દ્રૌપદી મુર્મૂ
દ્રૌપદી મુર્મૂ (જન્મ ૨૦ જૂન ૧૯૫૮) એ એક ભારતીય રાજકારણી છે, જે ૨૫ જુલાઈ ૨૦૨૨થી ભારતના ૧૫મા અને વર્તમાન રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સભ્ય છે.[૨] તેઓ અનુસૂચિત જનજાતિ (આદિવાસી) સમુદાયના પ્રથમ વ્યક્તિ છે જેમને ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા છે.[૩] તેમણે અગાઉ ૨૦૧૫થી ૨૦૨૧ સુધી ઝારખંડના નવમા રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. તેઓ ઓડિશા રાજ્યના છે. તે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર ઝારખંડના પ્રથમ રાજ્યપાલ છે.
દ્રૌપદી મુર્મૂ | |
---|---|
૧૫મા ભારતના રાષ્ટ્રપતિ | |
પદ પર | |
Assumed office ૨૫ જુલાઈ ૨૦૨૨ | |
પ્રધાન મંત્રી | નરેન્દ્ર મોદી |
ઉપ રાષ્ટ્રપતિ | જગદીપ ધનખર |
પુરોગામી | રામનાથ કોવિંદ |
ઝારખંડના ૯મા રાજ્યપાલ | |
પદ પર ૧૮ મે ૨૦૧૫ – ૧૨ જુલાઈ ૨૦૨૧ | |
મુખ્યમંત્રી (ઝારખંડ) | રઘુબર દાસ હેમન્ત સોરેન |
પુરોગામી | સૈયદ અહેમદ |
અનુગામી | રમેશ બૈસ |
ઓડિશા, રાજ્ય મંત્રી | |
સ્વતંત્ર હવાલો | |
પદ પર ૬ ઓગસ્ટ ૨૦૦૨ – ૧૬ મે ૨૦૦૪ | |
મુખ્યમંત્રી (ઑડિશા) | નવીન પટનાયક |
મંત્રાલય | મત્સ્યપાલન અને પશુ સંસાધન વિકાસ |
પદ પર ૬ માર્ચ ૨૦૦૦ – ૬ ઓગસ્ટ ૨૦૦૨ | |
મુખ્યમંત્રી (ઑડિશા) | નવીન પટનાયક |
મંત્રાલય | વાણિજ્ય અને પરિવહન |
ધારાસભ્ય (ઑડિશા વિધાનસભા) | |
પદ પર ૫ માર્ચ ૨૦૦૦ – ૨૧ મે ૨૦૦૯ | |
પુરોગામી | લક્ષ્મણ માઝી |
અનુગામી | શ્યામચરણ હંસદાહ |
બેઠક | રાયરંગપુર (વિધાનસભા મતવિસ્તાર) |
અંગત વિગતો | |
જન્મ | પુટી બિરાન્ચી ટુડુ 20 June 1958 ઉપરબેડા, મયુરભંજ, ઑડિશા, ભારત |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
જીવનસાથી | શ્યામચરણ મુર્મૂ (સ્વર્ગસ્થ)[૧] |
સંતાનો | ૨ પુત્રો (સ્વર્ગસ્થ), ૧ પુત્રી |
નિવાસસ્થાન | રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી |
માતૃ શિક્ષણસંસ્થા | રમાદેવી મહિલા વિશ્વવિદ્યાલય |
વ્યવસાય | રાજકારણી |
ક્ષેત્ર | રાજનેત્રી, શિક્ષિકા |
રાજકારણમાં પ્રવેશતા પહેલા, તેમણે ૧૯૭૯ થી ૧૯૮૩ સુધી રાજ્યના સિંચાઇ અને ઊર્જા વિભાગમાં ક્લાર્ક તરીકે કામ કર્યું હતું, અને ત્યારબાદ ૧૯૯૭ સુધી રાયરંગપુરમાં શિક્ષક તરીકે કામ કર્યું હતું.
પ્રારંભિક જીવન
ફેરફાર કરોદ્રૌપદી મુર્મૂનો જન્મ ૨૦ જૂન ૧૯૫૮ના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લાના બૈદાપોસી ગામમાં બિરાંચી નારાયણ ટુડુને ત્યાં થયો હતો.[૪][૫] બિરાંચી નારાયણ અને તેમના દાદા બંને પંચાયતી રાજ વ્યવસ્થા હેઠળ ગામના સરપંચ હતા.[૬]
અંગત જીવન
ફેરફાર કરોદ્રૌપદી મુર્મૂએ શ્યામ ચરણ મુર્મૂ સાથે લગ્ન કર્યા હતા. દંપતીને બે પુત્રો (બંને મૃત્યુ પામ્યા છે) અને એક પુત્રી છે.[૭]
કારકિર્દી
ફેરફાર કરોદ્રૌપદી મુર્મૂએ રાજ્યના રાજકારણમાં પ્રવેશતા પહેલા શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.
રાજ્યની રાજનીતિ
ફેરફાર કરોદ્રૌપદી મુર્મૂ ૧૯૯૭માં રાયરંગપુર નગર પંચાયતના કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. તેઓએ ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.
ઑડિશામાં ભારતીય જનતા પાર્ટી અને બીજુ જનતા દળની ગઠબંધન સરકાર દરમિયાન તેઓ ૬ માર્ચ ૨૦૦૦થી ૬ ઓગસ્ટ ૨૦૦૨ સુધી વાણિજ્ય અને વાહનવ્યવહાર અને ૬ ઓગસ્ટ ૨૦૦૨થી ૧૬ મે ૨૦૦૪ સુધી મત્સ્યોદ્યોગ અને પશુ સંસાધન વિકાસ માટે સ્વતંત્ર હવાલા સાથે રાજ્ય મંત્રી હતા.[૮] [૯] તેઓ ઑડિશાના ભૂતપૂર્વ પ્રધાન અને વર્ષ ૨૦૦૦ અને ૨૦૦૪માં રાયરંગપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય હતા.[૨] તેમને ૨૦૦૭માં ઓડિશા વિધાનસભા દ્વારા શ્રેષ્ઠ ધારાસભ્ય માટે નીલકંઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો[૨].
રાજ્યપાલ
ફેરફાર કરોતેઓ ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ હતા.[૯] તેઓ ઓડિશાના પ્રથમ મહિલા આદિવાસી નેતા હતા, જેમને ભારતીય રાજ્યમાં રાજ્યપાલ તરીકે નિમણૂક મળી હતી.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Who is Draupadi Murmu?". 13 June 2017.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ "દ્રૌપદી મુર્મૂ અનેક સંઘર્ષો પાર કરી પહોંચ્યા મહામહિમના પદ પર, જાણો તેમના વિશે". etvbharat.com. મેળવેલ 2022-07-27.
- ↑ "દેશના પ્રથમ નાગરિક બન્યા દ્રૌપદી મુર્મૂ, ભારતના 15માં રાષ્ટ્રપતિ તરીકે લીધા શપથ". vtvgujarati.com. મેળવેલ ૨૭ જુલાઇ ૨૦૨૨.
- ↑ "Smt. Droupadi Murmu". Odisha Helpline. મૂળ માંથી 8 October 2020 પર સંગ્રહિત. મેળવેલ 27 July 2015.
- ↑ "Draupadi Murmu may soon be the President of India: Know all about her". indiatoday.
- ↑ "Governor reaches out". Hindustan. Ranchi. 4 April 2018.
- ↑ http://indianexpress.com/article/india/who-is-draupdi-murmu-next-president-narendra-modi-pranab-mukherjee-4701597/>
- ↑ "Draupadi Murmu Jharkhand Guv". New Indian Express. મૂળ માંથી 2015-05-19 પર સંગ્રહિત. મેળવેલ 2015-05-13.
- ↑ ૯.૦ ૯.૧ "દ્રૌપદી મુર્મૂ ચૂંટણી જીતતા બન્યા આ પાંચ રેકોર્ડ, ભારતને મળ્યા સૌથી યુવા રાષ્ટ્રપતિ". zeenews.india.com. મેળવેલ 2022-07-27.