દિલીપ રમણભાઈ પરીખ (૧૯૩૭ – ૨૫ ઓક્ટોબર, ૨૦૧૯) ભારતીય રાજકારણી અને ઉદ્યોગપતિ હતા. તેઓ ૨૮ ઓક્ટોબર ૧૯૯૭થી ૪ માર્ચ ૧૯૯૮ સુધી ગુજરાતના ૧૩મા મુખ્યમંત્રી હતા.

દિલીપ પરીખ
ગુજરાતના ૧૩મા મુખ્યમંત્રી
પદ પર
૨૮ ઓક્ટોબર ૧૯૯૭ – ૪ માર્ચ ૧૯૯૮
પુરોગામીશંકરસિંહ વાઘેલા
અનુગામીકેશુભાઈ પટેલ
ગુજરાત સરકાર માં ઉદ્યોગ મંત્રી
પદ પર
૧૯૯૫ – ૧૯૯૭
ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય
પદ પર
૧૯૯૦ – ૧૯૯૮
બેઠકધંધુકા વિધાનસભા મતવિસ્તાર
અંગત વિગતો
જન્મ૧૯૩૭
બોમ્બે, બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત
મૃત્યુ25 October 2019(2019-10-25) (ઉંમર 81–82)
અમદાવાદ, ગુજરાત, ભારત
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી (૧૯૯૫–૧૯૯૬)
રાષ્ટ્રીય જનતા પાર્ટી (૧૯૯૬–૧૯૯૮)

પરીખનો જન્મ ૧૯૩૭માં બોમ્બે (વર્તમાન મુંબઈ)માં થયો હતો.[] તેમણે એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં બી.એ. તેમજ કાયદાનો અભ્યાસ કર્યો હતો.[][] તેમનો પ્લાસ્ટિક ઉત્પાદનનો ધંધો હતો. તેમણે ૧૯૭૩–૭૪માં ગુજરાત રાજ્ય પ્લાસ્ટિક ઉત્પાદક સંગઠનના પ્રમુખ તરીકે સેવા આપી હતી. ૧૯૭૯માં, તેમણે રાજ્યમાં પ્લાસ્ટિક અને રબર ઉદ્યોગોના સંગઠનનું નેતૃત્વ કર્યું હતું.[][][][]

રાજકીય કારકિર્દી

ફેરફાર કરો

૧૯૯૦માં પરીખે રાજકારણમાં પ્રવેશ કર્યો અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની રાજ્ય સમિતિના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી. તેમણે ભાજપના ઉમેદવાર તરીકે ધંધુકા મતવિસ્તારમાંથી ૧૯૯૦ અને ૧૯૯૫ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને જીતી હતી.[][]

ભાજપે ૧૯૯૫ ની ચૂંટણીમાં બહુમતી મેળવી હતી અને મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની અધ્યક્ષતામાં સરકાર બનાવી હતી. કેશુભાઈ પટેલે ઓક્ટોબર ૧૯૯૫માં તેમના સાથી શંકરસિંહ વાઘેલાના બળવા બાદ રાજીનામું આપ્યું હતું અને પરિણામે સુરેશ મહેતાએ ઓક્ટોબર ૧૯૯૫માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને તેમણે સપ્ટેમ્બર ૧૯૯૬ સુધી સેવા આપી હતી.[] મહેતાની અધ્યક્ષતામાં મંત્રીમંડળમાં પરીખે ઉદ્યોગમંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો.[]

૧૯૯૬માં જ્યારે શંકરસિંહ વાઘેલાએ ભાજપને વિભાજિત કરીને રાષ્ટ્રીય જનતા પાર્ટીની રચના કરી ત્યારે તેઓ રાજપામાં જોડાયા હતા જેણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઇએનસી)ના ટેકાથી લઘુમતી સરકારની રચના કરી હતી અને વાઘેલા ૨૩ ઓક્ટોબર ૧૯૯૬ના રોજ મુખ્યમંત્રી બન્યા હતા.[] એક વર્ષ પછી કૉંગ્રેસે ૨૦ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ પોતાનો ટેકો પાછો ખેંચી લેવાની ધમકી આપી હતી. એક અઠવાડિયા પછી મુખ્યમંત્રીના પરિવર્તન તરીકે સમાધાન થયું. વાઘેલાએ પદ છોડ્યું હતું અને પરીખે ૧૯૯૭માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.[][][]

ગુજરાત વિધાનસભામાં કુલ ૧૮૨માંથી રાજપાના માત્ર ૪૬ સભ્યો હતા જ્યારે ૪૪ કોંગ્રેસના, ૭૬ ભાજપના અને ૧૫ અપક્ષ સભ્યો હતા.[] આ લઘુમતી સરકાર પર કોંગ્રેસના બહારના ટેકાથી અસ્થિરતા આવી હતી.[] તેમણે ગુજરાતના રાજ્યપાલ કૃષ્ણપાલ સિંહને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું અને ૫ જાન્યુઆરી, ૧૯૯૮ના રોજ નવી વિધાનસભાની ચૂંટણી નું આહ્‌વાન કર્યું હતું પરંતુ ૪ માર્ચ ૧૯૯૮ સુધી રખેવાળ મુખ્યમંત્રી તરીકે ચાલુ રહ્યા હતા.[] તેઓ ૧૯૯૮ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધંધુકા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભરત પંડયા સામે ૧૫૦૦૦ થી વધુ મતોના અંતરથી હારી ગયા હતા જ્યારે રાજપાએ માત્ર ચાર બેઠકો જીતી હતી. ભાજપે ૧૮૨ બેઠકોમાંથી ૧૧૭ બેઠકો સાથે ફરીથી સત્તા મેળવી હતી.[][] બાદમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને ત્યારબાદ રાજકારણમાંથી નિવૃત્ત થયા હતા.[]

થોડા દિવસો પહેલા પડી જવાથી સર્જરી કરાવ્યા બાદ ૨૫ ઓક્ટોબર ૨૦૧૯ ના રોજ અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું. થલતેજ ખાતે તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.[][]

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ "Former Gujarat Chief Minister Dilip Parikh dies at 82". The Indian Express (અંગ્રેજીમાં). 26 October 2019. મેળવેલ 26 October 2019.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ Vyas, Jaynarayan (26 October 2019). "દિલીપભાઈ પરીખ : એ ઉદ્યોગપતિ જે ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા". BBC Gujarati. મેળવેલ 26 October 2019.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Mahurkar, Uday (10 November 1997). "Hapless at the top Gujarat Chief Minister Dilip Parikh to face tense days ahead". મેળવેલ 1 January 2014. CS1 maint: discouraged parameter (link)
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ "Former Gujarat Chief Minister Dilip Parikh Dies at 82". The Wire. મેળવેલ 26 October 2019.
  5. ૫.૦ ૫.૧ "Rediff On The NeT: A prickly marriage of convenience". www.rediff.com. મેળવેલ 26 October 2019.
  6. ૬.૦ ૬.૧ "Rediff On The NeT: Dilip Parikh will succeed Vaghela as Gujarat CM". www.rediff.com. મેળવેલ 26 October 2019.
  7. "Gujarat CM Parikh resigns". The Indian Express. 6 January 1998. મૂળ માંથી 2 January 2014 પર સંગ્રહિત.
  8. "Elections '98: The Assembly round". Frontline. 21 March 1998. મૂળ માંથી 2 January 2014 પર સંગ્રહિત.