કાર્ય ફેરફાર કરો

કવિતા ફેરફાર કરો

  • ઠંડા લોહા
  • સાત ગીત વર્ષ
  • કનુપ્રિયા
  • સપના અભિ ભી
  • આધન્ત

નવલકથાઓ ફેરફાર કરો

  • ગુનાહો કા દેવતા
  • સૂરજ કા સાતવા ઘોડા
  • ગ્યારહ સાપનોકા દેશ

વાર્તાસંગ્રહ ફેરફાર કરો

  • મુર્દો કા ગાંવ
  • સ્વર્ગ ઓર પૃથ્વી
  • ચાંદ ઓર ટુટે હુએ લોગ
  • બંદ ગલી કા આખરી મકાન
  • સાંસ કી કલમ સે

નિબંધ ફેરફાર કરો

  • ઢેલે પર હિમાલય
  • કહની અનકહની
  • પશ્યંતી
  • સાહિત્ય વિચાર ઓર સ્મૃતિ

વિવેચન ફેરફાર કરો

  • પ્રગતિવાદ: એક સમીક્ષા
  • માનવ મૂલ્ય ઓર સાહિત્ય

અનુવાદ ફેરફાર કરો

  • ઓસ્કાર વાઇલ્ડ કી કહાંનિયા
  • દેશાંતર[૨]

વિદેશ યાત્રાઓ ફેરફાર કરો

  • ૧૯૬૧માં ‘કોમનવેલ્થ રેલશન્સ કમેટી’ના આમંત્રણથી યુરોપ અને ઈંગ્લેન્ડના કેટલાક દેશોની પ્રથમ વિદેશ યાત્રા.
  • ૧૯૬૨માં ‘પશ્ચિમ જર્મન સરકાર’ના આમંત્રણ પર જર્મની ગયા.
  • ૧૯૬૬માં ‘ભારતીય દૂતવાસ’ના નિમંત્રણથી ઇંડોનેશિયા તથા થાઈલેંડ ગયા.
  • ૧૯૭૧માં મુક્તવાહિની સાથે બાંગ્લાદેશની ગુપ્ત યાત્રા કર્યા પછી ક્રાંતિનું આંખે દેખ્યું વર્ણન કર્યું.[૨]
  • ૧૯૭૪ અને ૧૯૭૬માં મોરિશસ યાત્રા.
  • ૧૯૭૮માં ચીન સરકારના આમંત્રણ પર ચીન અને સિંગાપોરની યાત્રા.
  • ૧૯૯૦માં અમેરિકાની યાત્રા.[સંદર્ભ આપો]

અવસાન ફેરફાર કરો

ઇ.સ. ૧૯૮૯માં હદય રોગના કારણે તેઓ બીમાર પડ્યા અને અંતે ૪ સપ્ટેમ્બર ૧૯૯૭ના રોજ અવસાન પામ્યા.[સંદર્ભ આપો]

એવોર્ડ અને સન્માન ફેરફાર કરો

  • ૧૯૬૭-સંગીત નાટક અકાદમી સદસ્યતા, દિલ્લી.
  • ૧૯૮૪-હલ્દીઘાટી શ્રેષ્ઠ પત્રકારિતા પુરસ્કાર, રાજસ્થાન.
  • ૧૯૮૫-સાહિત્ય અકાદમી રત્ન સદસ્યતા, દિલ્લી.
  • ૧૯૮૬-સંસ્થા સમ્માન, ઉત્તરપ્રદેશ હિન્દી સંસ્થાન.
  • ૧૯૮૮-સર્વશ્રેષ્ઠ નાટ્યકાર પુરષ્કાર, સંગીત નાટક અકાદમી દિલ્લી.  
  • ૧૯૮૮-સર્વશ્રેષ્ઠ લેખક સમ્માન ,મહારાણા મેવાડ ફાઉન્ડેશન, રાજસ્થાન.[સંદર્ભ આપો]

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ verma (1987). Encyclopaedia of Indian Literature: A-Devo. 1. New Delhi: Sahitya Akademi. ISBN 978-81-260-1803-1.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ ૨.૫ ભટ્ટ, બિંદુ (૨૦૦૧). ગુજરાતી વિશ્વકોશ. ૧૪. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ.