દાદાસાહેબ તોરણે (પુરું નામ: રામચંદ્ર ગોપાળ તોરણે) (મરાઠી: रामचंद्र गोपाळ तोरणे; અંગ્રેજી: Dadasaheb Torne) (૧૩ એપ્રિલ, ૧૮૯૦ - ૧૯ જાન્યુઆરી, ૧૯૬૦) ભારતીય ચલચિત્ર ઉદ્યોગના સર્જક, દિગ્દર્શક તેમ જ નિર્માતા હતા. એમણે ભારતીય ભાષામાં સૌપ્રથમ શ્રી પુંડલિક નામનું ચલચિત્રનું નિર્માણ કર્યું હતું.[૧][૨][૩][૪]

૨૫ મે, ૧૯૧૨ના દિવસે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા વર્તમાનપત્રમાં જાહેરાત : ભારતનું પહેલું ચલચિત્ર શ્રી પુંડલિક

એમનો જન્મ કોંકણમાં આવેલા માલવણ નામના ગામમાં થયો હતો. ૧૦ વર્ષની વયે એમના પિતાજીનું અવસાન થયા પછી તેઓ માતા સાથે મુંબઈ આવી ઈલેકટ્રીક કંપનીમાં જોડાયા. અહીં તેઓ શ્રીપદ થિયેટરના પરિચયમાં આવ્યા. એમના મિત્ર અને ધંધાકીય ભાગીદાર શ્રી ચિત્રેના સહયોગથી એમણે વિદેશથી કાચી ફિલ્મ અને મુવી કેમેરા મંગાવી શ્રી પુંડલિક નામના નાટકનું રેકોર્ડિંગ કર્યું, જે ઈ. સ. ૧૯૧૨ના વર્ષમાં થિયેટરમાં રિલિઝ થયું હતું.

સંદર્ભો ફેરફાર કરો

  1. Deka, Arnab Jan (27 Oct 1996). "Fathers of Indian Cinema Bhatawdekar and Torney". Dainik Asam (Assamese daily).
  2. Robertson, Patrick (1988). The Guinness Book of Movie Facts & Feats (1988 આવૃત્તિ). London: Guinness Publishing Limited. પૃષ્ઠ 8. ISBN 0-85112-899-8.
  3. Narwekar, Sanjit (January 1995). Marathi Cinema : In Retrospect (1995 આવૃત્તિ). Bombay, India: Maharastra Film, Stage & Cultural Development Corporation Ltd. પૃષ્ઠ 9–12.
  4. Rangoonwalla, Firoze (1979). A Pictorial History of Indian Cinema (1979 આવૃત્તિ). London, New York, Sydney, Toronto: The Hamlyn Publishing Group Limited. પૃષ્ઠ 12. ISBN 0-600-34909-8.