દયાપર (તા. લખપત)
દયાપર (તા. લખપત) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું એક નગર છે.[૨]. આ નગરના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ નગરમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ નગરમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરીઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૨]. દયાપર લખપત તાલુકાનું મુખ્ય મથક છે.
દયાપર (તા. લખપત) | |||||||
— નગર — | |||||||
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 23°38′03″N 68°54′04″E / 23.634247°N 68.901176°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | કચ્છ | ||||||
વસ્તી | ૪,૩૯૮ (૨૦૧૧[૧]) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
કોડ
|
જોવાલાયક સ્થળો
ફેરફાર કરોદયાપર નગરથી ૩ કિ.મી. દુર કમલેશ્વર મહાદેવનું પૌરાણીક મંદિર આવેલું છે, જ્યાં એક હજાર વર્ષ જૂનું કલ્પવૃક્ષ આવેલું છે. એવું માનવમાં આવે છે કે આવું બીજું કલ્પવૃક્ષ માત્ર હિમાલયની તળેટીમાં જ છે.[સંદર્ભ આપો] અહીં ઉમિયાશક્તિપીઠ આવેલું છે. દયાપર નગરથી ૨ કિમી દૂર સુફી મિયાપીરની દરગાહ તેમજ કોરાનગર આવેલું છે, જે કચ્છી સંસ્કૃતિનું કેન્દ્ર છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Dayapar Population - Kachchh, Gujarat". મેળવેલ ૨૧ ડિસેમ્બર ૨૦૧૬.
- ↑ ૨.૦ ૨.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર લખપત તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |