તારિણી દેસાઈભારત ગુજરાતના ગુજરાતી લઘુકથા લેખિકા છે.

તારિણી દેસાઈ
જન્મની વિગત (1935-12-22) 22 December 1935 (ઉંમર 88)
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયગુજરાતી લેખિકા
જીવનસાથી
સુધીર દેસાઈ (લ. 1955)
સંતાનો
  • સંસ્કાર દેસાઈ
  • સંસ્કૃતિરાણી દેસાઈ
  • ધ્વનિ દેસાઈ

જીવન ફેરફાર કરો

તેમનો જન્મ ૨૨ ડિસેમ્બર ૧૯૩૫ ના દિવસે વડોદરામાં સુધાબેન અને રૂદ્રપ્રતાપ મુનશીને ઘેર થયો હતો. તેમનો પરિવાર પેટલાદનો વતની હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં પૂર્ણ કરી તેમણે ૧૯૫૭માં એમ. એસ. યુનિવર્સિટીમાંથી ફિલોસોફી અને મનોવિજ્ઞાન વિષયમાં બી.એ. અને વિલ્સન કૉલેજમાંથી સમગ્ર ફિલોસોફી વિષય સાથે એમ.એ. નો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે ૧૯૫૬માં ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ડિપ્લોમા પણ મેળવ્યો.[૧] તેમણે ક્યારેક નામનું સાહિત્યિક સામાયિક સંપાદિત કર્યું.

૧૯૫૫માં તેમણે ગુજરાતી કવિ અને વિવેચક સુધીર દેસાઈ સાથે લગ્ન કર્યા.[૧] તેઓને એક પુત્ર સંસ્કાર દેસાઈ અને બે પુત્રી સંસ્કૃતિરાણી દેસાઈ અને ધ્વની દેસાઇ છે.[૨]

રચનાઓ ફેરફાર કરો

તેમણે તેમના કૉલેજ જીવન દરમિયાન લખવાનું શરૂ કર્યું. તેમની પહેલી રેડિયો પ્રસ્તુતી નવરાત્રી ૧૯૫૧માં આકાશવાણીના વડોદરા કેન્દ્રથી પ્રસારિત કરવામાં આવી હતી. આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી તેમની બીજી રેડિયો પ્રસ્તુતિ ૧૯૬૨માં રજૂ કરવામાં આવી હતી. તેમની પ્રથમ વાર્તા મિટીંગ ૧૯૬૬માં ચાંદની સામાયિકમાં પ્રકાશિત થઈ હતી. તેમની ટૂંકી વાર્તા કાબરો પણ ચાલી શકે છે ને ૧૯૭૫માં રાધેશ્યામ શર્માએ પોતાના વાર્તાસંગ્રહના સંપાદનમાં સમાવી હતી.[૧]

પગ બોલતા લાગે છે (૧૯૮૪) એ તેમનો પંદર લઘુકથાઓ ધરાવતો પ્રથમ વાર્તાસંગ્રહ હતો. રાજા મહારાજા જે (૧૯૯૨)માં "ભ્રાંતિ" વિષયની આસપાસ વણેલી ચૌદ ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે. મરૂન જાંબલી ગુલાબી (૨૦૦૩) એ તેમનો પ્રાયોગિક વાર્તાઓનો ત્રીજો સંગ્રહ હતો. કોમલ પંચમ જા (૨૦૦૮) એ તેમનો અન્ય એક વાર્તા સંગ્રહ છે.[૧] તેમણે બાળકોની વાર્તાઓ ચિમ્પુદાદા અને ગાંજી કાંજી અને વાંજી લખી છે. તારિણીબહેન દેસાઈની શ્રેષ્ઠ વાર્તાઓ એ તેમની પસંદ કરેલી વાર્તાઓનો સંગ્રહ છે. તારિણીબહેન દેસાઈની વાર્તાઓ: આસ્વાદ અને અવબોધ નામના પુસ્તકમાં અનેક વિદ્વાનોએ તેમની વાર્તાઓ પર વિશ્લેષણ કર્યું છે. સાત તાળી રમાડતી ક્ષણો પેન સ્કેચનો સંગ્રહ છે.

તેમણે ટીવી શ્રેણી પ્રેરણામાં નાનું પાત્ર ભજવ્યું હતું.[૨]

પુરસ્કાર ફેરફાર કરો

૨૦૦૪માં, તેમને ધૂમકેતુ પારિતોષિકથી નવાજવામાં આવ્યા. તેમના વાર્તા સંગ્રહો ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કારિત કરાયા છે.[૧]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ 260–262. ISBN 978-93-5108-247-7.
  2. ૨.૦ ૨.૧ Jani, Suresh B. (2007-03-20). "તારિણીબેન દેસાઇ (સાક્ષરનો સાક્ષાત્કાર – રાધેશ્યામ શર્મા, રન્નાદે પ્રકાશન)". ગુજરાતી પ્રતિભા પરિચય. મેળવેલ 2017-01-29.